________________
ગાથા – ૪૯
૧૦૯ સર્વદર્શી, સર્વજ્ઞ વિગેરે અનંત – અનંત જેનું સામર્થ્ય છે એવા અનંતશક્તિ સંપન્ન પ્રભુ તે જીવ છે. અત્યારે આટલી વાત કરી. આહાહાહા ! સમજાય છે કાંઈ?
જીવ છે એટલે જીવ કહો કે આત્મા કહો બીજામાં એમ છે કે આત્મા તો નિર્લેપ છે. પણ જીવને અંતરકર્મ સહિત દોષ છે. એમ બે જુદા પાડે છે. એમ નથી. આ તો પોતાના જીવતર શક્તિ કાઢી છે ને ભાઈ પહેલી, પહેલાં જીવતર શક્તિ કાઢી ને પહેલી ! કેમ કે “જીવો ચરિત્ર – દર્શન - જ્ઞાન ઠિયો” ત્યાંથી ઉપાડ્યું. બીજી ગાથામાં કહ્યું છે! શું શૈલી પ્રભુની! એ તારી શૈલી શું? જીવો બીજી ગાથા “ચરિત્ર દંસણ જ્ઞાન ઠિયો” એમાંથી જીવતર શક્તિ કાઢી છે. પહેલી ! ભગવાન આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત, આનંદ ને અનંતી સત્તા એનાથી જેનું જીવન છે પ્રભુનું, એવી જીવતર શક્તિ એવી ચિતિ શક્તિ જુઓ એ બધામાં જ્ઞાન તો બધામાં આવશે. જીવતરમાંય જ્ઞાન આવ્યું – દર્શન આનંદમાં ચિતિમાંય જ્ઞાનને દર્શન બેય આવ્યા. પ્રભુ તું તો ચિતિ શક્તિ સંપન્ન છો ને પ્રભુ! જીવ છે એ ચિતિ, દર્શન, જ્ઞાનનો પિંડ પ્રભુ તે ચિતિ શક્તિ છે. પછી એના ભેદ પાડયા. દર્શન શક્તિ પછી જ્ઞાન શક્તિ. જુઓ પાછું આવ્યું જીવતરમાં દર્શનજ્ઞાન આવ્યું'તું, ચિતિમાં દર્શન- જ્ઞાન આવ્યું'તું. પછી દર્શન અને જ્ઞાન ભિન્ન પાડ્યા. આહાહાહા !
પાછી વીર્યશક્તિ, પ્રભુત્વશક્તિ, પણ એ પ્રભુત્વશક્તિ પણ જીવ છે એવા જે અનંતગુણો છે તેમાં એકેક શક્તિનું રૂપ છે, એવો જીવ છે. આ પહેલી જીવ છે એની વ્યાખ્યા ચાલે છે. પછી તો નથી એમાં એટલે “નાસ્તિ” એમ કહે છે. ભગવાન આત્મા અનંત, અનંત જ્ઞાન, દર્શન સહિત ચિતિ દેશિ જ્ઞાન સહિત, પ્રભુત્વ વિભુત્વ સહિત અને એ પ્રભુત્વશક્તિ પણ અનંત શક્તિમાં એનું રૂપ છે, અને દરેક શક્તિ પ્રભુત્વશક્તિ સ્વરૂપ છે. એવી વિભુત્વશક્તિ સર્વદર્શીશક્તિ એમાં પાછું દર્શન આવ્યું. સર્વજ્ઞશક્તિમાં જ્ઞાન આવ્યું, સ્વચ્છત્વશક્તિમાંય જ્ઞાન આવ્યું. પ્રકાશશક્તિમાં પાછું સ્વ-સંવેદન જ્ઞાન, એવા અનંત અનંત ગુણો અસંકુચિત, અકાર્યકારણશક્તિ અનંત, પરિણમન પરિણામ્યશક્તિ અનંત, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ અનંત, અગુરુલઘુ ગુણશક્તિ અનંત, ઉત્પાદવ્યયધુવશક્તિ અનંત એકેક શક્તિમાં અનંતનું રૂપ માટે અનંત એમ કીધું. આહાહા !
એમ અગુરુલઘુશક્તિ અનંત, ઉત્પાદવ્યયશક્તિ અનંત, અસ્તિત્વ પરિણામની શક્તિ અનંત, એમાં એકેકમાં અનંતનું રૂપ, ઓહો ! એવો જીવ છે કહે છે અહિંયા તો. અમૂર્ત શક્તિ અનંત, અકર્તુત્વશક્તિ અનંત, અભોકતૃત્વશક્તિ અનંત એકેક શક્તિમાં પાછું દરેકમાં અકર્તુત્વપણું અભોકતૃત્વપણું દરેક ગુણના રૂપમાં છે. આહાહાહા !
ભગવાન તો અનંતગુણનો સાગર અનંતા અનંતા ગુણો પણ એ અનંતા અનંતા જેનો અંત નહિ એટલા ગુણો, પણ એ અનંતા ગુણનું એકેક ગુણમાં એનું રૂપ બધું પાછું. અનંતા, અનંતા, અનંતા, અનંતા ગુણ છે. એટલા અનંતાઅનંત જેનો અંત નહિ પાછા એના એટલા ગુણોનું એકેક ગુણમાં એનું રૂપ. ઓહોહો ! એક ગુણ એમાં નહિ, એક ગુણમાં બીજો ગુણ નહિ પણ ગુણનું સ્વરૂપ અંદર છે. જેમ કે કર્તુત્વ ગુણ છે પણ અંદર કર્તુત્વ ગુણ નહિં. પણ કર્તુત્વ નામનું એમાં રૂપ છે! એકેક જ્ઞાન, એકેક દર્શન એકેક આનંદ એવા અનંતા અનંતા ગુણો એમાં એકેક ગુણમાં અનંતા અનંતનું રૂપ. એવો જીવ છે.