________________
૧૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે. (શેય છે એ) વ્યક્ત છે – બાહ્ય છે. એનાથી જીવ (દ્રવ્ય) અન્ય છે. છ દ્રવ્યસ્વરૂપ લોકથી તો ભગવાન આત્મા અન્ય (જુદો) છે. શું કહે છે? સાંભળો, સૂક્ષ્મ વાત છે ભાઈ !
છ દ્રવ્યસ્વરૂપ લોક જે છે. એક બાજુ આખો લોક ને અલોક એ ય છે અને વ્યક્તિ છે પોતાનાથી (આત્માથી) પર, એનાથી ભગવાન આત્મા અવ્યક્ત છે (અર્થા) એનાથી (લોકથી) ભિન્ન છે. ધર્મદાસ ક્ષુલ્લકે (કહ્યું છે કે, સપ્તમ થઈ જાય છે. એવું કહ્યું! ઝીણી વાત છે ભાઈ ! આ આત્મા સપ્તમ (સાતમું દ્રવ્ય) થઈ જાય છે. છ દ્રવ્ય છે તો (આત્મા) છ દ્રવ્યમાં જ છે, પણ છ દ્રવ્ય જે છે. અનંતસિદ્ધ, અનંતનિગોદ, અનંતપરમાણુંના સ્કંધ (આદિ) એ બધા જ્ઞાનના પરશેય છે, એક વાત. અને પોતાનાથી (આત્માથી) બાહ્ય ચીજ છે, માટે વ્યક્ત છે, બે વાત પણ એનાથી ભગવાન આત્મા અત્યારે – હાલ ભિન્ન છે.
જીવ અન્ય ( જુદો) છે એ છ દ્રવ્યસ્વરૂપ જે લોક જે શેય છે – જે બાહ્ય છે – પ્રગટ એથી ભગવાન આત્મા ભિન્ન છે. એવા આત્માની દૃષ્ટિ, અનુભવ થવો એનું નામ ધર્મની પહેલી સીડી સમ્યગ્દર્શન છે. આહાહા ! સમજાણું કાંઈ ?
બાકી તો વ્રત, તપ, ભક્તિ, પૂજા ને યાત્રા કરે એ કોઈ ધર્મ નથી, એ તો શુભભાવ છે રાગ. સમજાણું કાંઈ ? એક તરફ રામ અને એક તરફ ગામ એક તરફ રામ (એટલે) ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવથી ભર્યો પડ્યો છે પ્રભુ! (અને) એક તરફ ગામ નામ ય – અનંત સિદ્ધો, અનંત નિગોદ આદિ છ દ્રવ્ય સ્વરૂપ (આખો લોક!) એ આત્માનું – જ્ઞાયકનું પરણેય છે, અને પર - વ્યક્ત છે, એનાથી ભગવાન (આત્મા) તો ભિન્ન છે. એ જોયોથી – વ્યક્તથી આત્મા સ્વશેય અને સ્વ, પરથી ( શેયોથી) ભિન્ન અવ્યક્ત ! આવું સ્વરૂપ છે એનું (આત્માનું) છ દ્રવ્ય સ્વરૂપ શેય, એનાથી ભિન્ન જ્ઞાયક ! છ દ્રવ્યસ્વરૂપ વ્યક્ત છે એનાથી ભિન્ન અવ્યક્ત (આત્મા) ! આહાહાહા !
એવા દ્રવ્યનો આશ્રય લઈને સમ્યગ્દર્શન થાય છે. એ સપ્તમદ્રવ્ય (સ્વરૂપ) આત્મા પરથી ભિન્ન છે (એની અનુભૂતિ થાય છે ત્યારે તેનાં ભવનો અંત આવે છે. બાકી તો લાખ ક્રિયાકાંડ કરે પૂજાને ભક્તિ, દયાને દાન, વ્રત ને જાત્રા એથી કાંઇ ભવનો અંત થતો નથી. એ શુભભાવ પોતે ભવસ્વરૂપ છે. આવી વાતું આકરી જગતને !
અહીંયા તો ભગવાન આત્મા (ને) અનંતા સિદ્ધો પણ શેય છે અને આત્મા એને જાણવાવાળો ભિન્ન છે. અનંત અનંત પંચપરમેષ્ઠિ જે ત્રિકાળી છે, ત્રિકાળી જે અરિહંતો - ભૂત (કાલમાં) જે થઈ ગયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે, એ બધા અરિહંતો, એ સર્વ જ્ઞાયકમાં શેય તરીકે ભિન્ન છે. એમ અનંતા સિદ્ધ થઈ ગયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે – એ ત્રિકાલી સિદ્ધો જે છે એ પોતાના આત્માને પરય તરીકે છે – જ્ઞાન કરવા લાયક છે. (સર્વનું) પોતાના જ્ઞાનમાં જ્ઞાન થાય છે તો તે રૂપે આત્મા થઈ જાય છે એમ નથી.
છ દ્રવ્યની વ્યવસ્થા આત્મા કરી શકે – મંદિરો બનાવી શકે – શાસ્ત્ર બનાવી શકે, એ વસ્તુમાં છે નહીં, એ આત્મામાં છે નહીં... બનાવે છે તો? બનાવી શક્તા તો નથી પણ એ ચીજ પોતાનામાં - પોતાનાથી પરણેય તરીકે છે મોજૂદ છે. પોતાનો ભગવાન (આત્મા) તો જ્ઞાનસ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ પોતાનામાં રહીને અનંત શેયોને જાણવાનો પોતાનો સ્વભાવ