________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૫૯ વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે એવાં જે સંકલેશસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૫. કષાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવાં જે વિશુદ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૬. ચારિત્રમોહના વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવાં જે સંયમલબ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ર૭. પર્યાય તેમ જ અપર્યાય એવાં બાદર ને સૂક્ષ્મ એકેંદ્રિય, વીંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી પંચેંદ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૮. મિથ્યાષ્ટિ, સાસાદન સમ્યગ્દષ્ટિ, સમિથ્યાષ્ટિ, અસંયતસમ્યગ્દષ્ટિ, સંયતાસંયત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ-ઉપશમક તથા ક્ષપક, અનિવૃત્તિ બાદરસાંપરા-ઉપશમક તથા ક્ષપક, સૂક્ષ્મસાપરાય-ઉપશમક તથા ક્ષપક, ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગકેવળી અને અયોગકેવળી જેમનાં લક્ષણ છે એવાં જે ગુણસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૯. (આ પ્રમાણે આ બધાય પુગલદ્રવ્યના પરિણામમય ભાવો છે; તે બધા, જીવના નથી. જીવ તો પરમાર્થે ચૈતન્યશક્તિમાત્ર છે.)
ગાથા ૫૦ થી ૫૫ ઉપરનું પ્રવચન जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण वि रसो ण वि य फासो। ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ।।५० ।। जीवस्स णत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो। णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि ।।५१।। जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्ढया केई। णो अज्झप्पट्ठाणा व य अणुभागठाणाणि।।५२ ।। जीवस्स णत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा। णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई।।५३ ।। णो ठिदिबंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा। णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा।।५४ ।। णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अस्थि जीवस्स।
जेण दु एदे सव्वे पोग्गलदव्वस्स परिणामा।।५५।। એ તો પુદગલના પરિણામ છે આહાહાહા !
નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં,