________________
૧૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ તેથી (જીવ ) ચેતનાગુણવાળો છે. કેવો છે ચેતનાગુણ ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો (જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો ) નાશ ક૨ના૨ છે, જેણે પોતાનું સર્વસ્વ ભેદશાની જીવોને સોંપી દીધું છે. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃતિ વડે ઠરી ગયો હોય તેમ ( અર્થાત્ અત્યંત સ્વરૂપ-સૌખ્ય વડે તૃ તૃસ હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુધમી હોય તેમ) સર્વ કાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે ( અસાધારણ ) સ્વભાવભૂત છે.
-આવો ચૈતન્યરૂપ ૫૨માર્થસ્વરૂપ જીવ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક, ટંકોત્કીર્ણ, ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે.
પ્રવચન નં. ૧૨૨ ગાથા
-
૪૯ તા. ૩૦/૧૦/૭૮ સોમવાર આસો વદ-૧૪
સમયસાર ગાથા ૪૯. ગાથા તો ચાલી ગઇ છે.
ટીકા :- જે આ જીવ છે, જ્ઞાનાનંદ, સહજાત્મ સ્વરૂપ એ છે તે, ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી, એ પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી, ભગવાન આત્મા ! ( શ્રોતાઃ- ખરેખર એટલે શું ? ) ખરેખર એટલે યથાર્થ. નિમિત્તપણે સંબંધ છે વ્યવહાર તરીકે સંબંધ છે ૫૨માર્થે એ છે નહિં એમ કહેવું છે. સર્વે સંબંધો નિષિદ્ધ ૨૦૦ કળશમાં (છે) આમ તો આવી ગયું ને કાલે વ્યવહા૨થી જીવને ( અને ) શરીરને નિમિત્ત –નિમિત્ત સંબંધ છે. કર્મને અને જીવને પણ નિમિત્ત –નિમિત્ત સંબંધ છે એ વ્યવહા૨ છે. એ જાણવું જ્ઞાન ક૨વા લાયક છે. પણ આદરવા લાયક એ નથી. આદ૨વા લાયક તો આ ભગવાન આત્મા, જીવ છે. પહેલું તો અસ્તિ સિદ્ધ કરી.
ભગવાન આત્મા, શાયક સ્વરૂપ ! એ તો ભગવાનની સ્તુતિ કરી છે જ્યારે ઇન્દ્રોએ ત્યારે તો એક હજા૨ને આઠ નામથી એને પોકાર્યા છે. એક હજા૨ને આઠ! એ કહીને પણ એમ કહ્યું કે આ તો સામાન્ય વાત છે. બાકી આપ તો અનંતગુણથી (શોભાયમાન છો. ) આ તો જીવ છે આવો. એક હજા૨ને આઠ નામના લક્ષણ આપ્યા છે. આદિ પુરાણમાં આદિ પુરાણ કાઢયું'તું, બીજામાં છે પણ ત્રણેય જાદું છે. એક હજારને આઠ નામ જિનસેનાચાર્યના છે. એક હજારને આઠ નામ આશાધરના છે. એક હજારને આઠ નામ હેમચંદ્રાચાર્યના છે. ઘણું કરીને ત્રણ છે કે પાંચ છે. બીજા એક બે હોય તો ખબર નથી. બનારસીદાસના થોડા નામ છે આમાં, નામ એવા છે. એક પુસ્તક છે જુદું પણ એ તો ભાઈને હિંમતભાઈને કહ્યું'તું પણ હાથ આવ્યું નહીં. આહાહાહા ! એક હજા૨ને આઠ નામ પ્રભુ આપના, આત્મા જ્ઞાન સંપન્ન છે, દર્શન સંપન્ન છે. આનંદ સંપન્ન છે, જીવતર શક્તિ સંપન્ન છે. ચિતિ – દેશિ જ્ઞાન ૪૭ શક્તિ, એવો ભગવાન આત્મા અનંત, અનંત, અનંત, અનંત એવા ગુણોનો સંપન્ન છે. એમાં એકેક ગુણથી કહે તો અનંતા અનંતા અનંતા ગુણ થાય છે. એવો આ જીવ છે. એમ અત્યારે પહેલાં સિદ્ધ કરીએ છીએ. આહાહા !
ભગવાન આત્મા અનંત – અનંત જીવતરશક્તિ સંપન્ન, અનંત – અનંત ચિતિશક્તિ સંપન્ન, અનંત – અનંત, દૈશિશક્તિ, જ્ઞાનશક્તિ, સુખશક્તિ, વીર્યશક્તિ, પ્રભુશક્તિ, વિભુત્વશક્તિ,