________________
ગાથા ૪૯
હોવાથી, સ્વપ૨પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ હોવાથી જાણે છે. ઝીણી વાત છે ભાઈ !
જૈનદર્શનનું વાસ્તવિક તત્ત્વ સમજવું એ તો અલૌકિક વાત છે. એ આંહી કહે છે, ભગવાન આત્મા – પોતાની પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે તેને છ દ્રવ્યનું શેયથી પણ પોતે ભિન્ન માલૂમ પડે છે અને જે દ્રવ્ય જે વ્યક્ત છે એનાથી પણ મારી ચીજ (સ્વાત્મા ) અવ્યક્ત ( એટલે ) શેય પર્યાયમાં આવ્યા નથી. એ અપેક્ષાથી અવ્યક્ત ( આત્માને કહે છે ) પણ વસ્તુ તરીકે વ્યક્ત પ્રગટ છે.
૧૨૧
એવો જે ભગવાન ( આત્મા ) અંદર ચૈતન્ય ૫૨માત્મસ્વરૂપ વર્તમાનમાં હું છું એ ત૨ફની દૃષ્ટિ કરી તો આત્મા ૫૨થી ( જ્ઞેયથી )ભિન્ન થઈ ગયો ! સપ્તમ ( સાતમો ) થઈ ગયો. ધર્મદાસ ક્ષુલ્લકે એમ લખ્યું છે નામ નથી લખ્યું પણ એનો અર્થ અહીંથી કાઢયો છે.
ભગવાન આત્મામાં રાગાદિભાવ થાય છે એ પણ છ દ્રવ્યમાં છે, દયા – દાન – વ્રત – ભક્તિના ભાવ થાય છે એ પોતાના આત્મામાં આવતા નથી, એ તો ૫૨માં આવે છે એ શેય તરીકે છે. એને જાણવાવાળો જ્ઞાયક, જ્ઞેયથી ભિન્ન છે, એક વાત ! અને રાગ આદિ ૫૨૫દાર્થ વ્યક્ત છે. બાહ્ય છે – પ્રગટ છે, એનાથી ભગવાન આત્મા અવ્યક્ત નામ પર્યાયમાં – બાહ્યમાં આવ્યો નથી. બાહ્યમાં આવ્યો નથી ( એટલે કે) પર્યાયમાં આવ્યો નથી. ( આ ) એક બોલ સમજવો કઠણ છે ભાઈ ?
એવો જ ભગવાન આત્મા એવો, એની અંત૨માં દૃષ્ટિ કરવી અને પર્યાયમાં જે (નિર્વિકલ્પ ) આનંદનો અનુભવ થવો એ વ્યક્ત (નામ પ્રગટ ) છે. એને પણ શેય તરીકે જાણવું.... દ્રવ્ય તો એને પણ જાણવાલાયક નહીં, ભિન્ન છે. પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શન – જ્ઞાનાદિ થયા, પોતાના ચૈતન્ય (દ્રવ્યના ) અવલંબનથી તો એને પણ પર્યાયને જ્ઞેય તરીકે જાણીને, આત્મા જ્ઞાતા છે. ઝીણી વાત છે ભાઈ !
આ દિવાળીનો દિવસ છે આજે ભાઈ ! ભગવાન (મહાવીર સ્વામી ) મોક્ષ પધાર્યાં છે આજ. પ્રભુ ! તારી ચીજ ( આત્મદ્રવ્ય ) જે અંદર છે એને ત્રિલોકનો નાથ એમ ફરમાવે છે – સંતો કહે છે એ એની જ વાત કરે છે ભગવાન ! તારું જે જ્ઞાયકસ્વરૂપ જે પ્રભુ છે. આહાહા ! સમજાણું કાંઈ
?
એ ૫૨થી – જ્ઞેયથી ( ભિન્ન ), જ્ઞાન કરવાવાળો ભિન્ન રહીને પોતાનામાં, એનાં કા૨ણથી નહી, પોતાનામાં પોતાના કારણથી સ્વપ૨પ્રકાશક જ્ઞાન કરવાવાળો એ આત્મા, ૫૨થી તદ્ન ભિન્ન છે. સમજાણું કાંઇ... ? ઝીણી વાત છે ભાઈ ! લોકોએ તો કંઈ ( કંઈ ) બહાર દયા, દાન, વ્રત, પૂજા, જાત્રામાં ધર્મ માની લીધો છે, એને ધર્મ માનવો એ તો મિથ્યાત્વ – અજ્ઞાન છે. આત્મા એવો છે જ નહીં.
આત્મા તો એ રાગાદિ પરિણામ ( અને ) છ દ્રવ્યમાં જાય છે ( ૫૨ ) જ્ઞેય તરીકે જાય છે. અને એ રાગાદિ ભાવ છે એ ભગવાન (આત્માથી ) બાહ્યમાં પ્રગટ છે-બાહ્યમાં પ્રગટ છે. ભગવાન આત્મા અંત૨માં અત્યારે રાગના શેયથી ભિન્ન છે અને રાગ પ્રગટ છે એનાથી પણ ભિન્ન છે. બાહ્ય પદાર્થની પ્રસિદ્ધિ દેખાય છે, રાગ આદિ દયા આદિ, વ્યવહા૨ રત્નત્રય આદિ જે બાહ્ય પદાર્થની પ્રસિદ્ધિ દેખાય છે, એ જ્ઞેયથી ભગવાન ( આત્મા તો ) જ્ઞાયક પ્રસિદ્ધ ભિન્ન છે.