________________
ગાથા
૫૦ થી ૫૫
છે. હજી આગળ તો વધારે આવશે. આહાહાહા !
અનુભૂતિ અતીન્દ્રિય આનંદનો અનુભવ એવી અનુભૂતિની દશાથી આંહીં ઓલી દશાઓ કીધી છે ને ? વર્ણની દશા પર્યાય કીધી છે, શું કીધું ? વર્ણની પર્યાયો કીધી છે, કાળો, ધોળો આદિ તો એ પર્યાય દ્રવ્યની અનુભૂતિની પર્યાયથી તે ભિન્ન છે. આહાહા ! સમજાણું કાંઈ ? વર્ણ ‘ગુણ’ છે, એની આ કાળો, લીલો, પીળો, રાતો, ધોળો એ પર્યાય છે, ત્યારે એ પર્યાયો, વર્ણની પર્યાયો છે, ત્યારે એને ભિન્ન છે એમ ક્યારે થાય ? કે ભગવાન આત્મા પોતાની અનુભૂતિની પર્યાયમાં જ્યારે આવે, એ વર્ણના ગુણની પાંચ પર્યાય છે, એનાથી ભગવાન ભિન્ન છે. કેમ ? કે એ અનુભૂતિથી ભિન્ન છે. એ પર્યાયથી વર્ણની પર્યાયથી ભગવાન આત્માની અનુભૂતિ છે એ પર્યાય એનાથી એ પર્યાય ભિન્ન છે, એ ભિન્ન છે એમ અનુભવ થયો, ત્યારે ભિન્ન છે એમ કહેવામાં આવ્યું એમ કહે છે. સમજાણું કાંઈ ? એમ વર્ણની પર્યાય મા૨ી નથી ને એમ ધારી રાખ્યું છે, એ વસ્તુ નહિ એમ કહે છે. આહાહાહા !
૧૬૧
એ વીતરાગ ત્રિલોકનાથ જિનેશ્વરદેવની અનુભૂતિની દશા અને પર્યાય બે ભિન્ન છે દ્રવ્યથી ભિન્ન છે, પણ દ્રવ્યથી ભિન્ન એ અનુભવ કર્યા વિના ભિન્ન છે એમ ક્યાંથી આવ્યું કહે છે. સમજાણું કાંઈ ? આ વર્ણ ગુણની પાંચ પર્યાય એ ગુણની પર્યાય છે, પણ એ આત્માથી ભિન્ન છે એ ક્યારે જણાય ? કે આત્મા અનુભૂતિ કરે ત્યારે અનુભૂતિની પર્યાયથી તે પર્યાય ભિન્ન છે. જેમ વર્ણ ગુણની પાંચ પર્યાય, એમ ભગવાન આત્માની અનુભૂતિની પર્યાય એનાથી તે પ્રભુની અનુભૂતિની પર્યાયથી તે વર્ણની પર્યાય, વર્ણ ગુણની પર્યાય, દ્રવ્યની અનુભૂતિની પર્યાયથી તે વર્ણની પર્યાય ભિન્ન છે. આહાહા ! ચંદુભાઈ ! આવી વાતું છે. શ૨ી૨નું થાવું હોય તે થાય, એ તો થયા જ ક૨શે કહે છે. તું તારું કર, તું તારું સંભાળ. ઓહો ! શું ટીકા. એકકો૨ વર્ણગુણ એની પાંચ પર્યાય, એકકોર ભગવાન આત્મા એની અનુભૂતિની પર્યાય, ત્યારે એ ભિન્ન છે એમ થયું. સમજાણું કાંઈ ? છે ને ? આ તો સંતોની વાણી બાપા એ કાંઈ. આહાહાહા ! શું કહ્યું ઈ સમજાણું ? જેમ એ વર્ણ ગુણ સામાન્ય છે, એની આ કાળો, લીલો, પીળો, રાતો એ વિશેષ પર્યાયો છે, પણ એ ભિન્ન છે એ ક્યારે ખ્યાલમાં આવે ? કે આત્મા જે સામાન્ય દ્રવ્ય છે, તેનો વિશેષ અનુભૂતિ કરે ત્યારે તે ભિન્ન છે તેમ અનુભવ સાચો થાય. શું એ સમયસા૨! શું એની ગાથાઓ ! વર્ણ ગુણની પર્યાયો પાંચ ભિન્ન છે, ભિન્ન છે, એમ ભિન્ન પડયા વિના ભિન્ન છે એમ ક્યાંથી તને ખ્યાલ આવ્યો કહે છે. ભગવાન આત્મા દ્રવ્ય નામ વસ્તુએ તો સામાન્ય છે ત્રિકાળ, એનો અનુભવ જ્યારે થયો, તેને અનુસરીને દ્રવ્યની પર્યાય જે શુદ્ધ અનુભૂતિ થઈ, એ અનુભૂતિની પર્યાયથી એ વર્ણની પાંચ પર્યાયો જુદી છે. એ બધી પુદ્ગલની પર્યાયો છે, ત્યારે અનુભૂતિ એ ભગવાન આત્માની શુદ્ધ પર્યાય છે. આહાહાહા !
હવે આવો ઉપદેશ હવે સાંભળવો કઠણ પડે. આખો દિ' ધંધા, ધંધા, ધંધા નથી કીધું ઓલાએ કે માળા વાણીયાને આ જૈન ધર્મ મળ્યો, ને વાણીયા વેપારમાં ગુંચાઈ ગયા છે, એય ચીમનભાઈ ! ઓલો જાપાનનો ઐતિહાસિક છે, મોટો ઐતિહાસિક છોકરોય માળો એવો લાગે છે બેય એવા જૈન “અનુભૂતિ” કીધી ને ? એ જૈન ધર્મ અનુભૂતિસ્વરૂપ છે એમ કહ્યું છે એણે. છાપામાં આવ્યું’તું મોટો લેખ, પણ આ જૈન (ધર્મ ) મળ્યો માળો વાણીયાને અને વાણીયા