________________
૧૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ વેપારમાં ઘુસી ગયા આખો દિ' આ ને આ ને, આ વેપાર કરવાને નવરા નથી. આ વેપાર એટલે અનુભૂતિ, આત્માનો વેપાર એ છે. એક બોલ થયો.
બીજો બોલ હવે સુરભિ અથવા દૂરભિ ગંધ, ગંધ છે એ સામાન્ય છે અને સુરભિ-દૂરભિ એ એની વિશેષ પર્યાયો છે. ગંધ જે છે એ ગુણ છે, પુદ્ગલનો એ ગુણ છે, અને એ ગુણની સુરભિ ને દૂરભિ, સુગંધ ને દુર્ગધ એ ગંધ ગુણની પર્યાય છે, પુદ્ગલનો ગંધ ગુણ, જેમ પુદગલનો વર્ણ ગુણ એની પાંચ પર્યાયો એમ ભગવાન આત્માનો આનંદગુણ, જ્ઞાનગુણ ત્રિકાળી, એની અનુભૂતિ તે એની પર્યાય છે. આહાહા ! સમજાણું કાંઈ ? એ સુરભિ અને દૂરભિ એ પર્યાય છે. કોની? ગંધની, ગંધ ગુણ છે એને સુગંધ અને દુર્ગધ એ પર્યાય છે. ગંધ ગુણ છે એ પુદ્ગલનો ગુણ છે, અને એની પર્યાય છે એ સુગંધ ત્રણેય આવી ગયું એમાં, પુગલદ્રવ્ય એનો ગુણ ગંધ એની પર્યાય સુરભિ ને દૂરભિ, સુગંધ ને દુર્ગધ તે બધીયે જીવને નથી. કારણકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એ તો પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પુદ્ગલ એનો ગંધ ગુણ એની સુગંધ-દુર્ગધ એ પર્યાય એ પુગલપરિણામમય છે, એનાથી જુદી નથી, પરિણામમય છે. તે અનુભૂતિથી ભિન્ન છે, તે દ્રવ્ય વસ્તુ, એનો આનંદ જ્ઞાન આદિ ગુણ એની વર્તમાન શ્રદ્ધા ને અનુભવ આદિ એની પર્યાય. આહાહા ! સમજાણું કાંઈ? દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય સમાડી દીધા. ગજબ વાતું છે બાપા. આહાહા !
ભગવાન આત્મા દ્રવ્ય, એનો જ્ઞાન આનંદ આદિ ગુણ, એની અનુભૂતિ જ્ઞાનની પર્યાય, આનંદની પર્યાય, શ્રદ્ધાની પર્યાય, શાંતિની પર્યાય, ચારિત્રની પર્યાય એ બધી અનુભૂતિ પર્યાય છે, એ પુદ્ગલ દ્રવ્ય, ગુણ ને પર્યાય એનાથી ભગવાન દ્રવ્ય, ગુણ ને અનુભૂતિની પર્યાયથી તે ભિન્ન છે. આવું છે. આહાહાહા !
પછી “રસ', રસ, રસ છે એ ગુણ છે પુદ્ગલ દ્રવ્યનો, પુદ્ગલ વસ્તુ છે તેનો રસ એ ગુણ છે, તેની પાંચ પર્યાય છે. કડવો, એ કડવો એ ગુણ નથી એ રસની પર્યાય છે કષાયલો, તુરો, તુરો કહે છે ને, એ રસગુણની પર્યાય છે. પુદ્ગલદ્રવ્ય છે એનો રસ ગુણ છે એની આ કષાયલો એ પર્યાય છે. તીખો, તીખો ગુણ નથી, રસ ગુણ છે એની તીખી એ પર્યાય છે. ખાટો, ખાટો એ રસ ગુણની એક પર્યાય છે અને મીઠો આ ગોળ મીઠો, સાકર મીઠી, મેસુબ મીઠો, કેરી મીઠી એ બધી પર્યાય રસ ગુણની પર્યાય છે તે બધોય જીવને નથી, કારણકે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી એ તો પુદ્ગલદ્રવ્યના પરિણામ છે, પુદ્ગલદ્રવ્ય છે, એનો રસ ગુણ છે અને એની એ પર્યાય છે એટલે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એની હારે અભેદ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
આ સમયસાર! મીઠાલાલજી! બાપુ સમયસાર એટલે શું? સાક્ષાત્ ત્રણલોકના નાથ એની દિવ્યધ્વનિનો આ સાર છે. એને સમજવા માટે ઘણી નિવૃત્તિ જોઈએ, ભાઈ કેમકે એ રાગથી પણ નિવૃત્ત સ્વરૂપ છે એ પ્રભુ. આહાહાહા ! એને કહે છે, કે રસની જે પર્યાય છે પાંચ મીઠી, ખાટી, ગળી, લાગે છે ને? એ તો જડની પર્યાય છે, એ જીવ તેને અડતો નથી, ફક્ત જાણવામાં આવે છે, ત્યાં એને એમ લાગે છે કે આ મીઠો આ છે, એ તો જ્ઞાન થાય છે, અને આ ઠીક છે, ત્યાં તો રાગ થાય છે, એ રાગ પણ જીવની પર્યાય નથી. મીઠી જે મીઠું ખ્યાલમાં આવી