SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ત્યાં, “જ્ઞાનાનંદ સ્વભાવી” (પદમાં) નિરાળો છે અને પછી અખંડ પૂર્ણ, એક છે એમ કહે છે. ભાઈએ સારુ કર્યું હુકમચંદજીએ, એ આની (આ ગાથાઓની) શૈલી લીધી છે. રંગ, ગંઘ, (આદિથી) માંડીને ગુણસ્થાનપર્યત એટલે ૨૯ બોલ, ૫૦ થી ૫૫ ગાથા. એ સમસ્ત બધાય “એકસ્ય પુદ્ગલસ્ય હિ નિર્માણમ”- આવ્યું દેખો! એક પુદ્ગલની રચના જાણો- એક પુદગલની જ રચના, આત્માની કાંઈ રચના નહીં કહે છે, કેટલું ચોખ્ખું કરી નાખ્યું છે. એ ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ એ (બધુંય) એક પુદ્ગલની રચના જાણો! આહાહાહા ! આવી વાત છે. આખો જુદો જ્ઞાયક અભેદ! આહાહા ! એક પુલસ્ય હીં, “હા” પાછો-પાછો, શબ્દ તો એ છે એક પુદ્ગલની રચના જાણો, પણ આ પાઠમાં તો (કહે છે) “એકસ્ય પુલસ્ય હી” – આમ “હી” પર જોર છે. એક પુદ્ગલની રચના એટલું આવ્યું પણ આમાં તો કહે છે કે એક પુલની “જ' નિર્માણ–રચના (છે) – નિશ્ચય, આ પુદ્ગલની ‘જ' –એકાંત, કથંચિત્ પુગલની ને કથંચિત્ જીવની (રચના એમ નહીં) શું શૈલી ! “એકસ્ય પુદ્ગલસ્ય” પાછું એમ, “એકસ્ય પુલસ્ય હી નિર્માણમ્”- રચના ગુણસ્થાન, માર્ગણાસ્થાનની એક જ-પુગલ જ એની રચના છે. આહાહા ! આમ ગાથામાં (કળશમાં) જોઈએ તો સાધારણ લાગે પણ કળશમાં કેટલું (રહસ્ય) ભર્યું છે, અંદર. ઓહોહો ! છે? ( શ્રોતા:- આમાં સ્યાદ્વાદને દોષ નહીં લાગે?) સ્યાદ્વાદ! અહીં સ્યાદ્વાદ, કહ્યું ને! નિશ્ચયથી આ, ને પર્યાયમાં છે એટલે વ્યવહાર કહ્યો! (એ તો બધુંય વ્યવહારનું) એ સ્યાદવા પણ આ નિશ્ચય જેને થયો ( પ્રગટયો) એને પર્યાયનું જ્ઞાન સાચું થાય છે. (આ) સમ્યક એકાંત ! આહાહા ! સમ્યક અનેકાંત પણ સમ્યક એકાંત સિવાય, (નિજ પદની પ્રાપ્તિ સિવાય) અભેદ સમ્યક એકાંત જ છે – એ સમ્યક્રએકાંત છે, એનું (દ્રવ્યનું) જ્ઞાન થવાથી પર્યાયમાં રાગાદિ છે. એનું જ્ઞાન થઈ જાય છે. અનેકાંતિક રીતે સમ્યક એકાંતનું જ્ઞાન થયું તો એમાં અનેકાંતનું જ્ઞાન થઈ ગયું. આહાહા ! પણ પહેલા આ સમ્યકએકાંતનું જ્ઞાન નથી એને પર્યાયમાં રાગ છે. આ પર્યાય મારી એવું જ્ઞાન ક્યાં છે? વ્યવહાર જ્ઞાન એને કયાંથી આવ્યું? એ સમસ્તનું રંગથી માંડીને ગંધ, રસ, સ્પર્શ, અધ્યવસાય, સંવનન, સંસ્થાન, શુભપરિણામ, ગુણ (સ્થાન), સંકલેશ પરિણામ એ બધા જીવના નિવૃત્તિસ્થાન, લબ્ધિ (સ્થાન ) આદિ એ પુદ્ગલ -એક જ પુદ્ગલની રચના જાણો. આ નિશ્ચયનયનો સિદ્ધાંત છે- પરમ શુદ્ધનય! એક પુગલની રચના જાણો. એટલા માટે આ ભાવ પુદ્ગલ જ- અવસ્તુ, પુદ્ગલ એ પુદ્ગલ જ હો, એ વસ્તુ પુદ્ગલ, પુગલ જ હો! આહાહા! સમજાણું કાંઈ ? કેટલું સ્પષ્ટ ! આચાર્ય પાછા હોં અમૃતચંદ્રાચાર્ય ટીકા પોતે કરી ને પાછા ટીકા ઉપર કળશ રચ્યા ! | નિયમસારમાં તો ક્ષાયિકભાવ ક્ષયોપશમ આદિને પરદ્રવ્ય કહી દીધા છે. ત્રિકાળી જ્ઞાયકભાવમાં એ(ભાવો) નથી. એ અપેક્ષાએ જીવમાં છે નહીં. ક્ષાયિકભાવ જીવમાં છે નહીં. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, માર્ગણાસ્થાનની તો વાત ક્યાં? આને ત્યાં ( ક્ષાયિકભાવને ) પદ્રવ્ય કહ્યા છે, એમ મારું કહેવું છે. (આચાર્યદેવ કહે છે) એ લક્ષણ જીવમાં છે નહીં એ તો
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy