________________
ગાથા – ૪૯
૧૧૭ થઈને જાણતો નથી. પણ સ્પર્શપણે રહીને પોતે જ્ઞાનપણે જાણે છે સ્પર્શને, સ્પર્શ સ્પર્શપણું રહ્યું, આહીં જ્ઞાનપણે રહીને સ્પર્શને જાણે છે. છતાં સ્પર્શપણે થયો નથી, છતાં તે સ્પર્શ છે માટે જ્ઞાનનું અહીં પરિણમન જ્ઞાન થયું એમેય નથી. આવું છે! ભાષા તો સાદી છે પ્રભુ ! બહુ કાંઇ ભાષા આકરી નથી. કોઈ વ્યાકરણ સંસ્કૃતને, વસ્તુ તો આવી છે. એમ સ્પર્શના છ બોલ લેવા. એમ શબ્દના લેવા. છે ને? શબ્દમાં આ લેવા. આ શબ્દ છે એ જડનો પર્યાય છે. ઓલો એનો ગુણ લીધો હતો ભાઈ એ. રસ, ગંધ, સ્પર્શ એ ગુણ હતો. હવે આ શબ્દ તો પુગલની પર્યાય છે. સ્પર્શ શબ્દ એ છે? જુઓ. જીવ ખરેખર પુદ્ગલ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દ પર્યાય એમ ભાષા છે. ઓલામાં ગુણ હતો. ફેર છે. આહાહા !
ખરેખર પુગલ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દપર્યાય ભગવાન આત્મામાં વિધમાન નથી. માટે પ્રભુ તો અશબ્દ છે. પુદ્ગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન ઓલો પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી શબ્દપર્યાય, હવે અહીં પુદ્ગલદ્રવ્યની પર્યાયથી પણ ભિન્ન પોતે પણ શબ્દપર્યાય નથી. ભગવાન આત્મામાં શબ્દની દશા જ નથી. જરી ઓલા ચાર કર્તામાં વિસ્તરે છે ને? પોતે શબ્દપર્યાય નથી. પરમાર્થે પુગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી, દ્રવ્યના આલંબન વડે શબ્દ સાંભળતો જ નથી. આ કાનના આલંબને આત્મા શબ્દને સાંભળતો નથી. ગજબ વાતું (છે). કેમ કે કાન તો જડ છે આ બધું. એ જડનો કાંઇ આત્મા સ્વામી નથી કે આના આલંબને સાંભળે. ભારે વાતું છે ભાઈ જગતથી ઉધી. શું કીધું ઈ? પુગલદ્રવ્યનું ધણીપતુ નથી. પણ દ્રવ્યન્દ્રિયના આલંબન વડે કાનના આલંબન વડે આત્મા શબ્દને સાંભળતો નથી માટે અશબ્દ છે. આહાહા !
પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષયોપથમિક ભાવનો પણ તેને અભાવ છે, ભાવેન્દ્રિય દ્વારા પણ આલંબન વડે શબ્દને સાંભળતો નથી. આ વડે તો નહીં પણ જે ક્ષયોપશમ જ્ઞાન છે જે ભાવેન્દ્રિયનું એ વડે પણ શબ્દને આત્મા સાંભળતો નથી. છે? માટે તે અશબ્દ છે. વિશેષ છે બે બોલ.
પ્રવચન નં. ૧૨૩ ગાથા - ૪૯ તા.૩૧/૧૦/૭૮ મંગળવાર આસો વદ અમાસ
આજે દિવાળીનો દિવસ છે. ભગવાન મહાવીર પરમાત્માને આજે પૂર્ણ આનંદની પર્યાય પ્રગટ થઈ હતી. પહેલાં પણ અનંતગુણમાં જે પ્રતિજીવી ગુણનો વિકાર હતો એનો પણ નાશ કરીને આજ મોક્ષ પધાર્યા છે. જેને અનંત અનંત આનંદ, શાંતિ, જ્ઞાન (સર્વગુણોની) સિદ્ધપદની પર્યાય પ્રાપ્ત થઈ, ચૌદમે ગુણસ્થાને હતા ત્યાં સુધી હજા ઉદયભાવ હતો, ત્યાં સુધી તો હજી સાંસારિક કહેવામાં આવતા હતાં. આહાહાહા !
(શ્રોતા – ચૌદમાં ગુણસ્થાને પણ અસિદ્ધ?) પ્રતિજીવી જેટલા પોતાનામાં ગુણ છે અનંતાઅનંત બધાની પૂર્ણ પર્યાય પ્રગટ થાય અને પ્રાપ્ત થાય એનું નામ મોક્ષ અને સિદ્ધપદ, પ્રભુ કહેવાય છે. અનાદિ સંસાર (પર્યાયનો) અંત કર્યો અને સિદ્ધપદની શરુઆત કરી. સાદી અનંત અનંત સમાધિ સુખમાં! એ મોક્ષનો દિવસ છે આજે, ખરેખર તો દિવાળી છે. ( દિવાળી