________________
૧૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એટલે ) ખરેખર તો દિવસ જેણે વાળ્યા - જેની જેણે આત્માની દશા પૂર્ણ પ્રગટ કરી, એને અહીં દિવાળી કહેવામાં આવે છે.
સમયસાર, (ટીકાના) શબ્દમાં આવ્યું છે ને! ચાર બોલ ( હવે ) પાંચમો બોલ, જરી ટૂંકું ટૂંકું કરીને લઈએ અને પછી અવ્યક્તના બોલ પર જઈએ.
પાંચમો બોલ છે. આત્મા જે છે એ શબ્દની પર્યાયનો કરવાવાળો નથી. અવાજ જે છે એ પુગલની પર્યાય છે તો આ આત્મા એનો કરવાવાળો નથી પણ એની દ્રવ્યન્દ્રિયનો સ્વામી નથી અને (દ્રવ્યન્દ્રિયથી) સાંભળવાવાળો પણ નથી. અને ભાવેન્દ્રિયથી પણ સાંભળવાવાળો નથી. આવો આત્મા ! ખબર નહીં શું ચીજ છે? આ ચાર બોલ તો આવી ગયા (છે.)
આ પાંચમો બોલ – સકલ વિષયોમાં વિશેષરૂપમાં સાધારણ જગતમાં જેટલા વિષયો છે એને ભગવાનનો આત્મા જ્ઞાનસાધારણ ( હોવાથી) બધાને જાણનારો એક છે. અમુકને જાણે અને અમુકને ન જાણે એવું નથી. અત્યારે હોં વર્તમાન ! સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સાધારણ સંવેદન પરિણામ (તેનો સ્વભાવ હોવાથી) તેનો સ્વભાવ જાણવું – દેખવું એકલો સ્વભાવ તેનો આત્માનો (આવું) સમ્યગ્દર્શનમાં પ્રતીત કરવી એનું નામ ધરમની પહેલી સીડી કહેવામાં આવે છે. આ પાંચમો બોલ, આ (આત્મા) આવો થઈને શબ્દને સાંભળતો નથી.
હવે, તેને સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે, સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે. ભગવાન આત્મા પણ જ્ઞાન છે, સર્વ શેયનું જ્ઞાન કરે છે, કોઇ શેયને બનાવે નહીં અને (કોઈ) શેયને પોતાનામાં લાવે નહીં અને (સર્વ) શેયનું જ્ઞાન થાય છે, તો શેયરૂપ થઈને જ્ઞાન થાય છે એવું નથી. આવો માર્ગ છે. સકલ શેયના તાદાભ્યનો નિષેધ હોવાથી શબ્દની પર્યાયને જાણે છે, આત્મા અત્યારે છતાં શબ્દની પર્યાયમાં (જ્ઞાન) તાદાભ્ય નથી – એકરૂપ નથી. એને અહીંયા આત્મા કહેવામાં આવે છે. આ છઠ્ઠો બોલ છે. આ પ્રકારે શબ્દના પ્રકાર (છ બોલ) થયાં.
આહા ! (હવે ) અનિર્દિષ્ટ સંસ્થાન (વિશેષણ સમજાવે છે.)
(૧. પુદ્ગલદ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના સંસ્થાન (આકાર) થી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે.)
આ આત્મા જે છે, આત્મા અંદર ! વર્તમાન હોં ! એ પુદ્ગલદ્રવ્ય રચિત શરીર- આ શરીર પુગલદ્રવ્યથી રચાયેલ છે, જડ- માટી – આ ધૂળ છે, માટી – પુદ્ગલ છે. આ પુદ્ગલથી રચાયેલ શરીર છે. તેથી જીવને સંસ્થાનવાળો કહેવામાં આવતો નથી. શરીરના આકારને કારણે તે તો જડનો આકાર છે તેથી એને આત્માનો આકાર એ છે એમ કહેવામાં આવતું નથી. શરીરના આકારથી ભિન્ન ભગવાન છે. શરીરની પર્યાય જડ છે, ભગવાન આત્મા અંદર જ્ઞાનસ્વરૂપ છે. એનો આકાર છે પણ શરીરનો આકાર છે એ એનો (આત્માનો) આકાર છે એવું નથી. પ્રદેશત્વગુણ છે ને તો આત્માને) આકાર તો છે. આકરી વાત બહુ!
આકાશ નામનો (અરૂપી) પદાર્થ છે, એનો અંત નથી તો પણ એનો (ય) આકાર તો છે. શું કીધું? કહે છે એમ ભગવાન આત્મા અનંત અનંત ગુણનો પિંડપ્રભુ એ શરીરથી તો ભિન્ન છે, કર્મથી ભિન્ન છે અત્યારે, અને દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ - પુણ્યપાપના ભાવ