________________
ગાથા – ૪૯
૧૧૩ માટે, પણ ભાવેન્દ્રિયનો જ્ઞાનનો જે ક્ષયોપશમ છે પર્યાયમાં, એને ભાવેન્દ્રિયથી જે આ રસ છે એમ જાણે છે. એ સ્વભાવની દૃષ્ટિથી જોઇએ તો ભાવેન્દ્રિયથી પણ રસ જાણતો નથી. આવું છે!
વીતરાગનું તત્ત્વ, પરમાત્માનું કહેલું એ કંઈ જુદી જાત છે. ભગવાન આત્માનો ચૈતન્ય સ્વભાવ, પરમપરિણામિક ત્રિકાળી સ્વભાવ, સહજાત્મ સ્વરૂપ એના સ્વભાવથી જોઇએ તો એ રસને જે ભાવેન્દ્રિય જાણે, ખ્યાલમાં આવે છે કે આ ગળ્યો છે આદિ તે ભાવેન્દ્રિય દ્વારા પણ જીવ જાણતો નથી. કેમ કે ક્ષયોપશમ ભાવનો પણ, ઓલ્યાનો તો અભાવ છે પણ ક્ષયોપશમ ભાવનો પણ તેને અભાવ છે. એની પર્યાયમાં જે કંઈ ભાવેન્દ્રિયના-ઉઘાડના અંશથી જે રસ જણાય છે તો ખરેખર તો ભાવેન્દ્રિયનો જે ક્ષયોપશમ ભાવ છે તે (નો) તો સ્વભાવમાં અભાવ છે. એના સ્વભાવમાં એ છે જ નહિ. આહાહાહા !
ક્ષયોપશમ ભાવના અભાવને લીધે ભાવેન્દ્રિયના આલંબન વડે, ઉઘાડમાં ભાવેન્દ્રિયના આલંબનથી પણ રસને ચાખતો નથી, માટે અરસ છે.
પાંચમો સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા કહે છે કે પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં સાધારણ એવું જે આત્માનું જ્ઞાન સર્વ વિષયોના વિશેષો, સર્વ વિષયોના વિશેષો, સર્વ વિષયોના ભેદભાવો, પાંચ ઇન્દ્રિયના, એના હાથમાં સાધારણ એક જ સંવેદન પરિણામ છે. આહાહા ! એક –એક ઇન્દ્રિયને જાણવાનો એમ નહિ. એ તો બધાને એકરૂપ સંવેદન-જાણવાનો પોતાનો સ્વભાવ છે. ઝીણી વાત છે થોડી ભાઈ. આ ગાથા બહુ ઊંચી છે. આ ગાથા બહુ જૂની છે- દરેક ગ્રંથમાં છે – સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, અષ્ટપાહુડ, પંચાસ્તિકાય અને ધવલ બધેય છે. બહુ જૂની ગાથા છે – વીતરાગના, સર્વજ્ઞ પરમેશ્વરના પંથમાં એ ગાથા આજે આવી ગઈ છે.
એ કહે છે – સકળ વિષયોના વિશેષો પાંચેયના એ દરેકમાં એકરૂપ પોતાનું જ્ઞાન એવા એક જ સંવેદન પરિણામરૂપ, તેનો સ્વભાવ હોવાથી કેવળ એક સમસ્ત રસવેદના પરિણામને પામીને કેવળ એક રસના વેદને પામીને રસ ચાખતો નથી. એ તો બધાના જ્ઞાતા – દ્રષ્ટા તરીકે એકરૂપ પરિણામ છે પોતાના. ભારે ઝીણું! અહીં શું કહે છે? પાંચેઇન્દ્રિયના વિશેષો જે પ્રકાર છે તેનો તેના સ્વભાવમાં તો અભાવ છે. એ તો એક જ રૂપે, જાણવું -દેખવું, જાણવા દેખવાના પરિણામને એ તો પોતે કરે છે. સ્વ – સંવેદન કીધું ને? સંવેદન પરિણામ, જાણવું દેખવું એવું વેદન બસ. પાંચેઈન્દ્રિયમાં એકેકમાં ખંડખંડ રૂપે જાણીને પાંચેયને ખંડ-ખંડને જાણે એમ એ નથી. ભગવાન આત્મા, પાંચેઇન્દ્રિયના વિષયોના વિશેષોમાં પણ, એકરૂપે સંવેદન જાણનાર દેખનાર જ્ઞાતા છે તેથી તે જાણે છે. એવો સ્વભાવ તે કેવળ રસવેદના પરિણામને પામીને, રસને જાણીને, રસના વેદને પામીને રસ ચાખતો નથી. અરે... આહાહા!
આંહી તો આ કેમ ઉપાડયું કે માણસ આમ રસ ચાખે છે ને આ રસ જે હોયને એ રસનું જ્ઞાન થાય છે ત્યારે એ જાણે છે કે આ રસથી મને જ્ઞાન થયું. ખાટું છે ને એ ખાટું મને જણાણું, ખાટું જણાયું નથી, ખાટું જણાઈ જાય, ખાટું જણાય તો અહીં એકલો થાય તો તો જ્ઞાન ખાટું થઈ જાય. પણ જ્ઞાન પોતે પોતામાં રહીને ખાટાને ભિન્ન રીતે જાણી અને સંવેદના પરિણામથી એ તો જાણે છે. આવા બધા નિયમો, આ શરતું. સમજાણું કાંઈ ?