________________
ગાથા ૪૯
૧૧૧
એના અર્થની કયાં ખબર છે હાંકે જ રાખે ગાડા. અહીં તો નિર્વિકલ્પ સમાધિ શાંતિ, જે આનંદ, અતીન્દ્રિય સમાધિ આનંદ એનાથી સંજાત સુખામૃત એનાથી ઉત્પન્ન થયેલો સુખરૂપી અમૃત – એની જે રસાનુભૂતિ – અનુભૂતિનો રસનો અનુભવ ‘એવે લક્ષણે ગિરિગૃહા ગુહરે' – આવા લક્ષણવાળી ગિરિગુફામાં પ્રવેશ કરીને પથ્થરની ગિરિગુફામાં નહિ. આહાહાહા !
એવી ઝીણી વાતું છે બાપુ ! સ્વાનુભૂતિ, સુખામૃત રસાનુભૂતિ લક્ષણ, આનંદનો નાથ એની અનુભૂતિરૂપી રસાયણ, અરસ એમાં પેસીને ગીરીગુફામાં પ્રવેશ્યા. આહાહાહા ! ‘સર્વતાત્પર્યમ ધાતુર્ય' સર્વ તાત્પર્યનું તાત્પર્ય તેને ધ્યાન કરવું તેને ધ્યાવવો. ગિરિગુફા આવે છે. સમજાણું કાંઈ ? આહાહાહા !
એવો જે જીવ ભગવાન છે એ પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી માટે પ્રભુ અ૨સ છે. અનુભૂતિના રસની અપેક્ષાએ આ રસ વિનાનો છે એમ કીધું. આમાં આવ્યું'ને અનુભૂતિ. ( શ્રોતાઃ– છ દ્રવ્યમાંથી એકલું પુદ્ગલદ્રવ્યની સાથે જ કેમ કહ્યું ? ) એ પછી બીજા નાખી દેશે. એ મૂળ તો એની સાથે વાંધા છે ને, દેખાય છે અને એની સાથે આખો સંબંધ છે. ઓલા દેખાતા નથી ધર્મ – અધર્મ આકાશ –કાળ. જુઓને ખીમચંદભાઈ બચારા અસાધ્યમાં પડયા છે. બાહ્ય અસાધ્ય હોં, ઓલી અસાધ્ય એ તો વળી જુદી ચીજ એમને એમ પડયું છે. ભગવાન ! પુદ્ગલ દ્રવ્યને એને વધારે સંબંધ તો એ છે ને ? આ શરી૨ હું છું, વાણી હું છું, મન હું છું, મન, વચન ને કાયા, કૃત કારિત અનુમોદનાથી ભગવાન તો રહિત છે. ભાવનામાં આવે છે છેલ્લે બંધ અધિકા૨ અને સર્વ વિશુદ્ધમાં. તાત્પર્ય આવે છે આખો મોટો અધિકાર છે ! છે ઘણીવાર કહેવાઇ ગયું છે.
-
હું તો પુદ્ગલ દ્રવ્યથી અન્ય દ્રવ્ય હોવાથી તેના રસગુણ મારામાં નથી. મારો તો આત્મા આનંદ૨સ છે. એમ કહે છે, હું તો અતીન્દ્રિય આનંદ રસમય જીવ છું. આ જે પુદ્ગલનો રસગુણ છે તે મારામાં નથી એક વાત. આ રસ કેમ પહેલો લીધો એ આવ્યું. અનુભૂતિના આનંદના ૨સથી આ ૨સ નથી એમાં, આવું છે! આહાહા !
... ... રે ! દેહ છૂટવા ટાણે એને દેહ અને પોતાનું એકત્વ માન્યું હશે, એ ઓલા છોકરાઓ લીમડાને છોડીયું રમે છે ત્યાં લીમડાને અડીને એ વનસ્પતિ છે એને દુઃખ થાય હાથ અડે તો મરી જાય અસંખ્ય જીવો, લીમડાને જો છોડીયું અડીને ફરે છે ફેરા મારે છે. એને ખબર નથી. અહીં સાંભળવા આવ્યા ને વનસ્પતિને, ૨મે છે ચારેકોર મોટી છોડીયું જુઓ ફેરા ફરે છે. ગાંડપણ તે કાંઇ, હવે આવ્યા છે સોનગઢ ! લીમડાને એક હાથ અડાડતા અસંખ્ય જીવ મરી જાય છે. તરત જ પાંદડાને અડતા અસંખ્ય જીવ મરી જાય. એ અડતા નથી ખરેખર, પણ તે વખતે એને જીવને છુટવાનો પ્રસંગ હોય ને ત્યારે ઓલું નિમિત્ત આવું હોય.
બીજો બોલઃ- આ ૨સ કેમ લીધો એનો અર્થ કર્યો. ભગવાન આત્માનો અતીન્દ્રિય આત્માનો અનુભૂતિ ૨સ છે, એને જીવ કહીએ. એમ આ પુદ્ગલનો પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી પુગદ્રવ્યનો રસગુણ એમાં નથી. આત્માના આનંદનો રસ એમાં છે. આકરી વાતું ભાઈ ! આહાહાહા!
બીજો પુદ્ગલદ્રવ્યના ગુણોથી લીધું. ઓલું દ્રવ્યથી લીધું હતું. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ