________________
૧૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એકલા રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. તેને સમસ્ત શેયનું જ્ઞાન થાય પરંતુ સકળ શેય જ્ઞાયકના તાદાભ્યના, સકળ શેયોને જાણે, શું કીધું ? રસ છે એ જોય છે. તેમ બધા શેયોને ભગવાન જાણે છતાં તે શેય-શાયકનો તાદાભ્ય સંબંધનો નિષેધ હોવાથી, એ પરશેયો છે તેને એ જાણે, છતાં શેયને જ્ઞાયક એકરૂપ થાય છે, એવું ત્રણ કાળમાં નથી. આહાહાહા !
આ સમયસાર ! ભગવાન શાયક સ્વરૂપ અને અનંતા જોયો, એ શેય-શાયકને, જ્ઞાયક શેયને જાણે છતાં શેયમાં તે જ્ઞાનનું અહીં જ્ઞાન કર્યું પણ શેયમાં તન્મય નથી થતો તે જ્ઞાન શેયમાં તન્મય થતું નથી. શેયનું જ્ઞાન કર્યું તેમાં એ તન્મય છે. પણ શેય-શાયકનો વ્યવહાર સંબંધ જે કહ્યો તેથી તે શેયને જાણ્યું માટે શેયરૂપે જ્ઞાન થયું, જાણવાયોગ્ય પદાર્થમાં જ્ઞાન તાદાભ્યરૂપ થયું, તે રૂપે થયું એમ નથી. શેયને જાણતા પણ જ્ઞાન - જ્ઞાનરૂપે રહીને જાણે છે. હવે આવું ક્યાં નવરા આમાં? નવરાશ ન મળે ધંધાના પા૫ આડે આખો દિવસ, એમાં આવું સમજવાનું, ધારવાનું એમાં કઠણ પડે એને ભાઈ મારગ એવો છે બાપુ! ચૌદશની ભારે તિથિ કહેવાય છે લોકમાં હોં. આ રોગના રોગ માટે એવું સાંભળ્યું છે ભાઈ એમ કહે છે ને ! આ રોગાદિ હોયને બહુ એને આ એવું સાંભળ્યું છે. આપણે તો, મરણની પથારીએ પડ્યા હોય એને આ ચૌદશ ભારે કહેવાય એમ કહે છે. આહાહાહા !
અહીં તો જીવતરના જીવનમાં જે આવ્યો છે, એને આ ચૌદશ ભારે છે. કાળી રાત નહિં પણ અંજવાળી રાત છે આ. શું કીધું ઈ?
કે સકળ જોય-શાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી, તે રસ, ગંધ, શરીર, વાણી, મન, ધર્માસ્તિ આદિ અનંત દ્રવ્યો. એ બધાંને શેય તરીકે જ્ઞાયક જાણવા છતાં, તે જ્ઞાયક જ્ઞાયકરૂપે રહે છે. પણ તે જ્ઞાયક શેયને જાણતાં, શેયમાં તાદામ્ય નામ તે રૂપે થતો નથી. મોટાણી ! આ ઝીણું છે. આજે બધું આ ૪૯ મી ગાથા એવી છે ને જરી. આ ઝીણું છે ને ભગવાન સૂક્ષ્મ છે ઈ કહેશે અંદર અવ્યક્તમાં, ટીકાકારે સૂક્ષ્મ લીધો છે. આ તો છ બોલ લેશે પણ જયસેનાચાર્યે તો એ લીધું છે, કે મનનો જે વિકલ્પ છે કામ ક્રોધાદિનો એનાથી અવ્યક્ત નામ સૂક્ષ્મ છે. મનના વિષયથી ને મનથી પણ જણાય એવો નથી પ્રભુ, માટે અવ્યક્ત છે ત્યાં એણે એમ લીધું છે. આ બોલ બહુ સૂક્ષ્મ લેશે. અમૃતચંદ્રાચાર્ય તો ગજબ કરશે ! આહાહાહાહા !
હવે જીવ આવો જેમ છે તેમ પણ હુજી એના જાણવામાં ન આવે અને જાણવામાં આવે તો પણ એ કાંઈ વાસ્તવિક જ્ઞાન નથી. આવું તો પરલક્ષી યથાર્થ જ્ઞાન જ્યારે થાય, તો પણ તે કંઇ સમ્યજ્ઞાન નથી. પણ હજુ આવું પરલક્ષી સત્યાર્થ છે એની હજી ખબરું નથી, એને સ્વલક્ષી જ્ઞાન તો ક્યાંથી થાય પ્રભુ. અને સ્વલક્ષી જ્ઞાન થયા વિના ભવના અંત નથી ક્યાંય. આહાહાહાહા !
સકળ શેયોનું જ્ઞાન થાય છે. લોકાલોકનું જ્ઞાન થાય છે. છતાં તે શેય-શાયકનો એક થવાનો નિષેધ છે માટે પણ રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ, રસ છે તેના જ્ઞાનપણે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે થતો નથી. રસનું અહીં જ્ઞાન કરે એ શેય છે માટે, છતાં તે રસરૂપે થતો નથી. રસના જ્ઞાનરૂપે (જે) પોતાનું જ્ઞાન (છે) તે રૂપે થાય છે. આહાહા ! આવી વાતું છે.