________________
ગાથા ૪૯
૧૧૯
એનાથી પણ આ (ભગવાન આત્મા ) ભિન્ન છે. એનાથી તો ભિન્ન છે પણ શરીરના આકા૨થી પણ ભિન્ન છે. એક બોલ – (જુઓ ટીકામાં ) અહીં છે, એટલા માટે જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી.
( ૨ ) પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. )
–
આહા ! પોતાના નિયત સ્વભાવથી – ભગવાન આત્મા નિયત ( સ્વભાવી ) અસંખ્યપ્રદેશી જે પોતાનો નિયત સ્વભાવ આકાર છે. એ ( આત્મા ) અનિયત સંસ્થાનને અનુસરીને રહે છે. જેને એકરૂપ આકા૨ છે એવો અનંત અનંત શરીરમાં રહે છે છતાંય જે નિયત, એને કોઇ સંસ્થાન ન હોય. અનંત શ૨ી૨માં હોય તો પણ સંસ્થાન શ૨ી૨ આત્મામાં છે એમ કહેવામાં આવતું નથી, એ તો અનિર્દિષ્ટ સંસ્થાન છે. સમ્યગ્દષ્ટિને શ૨ી૨નો આકાર તે આત્માનો આકાર એવું ભાસતું નથી. ધર્મી જીવ – ધર્મ કરવાવાળા ધર્મજીવને શરીરનો આકાર તે મારો આકા૨ છે એવું ભાસતું નથી, એને ( ધર્મીને ) મારામાં પુણ્ય – પાપ ( ભાવકર્મ ) છે એવું પણ ભાસતું નથી. હું તો પુણ્ય – પાપને શરીરના આકારથી જુદો છું. બે બોલ થયા.
(૩) સંસ્થાન નામકર્મનો વિપાક ( ફળ ) પુદ્ગલોમાં જ કહેવામાં આવે છે (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી ) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે.
( ૪ ) જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદનશક્તિ સંબંધિત (અર્થાત્ તદાકા૨) છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી ( સંબંધથી ) રહિત નિર્મળ ( જ્ઞાનમાત્ર ) અનુભૂતિ થઈ રહી છે. એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે.
( શું કહે છે ? ) જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપની સાથે ( એટલે કે ) અનેક આકા૨વાળી ચીજો છે એને જાણે છે, જાણવા છતાં પણ પરના આકારના સંબંધથી (મિલાપથી ) રહિત છે. (જુઓને !) આ આકા૨ છે – પુસ્તકનો આકાર છે, અનેક આકારો છે એ બધા આકારોને આત્મા જાણે છે, પણ ૫૨ના આકારોથી મિલાપ – સંબંધ નથી. આવા આત્માનો અંદરમાં અનુભવ થવો, એનું નામ સમ્યગ્દર્શન ધરમની પહેલી સીડી છે. આહાહાહા !
સંસ્થાન નામકર્મનો વિપાક ( ફળ ) પુદ્ગલોમાં જ કહેવામાં આવે છે. આ એક આકારમાં કહી દીધું – આ કરમ જે નામકર્મ થયું તો એ શરીરમાં આવ્યું છે, આત્મામાં તો એ છે નહીં. સંસ્થાન (આકા૨ ) થી પરિણમિત સમસ્ત વસ્તુનો એ રૂપ નહી. ચાર જ (બોલ છે. ) આ ચાર હેતુથી સર્વથા અનિર્દિષ્ટ સંસ્થાન છે ( આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કહ્યો. )
હવે, ‘અવ્યક્ત’ (વિશેષણ ) – જાણવાની મહા ચીજ છે. ભગવાન આત્મા અંદર જે છે આત્મા, એ છ દ્રવ્યસ્વરૂપ લોક ( ૧ ) છ દ્રવ્ય સ્વરૂપ લોક જે શેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે.)
આ જગતમાં ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે છ દ્રવ્ય જોયા છે. (તેમાં ) અનંત આત્માઓ, અનંત ૫૨માણુંઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ ( કાય ) એક અધર્માસ્તિ ( કાય ) અને એક આકાશ, એ છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે. એ તો શેય છે. અનંત સિદ્ધો પણ જ્ઞાનમાં ૫૨ શેય