________________
શ્લોક ૩૯
૨૮૧ ઠીક, પણ ક્ષાયિકભાવ ને ક્ષયોપશમભાવને ઉપશમને પરદ્રવ્ય કહ્યા, સ્વદ્રવ્ય ભગવાન અખંડાનંદ અભેદને (શ્રોતા:- કુંદકુંદાચાર્યદેવની વાતમાં અમૃતચંદ્રાચાર્યદેવ તથા પદમપ્રભમલધારીદેવે પુષ્ટિ કરી છે.) બધાયે એક જ કહ્યું છે ને ! પદ્મનંદીએ કહ્યું છે એ નિશ્ચય ને વ્યવહાર નાખ્યો.
નો પસ્સાનું ગપ્પાને વર્લ્ડપ્પા' – એમ નાખ્યું (- કહ્યું છે) (ઓહો!) આચાર્યો – દિગમ્બર (આચાર્યો) ગમે તે આચાર્ય, એણે તો એક જ સિદ્ધાંત જે સિદ્ધ કર્યો છે એ બધાએ કર્યો છે. ક્યાંક વ્યવહારથી ભલે વાત કરી હોય પણ (એ તો) વ્યવહારથી જાણવા માટે કરી હોય, આશ્રય કરવા માટે એમ નહીં, ત્યાં પદ્મનંદીમાં તો વ્યવહારને પૂજ્ય કહ્યો છે, વ્યવહારથી વ્યવહાર પૂજ્ય, કારણ કે દેવ-ગુરુ- શાસ્ત્ર ભગવાન સાક્ષાત્ છે એ પૂજ્ય વ્યવહારથી ન હોય તો પૂજ્યપણું રહેતું નથી. ભગવાન વ્યવહારથી વ્યવહાર પૂજ્ય છે, નિશ્ચયથી નહીં. આહાહા!
આહા ! તો કેવો છે આત્મા? (કહે છે કે, માટે આ ભાવો પુદ્ગલ જ હો, આત્મા ન હો; કારણ કે આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે તેથી આ વર્ણાદિકભાવોથી અન્ય જ છે.... આત્મા વિજ્ઞાનઘન ! ભગવાન તો વિજ્ઞાનઘન છે, દેખો ! અભેદ લીધો એકલો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પૂંજ છે. એકલો જ્ઞાનનો પૂંજ છે. આહા ! જ્ઞાનનો પુંજ છે. એને આત્મા કહે છે. તો ભેદેય નીકળી ગયા ને! રંગ, રાગ તો નીકળી ગયા પણ ભેદય નીકળી ગયા, સઃ વિજ્ઞાનઘન-સ: એટલે તે, આત્મા તો વિજ્ઞાનઘન છે. મહા આત્મા – મહાત્મા! ત્યારે તે આત્મા કોણ છે? બધા, આત્મા આ (એમ) નહીં. ભેદ, રંગ, રાગ આદિ છે તો એ આત્મા છે શું? સ વિજ્ઞાનઘન- એ તો વિજ્ઞાનઘન છે. ન આત્મા પુદ્ગલદ્રવ્ય-અવસ્તુ ન આત્મા, બધા ભેદ આવી ગયા.
તો આત્મા વિજ્ઞાનઘન, પ્રભુ ભગવાન આત્મા તો વિજ્ઞાનઘન છે ને ! રાગ તો નહીં, રંગ તો નહીં, પણ ભેદેય નહીં, એ તો વિજ્ઞાનઘન છે ને ! (અભેદને) અહીં તો આત્મા કહે છે. આહાહા! સમજાણું કાંઈ? જે દૃષ્ટિનો વિષય વિજ્ઞાનઘન છે તેને આત્મા કહે છે.
એટલા માટે અન્ય, વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. છે ને? સદવિજ્ઞાનઘન તત્ અન્ય:તેનાથી બીજું બીજી ચીજો બધી અન્ય (જુદી) છે.
વર્ણાદિક ભાવોથી અન્ય જ છે, ભેદ આદિથી અન્ય જ છે, રાગથી અન્ય જ છે. વર્ણાદિકભાવોથી અન્ય જ છે, એ અન્ય જ છે પાછું. સમજાણું?
“પરમાત્મ પ્રકાશમાં કહે છે- “ધર્મીજીવ સૂક્ષ્મ વાત કરે, એ પાગલને પાગલ જેવું લાગે.એવો પાઠ છે. પાગલ જીવોને પાગલ જેવું લાગે ! આ તે શું કહે છે આ? સમજાય છે કાંઈ ? “પરમાત્મ પ્રકાશ'માં છે કે, જ્યારે (ધર્મીજીવ) સૂક્ષ્મ વાત કરે અને સત્ય (વાત) કરે ત્યારે સાંભળનારને પાગલાઈ છે (એટલે) એને પાગલપણું લાગે. “માળા આ શું પાગલ જેવી વાતું કરે છે!?' સમજાય છે? (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૦૯)