________________
૧૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ બીજાથી ખંડિત ન થાય એવો” એ પ્રતાપગુણની વ્યાખ્યા છે. જે કોઇથી ખંડિત ન થાય અને સ્વતંત્રતાથી શોભિત એવો પ્રભુત્વ નામનો ગુણ ભગવાનમાં છે. તેવો જ ગુણ દરેક ગુણમાં છે. જ્ઞાનગુણ પણ પોતાના પ્રતાપથી ખંડિત ન થાય અને એને કોઇ ખંડિત કરનાર છે નહિં અને સ્વતંત્રતાથી જ્ઞાનની પર્યાય પોતાથી પોતાને થાય એવો તે પ્રભુત્વગુણથી ભરેલો જ્ઞાન છે. આવો ઉપદેશ કઈ જાતનો? આમાં શું કરવું કંઈ સૂઝ પડતી નથી. ભાઈ ! તું કોણ છો ત્યાં જો એને, તો તને ખબર પડશે બધી. આહાહાહા !
આહીં તો પરમાત્મા, ત્રણ લોકના નાથ કહે છે એ સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. ત્રણલોકના નાથ, સીમંધર પરમાત્મા સર્વજ્ઞદેવ પાસે ગયા હતા. મહાવીરને તો પ્રભુ કુંદકુંદાચાર્યદેવને છસો વર્ષ દૂર થયા હતા અંદરમાં હતા. મહાવીરનું જે કહેવું હોય છે, પણ ભગવાનથી તો વિરહ તેથી ત્યાં જઈને, સાંભળીને આવીને આ કહ્યું. ભગવાન આમ કહે છે, અમે તો ભગવાનનો માલ છે આડતિયા થઈને જગતને જણાવીએ છીએ. જેને પ્રત્યક્ષ ત્રણ કાળ, ત્રણલોક થઈ ગયા છે. એ કહેવું એય વ્યવહાર છે. એની પર્યાયમાં સ્વપરપ્રકાશકની પૂર્ણતા પ્રગટ થઈ ગઈ છે. એવો જે ભગવાન, ત્રણલોકનો નાથ સીમંધરપ્રભુ બિરાજે છે મહાવિદેહમાં, મોજૂદ છે. એમની પાસે અનુભવ તો હતો ચારિત્ર હતું પણ વિશેષ સ્પષ્ટતા કરીને આવ્યા અને જગતને જાહેર કર્યું. ભગવંત તને રસનું જ્ઞાન થાય એ તારું જ્ઞાન રસરૂપે થતું નથી, રસની સાથે તાદામ્ય તો નથી પણ જે રસનું અહીં જ્ઞાન થાય, માટે રસ છે માટે અહીં જ્ઞાન થાય એમ નથી. એ રસને જાણે છે માટે રસનું જ્ઞાન, રસ છે માટે એનું જ્ઞાન થયું એમ નથી. તે સમયમાં સ્વના જ્ઞાન સહિત પરના જ્ઞાન તરીકે પોતાનો પરિણમનનો સ્વભાવ છે, તેથી સ્વપરપ્રકાશકપણે જીવ પરિણમે છે. અરે આવી બધી શરતું છે. સમજાણું કાંઈ?
આમ અરસ છે. આમ છ પ્રકારે રસનાં નિષેધથી તે અરસ છે. એમ રૂપ લઈ લેવું. છયે બોલે એમ ગંધ લઈ લેવું. આ પ્રમાણે લેવું છે કે બોલે છે પ્રમાણે – હમણાં કીધા એ પ્રમાણે – એમ સ્પર્શ લઈ લેવું. સ્પર્શ તે પણ પુદ્ગલનો ગુણ છે. તેથી જીવમાં તે સ્પર્શગુણ નથી. તેથી ગુણ સ્પર્શથી રહિત છે. પુદ્ગલનો ગુણ હોવાથી તે ગુણ આમાં નથી, ઓલો દ્રવ્યનો ગુણ હોવાથી અને આ પુગલનો ગુણ હોવાથી નથી અને દ્રવ્યેન્દ્રિયના દ્વારા સ્પર્શને અડે છે આ, બીજા સ્પર્શને અડે – એ દ્રવ્યેન્દ્રિયનો કંઈ સ્વામી નથી કે પરને અડે. ભોગ વખતે દ્રવ્યેન્દ્રિય જે પરને અડે છે એમ કહેવાય, કે “ના” એ દ્રવ્યેન્દ્રિયનો સ્વામી નથી તે દ્રવ્યેન્દ્રિયથી એ અડે, એમ કેમ કહેવાય. અને ભાવેન્દ્રિયમાં જે ભાવ, સ્પર્શ જણાય છે. ભાવેન્દ્રિયથી એ એનું સ્વરૂપ નથી. સ્વભાવની દૃષ્ટિએ જોઇએ તો ભાવેન્દ્રિયથી એ સ્પર્શને જાણે તે એનું સ્વરૂપ નથી. છે ને છ બોલ.
એમ દરેક ઇન્દ્રિયના વિષયોમાં એક જ જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર છે. માટે સ્પર્શના જ્ઞાનને અવલંબે છે એમ નથી. પછી સ્પર્શ છે (એ) શેય છે અને ભગવાન આત્મા એનો જાણનાર છે. છતાં તે જાણનાર સ્પર્શના શેયરૂપે થઈને તેને જાણતો નથી. એને તાદાભ્ય થઈને એને જાણતો નથી. તેમ સ્પર્શને જાણતા સ્પર્શ છે, માટે અહીં જ્ઞાન સ્પર્શનું થયું એમ પણ નથી. એ સમયે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક પોતાના રૂપથી છે, માટે તે સ્પર્શને જાણે છે, એમ કહેવું એ વ્યવહાર છે. જાણે છે એ કહેવું એ વ્યવહાર છે. એનું તો સ્પર્શનું તો જ્ઞાન નથી. સ્પર્શપણે