________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૬૩ સાકર, ગોળ. જ્ઞાનમાં ખ્યાલમાં આવ્યું કે મીઠું એ મીઠું પોતે જ્ઞાનમાં આવતું નથી, મીઠાશને આ જ્ઞાનની પર્યાય અડતીય નથી, ફક્ત મીઠાશને જાણતાં જ્ઞાન જાણે છે કે આ મીઠાશ છે. એને પછી રાગ થાય છે કે આ બહુ સારુ છે, એ રાગ છે એ રાગ ને મીઠી પર્યાય એનાથી ભગવાન આખો ભિન્ન છે. છે? એ પોતાની અનુભૂતિથી ભિન્ન છે આત્મા અને એનો આનંદરસ, એ સામાન્ય, આત્મા અને આનંદરસ સામાન્ય, એની અનુભૂતિની વિશેષ રસ પર્યાય એનાથી એ પર્યાયો ભિન્ન છે. આવું ભેદજ્ઞાન કરાવ્યું છે. તારું સ્વરૂપ પ્રભુ દ્રવ્યથી ભિન્ન છે પણ દ્રવ્યથી ભિન્ન છે એવું જાણ્યું કોણે જાણનારની પર્યાય અનુભુતિ થઈ એને જાણ્યું કે આ ભિન્ન છે. આહાહાહા!
પ્રવચન નં. ૧૨૭ ગાથા ૫૦ થી પ૫ તા. ૪/૧૧/૭૮ શનિવાર કારતક સુદ-૪
સમયસાર, (ગાથા ૫૦ થી પ૫) ચોથો બોલ છે. ત્રણ બોલ આવી ગયા, ટીકા, ટીકાનો ચોથો બોલ બાકી છે. ચીકણો નહીં? ચીકણા, શું કહે છે. સૂક્ષ્મ અધિકાર છે.
(ગાથા-૫૦ થી પ૫ ટીકાનો બોલ – ૪.) જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધોય જીવને નથી કારણકે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે.)
આ આત્મા છે આત્મા! એ અનંત અનંત ગુણનો પિંડ વસ્તુ છે. અને જે અનંત ગુણ છે એ એની શક્તિ, એનું સત્ત્વ, એના ભાવ છે. અને જ્યારે એનો (આત્માનો) અનુભવ થાય છે, ત્યારે જ આ રાગ – ચીકાશ, સ્પર્શ, વર્ણ, રંગ, ગંધ આદિથી ભગવાન આત્મા ભિન્ન છે. તો
જ્યારે પોતાનો અનુભવ થાય છે, તો પુગલદ્રવ્ય જે છે એનો સ્પર્શ નામનો ગુણ છે – ચોથો બોલ ચાલે છે.
પુદગલ દ્રવ્ય છે, એનો સ્પર્શ નામનો ગુણ છે, એની આઠ (પ્રકારે) પર્યાય થાય છે, એ આત્મામાં નથી. જે ચીકાશ છે – ચીકાશ એ ગુણ નથી, ચીકાશ એ સ્પર્શગુણની પર્યાય છે, પર્યાય નામ અવસ્થા છે. ચીકાશ લૂખાશ એ પણ સ્પર્શગુણની લૂખ્ખી એક પર્યાય છે. ગુણ નથી. ગુણ તો સ્પર્શ છે. અને ઠંડા એ પણ સ્પર્શગુણની પર્યાય છે, ગરમ પણ પર્યાય છે, ભારે એ પણ સ્પર્શગુણની પર્યાય છે, હલકી – કોમળ ને કઠોર એ સ્પર્શ છે એ સર્વેય જીવના નથી. સમજાણું કાંઈ ?
જીવ, એ સ્પર્શને ક્યારે ય અડયો જ નથી. પોતાના દ્રવ્ય - ગુણ ને પર્યાયને આત્મા સ્પર્શે છે – ચૂંબે છે – અડે છે પણ પરદ્રવ્ય કે ગુણ કે પર્યાયને ક્યારે ય અડતો નથી. સમજાણું કાંઈ? એ ત્રીજી ગાથામાં આવી ગયું છે. સમયસાર ત્રીજી (ગાથા) પોતાનો આત્મા પોતાના દ્રવ્ય - ગુણ – પર્યાયને ચૂંબે છે નામ સ્પર્શે છે – અડે છે પણ પરદ્રવ્ય – કર્મને – શરીરને (કોઇ પર વસ્તુને) ચુંબતો નથી – સ્પર્શતો નથી- અડતો નથી. અનંતકાળમાં આત્મા પરદ્રવ્ય – કર્મને – શરીરને ચુંબતો નથી- અડતો નથી- સ્પર્શતો નથી, કેમ કે તે તો પરદ્રવ્ય છે. અને પારદ્રવ્યનો પોતાની પર્યાયમાં અભાવ છે – પર દ્રવ્યના દ્રવ્ય - ગુણ – પર્યાયનો ( આત્મામાં) અભાવ છે. પણ એનો અભાવ છે એમ અનુભવમાં ક્યારે આવે છે? એ કહે છે કે એ ચીકાશાદિ જીવના નથી. કેમ કે એ પુદગલદ્રવ્યના પરિણામમય હોવાથી, જરી સૂક્ષ્મ વાત છે.