________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ રાગાદિ બાહ્ય પદાર્થ, અનંત સિદ્ધો છે, અનંત પરમેષ્ઠિ છે, એ વ્યક્ત છે. વ્યક્ત નામ પ્રગટ બાહ્ય છે. અને આ આત્મા તે અપ્રગટ બાહ્ય ચીજથી અને અવ્યક્ત નામ એમાં (પર્યાયમાં ) આવ્યો નથી. પર્યાયમાં આવ્યો નથી. એમાં આવ્યો નથી માટે અવ્યક્ત કહે છે (પરંતુ ) પોતાની અપેક્ષાએ વ્યક્ત (પ્રગટ ) છે. ઝીણી વાત બાપુ ! વીતરાગ ૫૨મેશ્વર એમણે આત્મા કહ્યો, એમણે કોને (આત્મા ) કહ્યો ? સમજાણું કાંઈ ?
“પ્રભુ તુમ જાણગ રીતિ, પ્રભુ તુમ જાણગ રીતિ” “સૌ જગત દેખતા હો લાલ” હે નાથ ! આપ સૌ જગતને દેખો છો. “નિજ સત્તાએ શુદ્ધ” – પોતાનું હોવાપણું ભગવાન આત્માનું, એને તો આપ હે નાથ ! શુદ્ધ (સત્તા ) તરીકે – જ્ઞાયક તરીકે – ૫૨શેયના જાણવાવાળા તરીકે વ્યક્ત ને પ્રગટ (બાહ્યથી ) ભિન્ન અવ્યક્ત તરીકે, ૫૨ની અપેક્ષા વિનાના એવા અવ્યક્ત તરીકે આપ (હે સર્વજ્ઞ ) આત્માને દેખો છો, એમ જ અમે દેખીએ ત્યારે આત્મા દેખ્યો ને સમ્યગ્દર્શન થશે. સમજાણું ?
ભગવાન ( સર્વજ્ઞ – તીર્થંકર ) જેમ દેખે છે પ્રભુ આત્માને, એ પૂર્ણાનંદનો નાથ, ૫૨શેયથી ભિન્ન – વ્યક્તથી ભિન્ન અવ્યક્ત છે. બાહ્યમાં આવ્યો જ નથી. સર્વજ્ઞ આદિ ( જે જે ) પદાર્થ છે એમાં એક આત્મા આવ્યો નથી, અરે ! પોતાની એક સમયની પર્યાય જે છે એમાં પણ આત્મા આવ્યો નથી ! એવો ભગવાન આત્મા જે ધ્રુવ ચૈતન્ય (બિમ્બ ) છે. એને અહીં ૫૨ની પ્રસિદ્ધિની અપેક્ષાથી અપ્રસિદ્ધ – અવ્યક્ત એમ કહેવામાં આવ્યું છે. બહુ સૂક્ષ્મ છે. સમજાણું કાંઇ ?
–
જયસેનાચાર્યે આનો અર્થ બીજો કર્યો છે જરી, આ અમૃતચંદ્રાચાર્યનો અર્થ છે. જયસેનાચાર્યે અવ્યક્ત એટલે મનના વિષય જે રાગાદિ – ક્રોધાદિ છે એનાથી ભિન્ન સૂક્ષ્મ – અતિસૂક્ષ્મ છે. મનના વિષય રાગ આદિ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા ( આદિના ભાવ ) એ મનના વિષય છે. એ આત્માના વિષય છે નહીં. તો એ સ્થૂલનો વિષય છે. એનાથી ભિન્ન ભગવાન ( આત્મા ) અંદર અતિસૂક્ષ્મ છે. એ (અતિસૂક્ષ્મ ) મનથી પણ જાણવામાં આવતું નથી. વિકલ્પથી પણ જાણવામાં આવે નહીં, દેવ, ગુરુ ને શાસ્ત્રની મદદથી પણ જાણવામાં આવે નહીં. સમજાણું sies...?
૧૨૨
‘અકિંચિત્કર’ કહે છે, કહ્યું હતું ને ! બંધ અધિકા૨માં (સમયસાર ગાથા-૨૬૭ ભાવાર્થ: – જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે. ) એમ કે બીજો બીજાને બંધ કરાવી ધૈ – બીજાને મોક્ષ કરાવી ધે! શી રીતે કરાવી ધૈ ? એને બંધ તો એની દશાથી – અધ્યવસાનથી અજ્ઞાનદશાથી બંધ થાય છે. અને એની વીતરાગદશાથી એનો મોક્ષ થાય છે, તું શું કરી શકે છે ૫૨ની (દશાને ) ? ૫૨નું કરવામાં તો હું અકિંચિત્કર છું એવો પાઠ છે. સંસ્કૃત ટીકામાં ૨૬૭ ગાથા બંધ અધિકા૨ની. તું બીજાને મોક્ષ કરાવી દે છે ? બીજાને સમ્યગ્દર્શન કરાવી દે છે ? બીજાને સમ્યગ્નાન કરાવી દે છે ? બીજાને ( સમ્યક્ ) ચારિત્ર કરાવી દે છે ? એ વાત બિલકુલ જૂઠ્ઠી છે.
બીજાને સમ્યગ્નાન તું કરાવી દે છે, ઉપદેશ દ્વારા જ્ઞાન થાય છે કે નહીં એને ઉપદેશથી જાણવામાં જે આવે છે જ્ઞાન ! જ્ઞાનની પર્યાય તો પોતાથી પર્યાય થાય છે, શબ્દ સાંભળ્યા માટે થઈ એમ છે નહીં. અને એ પર્યાય પણ સમ્યગ્નાન નથી. એ (શબ્દજ્ઞાન ) બાહ્યમાં જાય છે – વ્યક્તમાં જાય છે, અને જ્ઞેયમાં જાય છે. શાસ્ત્રનું જ્ઞાન અને સાંભળવાથી પોતાની પર્યાયમાં