________________
ગાથા ૪૯
૧૧૫
આ તો નિવૃત્તિ લઇને અંત૨માં અભ્યાસ પહેલો કરે ત્યારે બાહ્યલક્ષી જ્ઞાન થાય એ તો હજી બાહ્યલક્ષી એ અંતરનું નહિ. જે ભવના અંતનું જે જ્ઞાન એ તો... આહાહા... આવું જે જાણપણું થાય લક્ષમાં મગજમાં એનાથી પણ પાર પરમાત્મા પોતે જે ભિન્ન છે. એવો શાયકભાવ તેને સ્પર્શીને અથવા તેમાં પોતાપણું માન્યતા થઈને જે જ્ઞાન થાય એ જ્ઞાન ભવના અંતનું કા૨ણ છે. એ તો આ બાહ્ય છે આ રીતે છે એનું સ્વરૂપ આવું છે– આવું છે એવું એના ખ્યાલમાં એ જ્યાં હજી આવે નહિઁ હજી, બાહ્યલક્ષી જ્ઞાનમાં એને અંતર્લક્ષી વાસ્તવિક જ્ઞાન તો ક્યાંથી થાય ? માની લે કે મને થયું છે કંઈક જ્ઞાન ! એ તો એક મગજમાં આવ્યું. અમે ભણતાં હતાં ત્યારે કવિ દલપતરામના ( ગીત ) માં એક શબ્દ હતો. “પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો મુજ રોગ લે હરી” એવું આવતું દલપતરામમાં અમારા વખતમાં ૭૦ (સીત્તેર ) વર્ષ પહેલાંની વાત છે. પોણોસો વ૨સ પહેલાંની વાત છે. કવિ દલપતરામનું ગાયન હતું. ચોપડીમાં આવતું. દલપતરામ પોતે પરીક્ષા લેવા આવતા અમારી વખતે એને તો ઘણાં વર્ષ થયા. પોણોસો વર્ષ થયા.
પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો–મુજરો એટલે વિનંતી, મુજરો મુજ રોગ લે હરી ! કવિ છે ને એતો . આહાહાહા!
હું આનંદનો નાથ પ્રભુ, હું જ્યારે સ્વરૂપમાં અનુભવ કરીને, રાગ અને દ્વેષના અજ્ઞાનને હરીને નાશ કરું ત્યારે હું કરીને આત્મા કહેવાઉં. ત્યા૨ે મા૨ી પ્રભુતા પ્રસરી અને પ્રગટ થઈ ત્યારે કહેવાય. આહાહા !
અહીં કહે છે એ રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં, જ્ઞાનરૂપે પરિણમતાં હો. તો ૨સનું જ્ઞાન નથી, એ તો શાન તો સ્વપ૨પ્રકાશક પોતાનું છે પણ એને સમજાવવું શી રીતે ? રસનું જ્ઞાન કીધું એ રસનું જ્ઞાન નથી, એ જ્ઞાન સ્વપ૨પ્રકાશક પોતાનું સામર્થ્ય છે તેનું છે. પણ લોકોને સમજાવવું શી રીતે ? રસના જ્ઞાનરૂપે પરિણમતા છતાં, શું કીધું એમાં ? કે જે ૨સ છે, એને જાણે છે. માટે રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં એ નિમિત્તથી કથન કર્યું, પણ ખરેખર તો તે સમયનું જ્ઞાન, પોતાને જાણે છે અને પોતાને જાણતા રસને જાણવાનું રસ છે માટે નહિં, પોતે સ્વપ૨પ્રકાશકરૂપે પરિણમતા એ પરિણતિ જાણે છે. એ શું કહ્યું ? એ શું કહ્યું ? કે રસ છે એનું જે અહીં જાણવાનું જ્ઞાન થયું. એ રસને લઈને નહિં. ૨સપણે તો થયો નહિં, પણ રસને લઈને એ જ્ઞાન નહીં. ૨સપણે તો થયો નહીં જ્ઞેયપણે, પણ શેયનું જ્ઞાન થયું એ રસનું જ્ઞાન નહિં. પણ એને સમજાવવું છે તો શી રીતે સમજાવવું ? નવરંગભાઈ ! ( ગાથા ) ઝીણી છે બાપુ ! બહુ પ્રભુ ! કહેતા'તાને ભાઈ અરે આવા ક્યારે ટાણાં આવે બાપા !
કહે છે, કે ૨સને દ્રવ્યેન્દ્રિય દ્વારા તો ચાખે નહિં કેમકે એનો સ્વામી નથી. ભાવેન્દ્રિય દ્વારા ચાખે નહિં, કેમકે તે તેનો સ્વભાવ નથી, પણ ૨સને પોતામાં, પોતામાં રહીને આ ૨સ છે તેનું જ્ઞાન કર્યું એ પણ ૨સને લઈને જ્ઞાન થયું એમ નહિં. રસરૂપે તો જ્ઞાન ન થયું પણ જ્ઞાન રસના જ્ઞાનરૂપે થયું એમેય નહિં. એ શું કહ્યું ? એ જ્ઞાન પોતે પોતાના સ્વપ૨પ્રકાશકના સ્વભાવને લઇને પોતાપણે થયું છે. ભાઈ ! આહાહાહા !
ઈશ્વરભાઈ ! આ ઈશ્વરતાનું વર્ણન ચાલે છે આ બધું. આખો ઈશ્વર પ્રભુ, પ્રભુત્વ ગુણથી ભરેલો એક પ્રભુત્વ ગુણ આવે છે ને ભાઈ એમાં “સ્વતંત્રતાથી શોભિત કયા પોતાના પ્રતાપથી