________________
ગાથા – ૪૯
૧૨૩ પોતાના ઉપાદાનથી જે જ્ઞાન થયું તે પરણેયમાં જાય છે. આવી વાત છે. (શ્રોતા – આ પ્રવચન થાય છે એ શું છે?) પ્રવચન જડની ભાષા છે આ કોણ કરે પ્રવચન? ( શ્રોતા:- સાંભળે તો ખરાને) સાંભળે કોણ? એ તો પહેલાં ના પાડી, એ શબ્દોમાં એ દ્રવ્યેન્દ્રિય જે જડ છે એનો સ્વામી આત્મા નહીં, આત્માએ એ કર્યું નથી. ( એ શબ્દોને) જે દ્રવ્યન્દ્રિયથી જાણે અને માને? અને ભાવેન્દ્રિય જે અંદર છે જે જ્ઞાનનો પર્યાય શબ્દને જાણે એવી ભાવેન્દ્રિય, તો ભાવેન્દ્રિયનો સ્વામી આત્મા નહીં. ભાવેન્દ્રિય એનું વાસ્તવિક સ્વરૂપ નહીં. ત્રિકાળી શાયક સ્વભાવની અપેક્ષાથી ભાવેન્દ્રિય એનો વાસ્તવિક સ્વભાવ જ નથી, તો ભાવેન્દ્રિયથી જાણે છે એવું છે નહીં. જુઓ! આ દિવાળી ! તો ભાવેન્દ્રિયથી જાણે છે એ પણ નહીં. આહાહા ! સમજાણું કાંઈ ?
લોકો કંઈક કંઈક માનીને બેસી ગયા છે, આપણે કંઈક ધર્મ સમજ્યાં ને ધર્મ કરીએ છીએ! બાપુ, જૈન ધર્મની પદ્ધતિ એ કોઈ અલૌકિક છે. પદ્ધતિ એટલે રીત (રીત એટલે ) વિધિ.. આહાહાહા !
અહીં એ કહે છે, છ દ્રવ્યસ્વરૂપ લોક! જુઓ, વસ્તુ – દ્રવ્ય છ છે જગતમાં. શ્વેતાંબરે છે દ્રવ્ય માન્યા નથી, ભાઈ ! એણે તો પાંચદ્રવ્ય જ માન્યા, કાળદ્રવ્ય તો માન્યું નથી. તો હજી તો એની છ દ્રવ્યસ્વરૂપ (લોક) શેય છે એમાં ય એની ભૂલ! ઝીણી વાત છે.
છ દ્રવ્યસ્વરૂપ લોક (વિશ્વ), અનંત આત્માઓ, અનંત પરમાણુંઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ ને એક આકાશ વ્યાપક સર્વવ્યાપક (આકાશ જેનો) અંત નહીં એવું જે દ્રવ્ય અંત નહીં ( ક્યાંય) આકાશનો. એ છદ્રવ્યસ્વરૂપ લોક શેય, એનો આત્મા જ્ઞાયક જાણનારો, શેયના અવલંબન વિના (જાણે છે.) સમજાણું કાંઈ.. ?
વર્તમાન જ્ઞાનની પર્યાયમાં લોક ને અલોક – જેનો અંત નહીં, એને પણ શેય પરશેય તરીકે સ્વર્શયમાં પોતાનું જ્ઞાન કરવાથી પરનું જ્ઞાન – સ્વપરપ્રકાશક થઈ જાય છે. એ પરનું જ્ઞાન નથી, એ શેયનું જ્ઞાન નથી, એ જ્ઞાનનું જ્ઞાન છે. સમજાણું કાંઈ... ?
છ દ્રવ્ય સ્વરૂપ લોક, લોક, લોક! લોક શબ્દ અલોકે ય આવી ગયું હોં અંદર... જે શેય છે, ફકત પરશેય તરીકે શેય છે. (ખરેખર) સ્વજોય સ્વરૂપ ભગવાન (નિજાત્મા) એને (લોક) પરશેય તરીકે શેય છે. ભગવાનની મૂર્તિ ને પ્રતિમા ને મંદિર (અરે!) ભગવાન સાક્ષાત્ (તીર્થંકરદેવ) ત્રણ લોકના નાથ, એ પણ પરશેય તરીકે છે. સમજાણું કાંઈ... ?
અને તે (પરશેય) વ્યક્ત છે, પોતાનું જ સ્વરૂપ અવ્યક્ત (કેમકે) બાહ્ય આવ્યું નથી, એ અપેક્ષાએ સર્વ બાહ્ય છે – પર્યાય પણ બાહ્ય છે –વસ્તુ પણ બાહ્ય છે, ભગવાન (આત્મા) અત્યંતર ચીજ અવ્યક્તપણે છે એ પર્યાય અને પરથી ભિન્ન છે.
- આ શું આવો ઉપદેશ ! કેવો હશે! આ કંઈ જૈનનો હશે જૈનનો હોય તો તો સામાયિક કરો, પોષા કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો અરે ! દયા કરો! એ બધી ક્રિયાકાંડ જૈનધર્મ નથી, એ તો રાગ (ભાવ) છે. સાંભળને! સમજાણું કાંઇ? ભાઈ! વીતરાગ મારગ ( જુદો છે)
ઓહોહો ! શું અમૃતચંદ્રાચાર્યે અવ્યક્તમાંથી અર્થ કાઢયા ! હવે કેટલાક એમ કહે છે કે ગાથા તો ઘણી સરળ અને સીધી છે પણ અર્થ કરનારે (ટીકા કરનારે ) ગૂઢ – ગૂઢ કરી નાખી ! ગૂઢ – ગંભીર એટલે શું કહેવાય છે? દુર-દુસહ અર્થ કરી નાખ્યો! આ ખુલ્લું કર્યું એણે દુહુ