________________
૧૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભિન્ન, પણ છે ને પણ પાછું. પણ પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી રસગુણ નથી. અને પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ, એકેક અક્ષર તે ભિન્ન હોવાથી પોતે પણ, પોતે પણ એમ છે ને ? રસગુણ નથી. પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભગવાન આત્મા ભિન્ન હોવાથી ભગવાન પોતે પણ રસગુણ નથી. એમાં છે ? પોતે પણ ૨સગુણ નથી માટે અ૨સ છે. આહાહાહા !
ત્રીજો બોલઃ– ૫૨માર્થે પુદ્ગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિં હોવાથી, આ દ્રવ્યેન્દ્રિયો છે ને આ જડ શરી૨ પરિણામને પ્રાપ્ત, શરીર પરિણામને પ્રાસ, ચક્ષુ, નાક–ગંધ રસ, સ્પર્શ એ પુદ્ગલદ્રવ્યના દ્રવ્યનું ‘સ્વામીપણું પણ તેને નથી. એ જડેન્દ્રિયનો ધણી આત્મા નથી. તેથી દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી. આ જડ છે માટી આ જીભ દ્રવ્યેન્દ્રિય આ, એનું કાંઈ જીભેન્દ્રિયનો સ્વામી કંઈ જીવ નથી કે જીભને હલાવે ને રસને ચાખે. ગાથા બહુ સારી આવી ગઇ છે. આહાહાહા !
ખરેખર ૫હેલું તો આમાં ખરેખર કહ્યું'તું આમાં ૫૨માર્થે કહ્યું પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ એમ. આ જડેન્દ્રિયનો એ ધણી નથી. આ જીભેન્દ્રિયનો એ આત્મા ધણી નથી. એનો એ સ્વામી નથી. ( શ્રોતાઃ– પૈસાનો ધણી છે ) પૈસાનો ધણી એ કે દી’ ( હતો ) મૂરખ હોય એ માને પૈસા મારા એ મૂરખ હોય એ માને એ નિર્જરા અધિકારમાં આવ્યું છે ને ભાઈ. જો આ છે એને મારા માનું તો હું અજીવ થઈ જઉં. નિર્જરા અધિકા૨ છે ને. જો હું આ શ૨ી૨, વાણી, મન, પૈસા, સ્ત્રીના શ૨ી૨ આદિ મારા માનું તો તો હું જડ થઈ જઉં. આવું આકરું કામ છે – આહીં તો જ્યાં હોય ત્યાં મેં કર્યુ. મેં કર્યુ. મે કર્યુ અને હું કરું છું. એ સ્વામી થઈને અભિમાન મિથ્યાત્વના સેવે છે. આહાહા!
ખરેખર આ દ્રવ્યેન્દ્રિય જે આ જીભ એના આલંબન વડે, એના આલંબનના આશ્રયે પણ રસ ચાખતો નથી. ભગવાન આ જીભેન્દ્રિયના આલંબનથી રસને ચાખતો નથી. કેમકે જીભેન્દ્રિય એ જડનો એ કંઈ સ્વામી નથી, એ કંઈ ઘણી નથી. હવે એક જણો કહે કે આ સમયસાર હું પંદર દિવસમાં વાંચી ગયો – બહુ સારુ, બહુ સારુ. સારી વાત છે બાપા ! અરે બાપા ભાઈ એ વાતુ કોઈ બીજી છે. જીભનો સ્વામી જીવ નથી, આ જડ છે. તેથી આના દ્વારા આ રસને આત્મા ચાખતો નથી. ત્રણ થયાને.
હવે ચોથો બોલ. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે, જીવ જે છે એ જ્ઞાનાનંદ સ્વભાવથી જોવામાં આવે, ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિથી એને જોઇએ ભગવાન આત્માને, કાયમી – ટકતા, શાશ્વત સ્વભાવથી એને જોઇએ તો ક્ષયોપશમ ભાવનો પણ તેને અભાવ છે. માટે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ ભાવેન્દ્રિય છે ને ક્ષયોપશમ, એ ભાવેન્દ્રિયનું આલંબન છે એ પણ જીવનું સ્વરૂપ નથી. આહાહા !
આરે આવી વાતું હવે, દ્રવ્યેન્દ્રિયનો સ્વામી નથી માટે એના સ્વામીપણે રસ ચાખતો નથી. અને ભાવેંન્દ્રિયનું સ્વરૂપ છે એ તેના સ્વભાવમાં નથી. એ તો ૫૨મારિણામિક સહજ સ્વભાવરૂપી અપરિણામી તત્ત્વ.... એવા ભગવાનના સ્વભાવથી જોઇએ તો ભાવેન્દ્રિયના ક્ષયોપશમથી આમ ૨સ જેમ જણાય છે એનાથી રસ જાણતો નથી આત્માભાવેન્દ્રિયથી ૨સ જાણતો નથી. રસેન્દ્રિય તો જડ, માટી, ધૂળ, એનાથી તો રસ ચાખતો નથી. એનો સ્વામી નથી