________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ પુદ્ગલ જે જડ પુદ્ગલ છે એ દ્રવ્ય છે. અને એમાં સ્પર્શગુણ છે. એ ગુણ છે એમાં ચીકાશ આદિ પર્યાય છે. તો ( એમ ) દ્રવ્ય – ગુણ – ને પર્યાય ત્રણે પુદ્ગલમય છે. આહાહાહા ! એ આત્મામાં છે જ નહીં, પણ આત્મામાં છે નહીં ક્યારે ? એનું (આત્માનું) ભાન થાય છે (ત્યારે ) એ કહે છે. આહાહા ! એ પુદ્ગલદ્રવ્યના હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આ આત્મા જે દ્રવ્ય છે એથી તો એ ભિન્ન છે, પણ ભિન્ન ક્યારે અનુભવમાં આવે છે ? સમજાણું કાંઈ ? સૂક્ષ્મ છે વિષય !
૧૬૪
જેમ સ્પર્શગુણ પુદ્ગલનો છે, પુદ્ગલ દ્રવ્ય છે અને સ્પર્શ તેનો ગુણ છે ચીકાશ આદિ પર્યાય છે ( એમ ) હવે આત્મામાં, આત્મા દ્રવ્ય છે, એના જ્ઞાન આનંદ આદિ ગુણ છે અને એની અનુભૂતિ એ તેની પર્યાય છે. અનુભૂતિ નામ આત્મા આનંદમૂર્તિ પ્રભુ આત્મા છે, એનો સમ્યગ્દર્શનના કાળમાં એનો અનુભવ થાય છે. તો એ આનંદનું વેદન થાય છે, એ અનુભૂતિ કહેવામાં આવે છે. એને સમ્યગ્દર્શન કહો, અનુભૂતિ કહો, સ્વરૂપ આચરણ કહો... આત્મા (શાંત સ્વભાવી ) શાંતિ જે સ્વભાવમાં હતી એ પર્યાયમાં વ્યક્ત થઈ એને અનુભૂતિ કહે છે. ઝીણો વિષય ભાઈ !
આહાહા ! ભગવાન આત્મામાં અહીં છ બોલ લેવા છે. એક પુદ્ગલદ્રવ્ય જડ, એનો સ્પર્શગુણ અને એની ચીકાશ લૂખી આદિ પર્યાય, એ ત્રણેય આત્માથી ભિન્ન છે. ક્યારે? આહાહા ! કે અનંત ગુણનો પિંડ પોતાનો ભગવાન આત્મા, એમાં અનંતગુણ છે, એવી અંતર્દષ્ટ થાય છે ત્યારે જે પર્યાયમાં અનુભૂતિ થાય છે, ત્યારે એને ભિન્ન છે એવું અનુભવમાં આવ્યું. પંડિતજી ? આવી વાત છે, ભગવાન વાત તો એવી ચીજ છે. આહાહાહા ! ભગવાન આત્મા !
( ઓહોહો !) ભગવાન કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત ! પંચપરમેષ્ઠિમાં આચાર્ય ( પદમાં ) એ પંચ૫૨મેષ્ઠિમાં આચાર્ય હતા. અને તેની ટીકા કરવાવાળા અમૃતચંદ્રાચાર્ય તે પણ પંચ૫૨મેષ્ઠિમાં આચાર્ય હતા. જેમને સંત કહેવામાં આવે છે, સંત એને કહીએ કે જેમને પ્રચૂર સ્વસંવેદન આનંદની મહોરછાપ હોય અંદ૨માં... પાંચમી ગાથામાં આવ્યું છે. કુંદકુંદાચાર્ય કહે છે અમારો વૈભવ શું છે? આ જગતના વૈભવ માને છે પૈસા – ધૂળ ને શ૨ી૨ને એ તો ધૂળ છે એ વૈભવ અમારો નહીં અમારો વૈભવ આત્મા કુંદકુંદાચાર્ય કહે છે. હું ( ચૈતન્ય ) દ્રવ્ય – ગુણ છું – હું અનંતગુણ છું અને એનો આશ્રય કરીને મારી જે અનુભૂતિ - પ્રચૂર સ્વસંવેદન પ્રગટયું. સમ્યગ્દર્શનમાં આનંદનો સ્વાદ આવે પણ થોડો – થોડો, સમ્યગ્દર્શન જે ધર્મની પહેલી સીડી, ધર્મની પહેલ – શરૂઆત, પહેલી કહે છે ને ! પહેલી શરૂઆતમાં ધર્મની ( જે ) દશા પ્રગટ જ્યારે થાય છે ત્યારે તો પહેલાં અતીન્દ્રિય આનંદનું વેદન પર્યાયમાં અનુભવમાં જે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એ સ્વાદ પર્યાય છે. આનંદ એ ગુણ છે અને દ્રવ્ય જે આનંદાદિ ધ૨ના૨ો દ્રવ્ય છે. સમજાણું ?
તો.... આત્મા દ્રવ્ય છે, વસ્તુ આ પૈસા (રૂપિયા ) દ્રવ્ય એ નહીં, હોં ! ‘દ્રવતિ ઈતિ દ્રવ્યમ્ ’ – જે દ્રવે છે – જે વસ્તુ કાયમ રહીને પર્યાયથી દ્રવે છે પરિણમે છે. એ દ્રવ્યઆત્મા જેણે દૃષ્ટિમાં લીધું તો દ્રવ્યમાં જે આનંદ જે ગુણ છે એ પર્યાયમાં – અનુભૂતિ તરીકે આનંદનો અનુભવ થયો, તો એ દ્રવ્ય – ગુણ ને પર્યાય ત્રણેય આત્માના છે. વચ્ચે જે રાગાદિ દયા-દાન