________________
૧૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩
( શ્રોતાઃ– એવું તો છ યે માં છે દ્રવ્ય ) એવો છે ! માટે એમ કહે છે ! એવો છે, હવે ૫૨થી નથી એ સ્વથી છે આવા ગુણોથી, અરે અહીં તો દૃષ્ટિનો વિષય જે જીવ છે એને પહેલો વર્ણવ્યો. જીવ છે એમાં મોટી વ્યાખ્યા ઘણી છે. આ થોડી– થોડી લીધી. બાકી તો જીવ છે. ( શ્રોતા:“જીવ ” બે અક્ષરમાં અનંત ભર્યું છે ) ‘જગત ’ ત્રણ અક્ષ૨માં એકાકા૨ છે ત્રણેય. ‘જ’ ... ‘ગ’ ‘ત’ ... જગતમાં કેટલું ભર્યું છે! અનંતા નિગોદ, અનંતા સિદ્ધો, અનંતા દ્રવ્યો, અનંતા ગુણો, અનંતી પર્યાય, જગત... ‘જ’ ‘ગ’ જ પછી ઝ કખગ “ગ” ત્રીજો આવે આ જ ઓલામાં પાંચ બોલમાં પહેલો ‘જ’ કખગઘ પછી જ આવેને પહેલો જ અને પછી ત્રીજો ગ પછી ઓલા તથદધન માં પહેલો ત પાંચ પાંચ બોલ છે ને ‘જગત’ ત્રણ અક્ષ૨માં તો ચૌદ બ્રહ્માંડ લોકાલોક જગત શબ્દમાં આવી જાય છે. એમ જીવ છે એમાં ભાઈ અમારે ચંદુભાઈ કહે બે અક્ષર છે. ‘જીવ’ બે અક્ષર છે. “છે” એ એનું વિશેષણ થયું છે. આહાહાહા !
‘જીવ’ ભગવાન પરમાનંદનો નાથ, અનંતા અનંતા ગુણોમાં એકેક ગુણમાં અનંતાઅનંતા ગુણોનું રૂપ, વિશેષ વર્ણવ્યું છે એમાં “અધ્યાત્મ પંચ સંગ્રહ” છે ને ! એમાં પાછળથી બહુ વર્ણવ્યું છે ભાઈએ, આપણને તો બહુ પકડાય નહીં એટલું વર્ણવ્યું છે ભાઈએ દિપચંદજીએ ગુણ ને એનું રૂપને એમાં તત્ત્વ અને વિશેષ એના પ્રકાર પાડી પાડી પાડીને એના એકેક ગુણમાં અનંતી અનંતી શક્તિનું વર્ણન કર્યું છે. એકેક ગુણમાં હો ! પુસ્તક નથી અહીં. અધ્યાત્મ પંચસંગ્રહ છે. દિપચંદજીનું કરેલું. પણ એણે તો ગજબ કામ કર્યાં છે માળાએ અને શક્તિના વર્ણનનો વિસ્તાર એણે જેવો કર્યો છે એવો બીજે ક્યાંય નથી. એટલી – એટલી શક્તિનું વર્ણન એણે પંચસંગ્રહમાં કર્યું છે. આહીં તો વર્ણવવું છે જીવ-જીવ-જીવ છે. એ અનંતા- અનંતા ગુણોનું સ્વરૂપ પ્રભુ એવો જીવ છે પ્રભુ ! તે છે તે ! ભગવાન તારા ઘરની વાતું આ છે. ખરેખર, નિમિત્તથી સંબંધ હોય એ કાંઈ ખરી વાસ્તવિક વસ્તુ નથી. ખરેખર, પુદ્ગલ દ્રવ્યથી એટલે જડ દ્રવ્યથી રજકણો જે પુદ્ગલના છે અનંતા. એનાથી એ અન્ય હોવાથી દ્રવ્યથી અન્ય હોવાથી – પહેલો શબ્દ એ છે. પછી બીજો આવશે ગુણથી અન્ય હોવાથી. આહાહા!
જીવ દ્રવ્ય જે છે તે પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી એમાં રસગુણ વિધમાન નથી કેમ કે પુદ્ગલનો, પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે માટે તેના આત્મામાં રસગુણ નથી. વર્ણ, ગંધ, સ્પર્શ ન લેતા, પહેલું આ કેમ ઉપાડયું? ભગવાન અતીન્દ્રિય આનંદનો ૨સ પ્રભુ છે. ભાઈ આ જયસેનાચાર્યની ટીકા છે ને...
નિજ નિર્વિકલ્પ સમાધિ સંજાત ઉત્પન્ન સ્વાનુભૂતિ – એવી જે સ્વાનુભૂતિ ગિરિગુફા એ સ્વાનુભૂતિરૂપ ગિરિગુફામાં પ્રવેશ કરીને, આ ગિરિગુફામાં એ બહારની વાત છે. સમજાણું કાંઈ ? છે અહીંયાં, પુસ્તક નથી ? સમયસાર નથી, જુઓ, ૪૯ ગાથા જુઓ, અહીં તો ઘણીવાર આવી ગઈ છે વાત અહીં છે. ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ ઉપાદેય તરીકે દૃષ્ટિમાં લઇને “મત્વા” એમ જાણીને, નિર્વિકલ્પ, વિકલ્પ વિનાનો પ્રભુ, નિર્મોહ, મોહ રહિત પ્રભુ, નિરંજન – જેનું અંજન કોઇ નંથી, મેલ આવરણ નથી, નિજ શુદ્ધાત્મ નિજ શુદ્ધાત્મા, પોતાનો જે શુદ્ધ આત્મા ત્રિકાળી એની સમાધિ સંજાત, એને આશ્રયથી સમાધિ નામ આનંદની ઉત્પત્તિ થઈ, ‘સમાધિ’ આવે છે ને લોગસ્સમાં આવે છે. ‘સમાધિવર મુત્તમંદન્તુ' લોગસ્સમાં આવે છે પણ