________________
૧૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ – દુરુઠુ અર્થ કરી નાખ્યો ! હમણાં આવ્યું છે ને આ પુસ્તક, અહીં નથી ? હમણાં આવ્યું છે ને વિદ્યાનંદજી રચિત !વિધાનંદજી છે ને એક એમના ત૨ફથી છપાણું છે એક પુસ્તક, તદ્ન જ ઊલટું ઊંધું ! આવી વાત છે.
ઓહો ! આચાર્યો ! આ અર્થ (અમૃતચંદ્ર) આચાર્યે કરેલ છે. જેમ કુંદકુંદાચાર્ય આચાર્ય હતા મહાસંત હતા, તેમ આ અમૃતચંદ્રાચાર્ય મહાસંત આચાર્ય હતા. એમણે જે અંદ૨માં (મૂળગાથામાં ) ભાવ છે એને ખુલ્લો વ્યક્ત પ્રગટ કરીને સ્પષ્ટ કર્યું છે. ત્યારે એ લોકો કહે છે કે એણે અર્થ કરીને (ટીકા રચીને ) અર્થ દુરુહ – દુરુહ કરી નાખ્યો છે. પકડાય નહીં એવું કરી નાખ્યું છે. ( એની બુદ્ધિમાં ન પકડાય ) પણ નો પકડાય માટે એ કાંઈ... આ ‘ઈંદ્રિય જિણિતા’ એમ કીધું ભગવાને કુંદકુંદાચાર્યે ! હવે એનો અર્થ દુરુઠુ કરી નાખ્યો ! ( કા૨ણકે ) દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય ને ભગવાન (તીર્થંકરની ) વાણીને ભગવાન પોતે ઇન્દ્રિય ! આંહી સુધી (અર્થ કરીને ) દુરુહ કરી નાખ્યો છે.
અરે, ભગવાન ! સાંભળને ભાઈ ! એમણે એનો ભાવ જે હતો એને સ્પષ્ટ કર્યો છે. ટીકા કરી છે તો ટીકામાં અર્થ સ્પષ્ટ કર્યો છે. માણસ નથી કહેતા તમે મારી ટીકા કરો છો ! એમ આ અંદર ( જે ) ભાવ છે તેની સ્પષ્ટતા કરીને ટીકા કરી છે. અમૃતચંદ્રાચાર્ય ગજબ છે!!
કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત, પંચમ આરાના... તીર્થંકર જેવું કામ કર્યું છે અને અમૃતચંદ્રાચાર્યે એમના ગણધર તરીકે કામ કર્યું છે. હવે એને એમ કહેવું કે (દુરુદ્દ કરી નાખ્યું છે) કા૨ણકે પોતાને પકડાણું નથી, અજ્ઞાનભાવ !
ય
સીધું કઠે ઇંદ્રિયોને જીતવી પણ ઇન્દ્રિયોને જીતવી એટલે શું? સમજાણું કાંઈ ? તો અન્યમતમાં ય ઓલા સૂરદાસમાં નથી આવતું – આમ દેખીને, ઓલું ( ન દેખાય માટે ) આંખ્યું ફોડી નાખવી, એટલે આંખ્યું ફોડી નાખ, એ (કાંઇ ) ઇન્દ્રિય જીતી કહેવાય ? કાનમાં લાકડા નાખે, ન સંભળાય માટે એ શું ઇન્દ્રિય જીતી કહેવાય ? અને ( સ્પર્શ ) ઇન્દ્રિય છે પુરુષની જે એને કાપી નાખે એ ( ઇન્દ્રિય ) જીતી કહેવાય ?
બાપુ ! કોને ઇન્દ્રિય જીતી કહેવાય, કે જે જડ પદાર્થ, આ ઇન્દ્રિયો, શરીર પરિણામને પાસ જડ અને ભાવેન્દ્રિયો જે એક એક – ખંડ ખંડ (વિષયના ) જ્ઞાનને બતાવનારો જે ભાગ અને જે ( ઇન્દ્રિયોના વિષય ) જે ૫૨દ્રવ્ય જે ભગવાન (તીર્થંકર ) ત્રણલોકના નાથ અને એની વાણી (દિવ્ય ધ્વનિ ) એ બધું ઇન્દ્રિયના વિષય હોવાથી તે ઇન્દ્રિય છે. તેને પણ ઇન્દ્રિય કીધી, એને જીતવી એટલે તેનું લક્ષ છોડી દેવું. આ જ્ઞેય કીધું ને ! ૫૨શેય, તો ૫૨શેયનું લક્ષ છોડી દેવું કારણકે ૫૨શેયમાં તું નથી તે વ્યક્ત છે તેનું લક્ષ છોડી દેવું કેમ કે વ્યક્તમાં તું અવ્યક્ત આવતો નથી. આવું સ્વરૂપ છે.
એ ઇન્દ્રિયને જીતવી એટલે કે શરીર પરિણામને પ્રાસ જડ (દ્રવ્યેન્દ્રિય ) ને ભાવેન્દ્રિય અને ભગવાનની વાણી ને ભગવાન, દેવ-ગુરુ-શાસ્ત્ર અને સ્ત્રી, કુટુંબ અને પરિવા૨ એ બધાંને ઇન્દ્રિય કહેવામાં આવી છે કેમ કે અણિન્દ્રિય એવો જે પ્રભુ – આત્મા એનાથી ભિન્ન છે. માટે તેને બધાંને ઇન્દ્રિય કહેવામાં આવી છે. આ અણિન્દ્રિય અને તેનું લક્ષ છોડીને ( બીજે લક્ષ કરવું તેથી તે ઇન્દ્રિય ) કહેવામાં આવેલ છે.