SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૪૯ ૧૨૫ અણિન્દ્રિય એવો ભગવાન આત્મા, આનંદનો નાથ એનું શરણ લેવું - એને આશ્રયે જવું એના ભેટા કરવા – એમાં અહંપણાનો અનુભવ થવો. અહંપણાનો (અનુભવ) અહંકાર નહીં. આ હું છું એવો અર્થ, પરિભાષા એવી છે. પકડવો – આત્માને અને આમ કરવું – આમ કરવું એ બધી ભાષાઓ તો સમજવાને માટે છે, બાકી તો ખરેખર તો જે અતિ તત્વ મહાપ્રભુ આવો છે આત્મા, એનું અહંપણું- આ હું છું એમ માન્યતા કરવી ને અનુભવ કરવો. હું? કેમ કરવો? આ છે મહાપ્રભુ - મહાઅસ્તિત્વ પ્રભુ ત્યાં ઉપર દૃષ્ટિ મૂકવી એ તે કંઈ વાત છે! આ એ (વચન અગોચર) એ કંઈ વાતે કંઈ સમજાય એવું છે? વાણીમાં કેટલું આવે? જરીયે ન આવે ખરેખર તો ઈશારો આવે ઈશારો.. કંચિત્ વક્તવ્ય કીધું છે ને કથંચિત્ અવકતવ્ય કથંચિત્ વકતવ્ય એ અપેક્ષા છે. જ્ઞાનાનંદ, સહજાનંદ પ્રભુ આત્મા એનો અંતરમાં પર્યાયે એનો આશ્રય લેવો એટલે કે તેને અહંપણે – આ મારું છે એમ માનવું – અનુભવવું એનું નામ સમ્યગ્દર્શન ને ધર્મની પહેલી સીડી છે. આમાં તો ઘણું નાખ્યું છે આ પહેલાં બોલમાં તો હોં? ઓહોહો ! સન્મેદશિખરને ગિરનાર ને શેત્રુંજય એ બધાં પરશેય છે. કહે છે સિદ્ધ પરણેય છે, અરે ! આ શાસ્ત્ર છે ને, આ પાનાં એ પરશેય છે. એનાથી ભગવાન આત્મા (ન જણાય) આત્મા એમાં આવ્યો નથી, એનાથી ભિન્ન ભગવાન (આત્મા) છે. આ શાસ્ત્ર જડ છે એ પરશેય છે, એનાં વાંચનથી જ્ઞાન થાય છે એ જ્ઞાન નહીં. (શ્રોતા – આપ કહો શાસ્ત્રનું વાંચન કરવું વિનય કરવો પાછા કહો કે એ જ્ઞાન નહીં) એ વ્યવહાર – વિનય તો વ્યવહારથી છે. વિકલ્પ છે. એ આ વિનય બહારનો વિનય એટલે વિકલ્પ, અંદરનો વિનય એ નિર્વિકલ્પ ! આહાહાહા ! (શ્રોતા – શાસ્ત્રનો વિનય એ નહીં ને?) શાસ્ત્રનો વિનય એ શુભભાવ, ભગવાન ત્રિલોકના નાથ ( તીર્થંકર દેવ) નો વિનય એ શુભભાવ, એ આત્મા નહીં. આકરી વાતું ભાઈ ! નવ તત્ત્વમાં એ તો પુણ્ય તત્ત્વમાં જાય છે, ભગવાન (આત્મા) તો એનાથી નવતત્ત્વથી – પુણ્ય - પાપ તત્ત્વથી જ્ઞાયકતત્ત્વ ભિન્ન છે. એ તો વાત અહીં ચાલે છે. એ છ દ્રવ્ય જે એક બાજુ – આખો લોક ને અલોક (જેમાં) અનંતા કેવળીઓ જે શેય તરીકે – પરશેય તરીકે છે. મારાં એ દેવ છે એ તરીકે એ નથી, એમ કહે છે. અનંતા સંતો, ગુરુ એ આત્માના ગુરુ છે એમ નથી. એ મારા ગુરુ છે એવું વસ્તુમાં નથી, એમ કહે છે. એય મીઠાભાઈ ! આવી મીઠી વાતું છે. શું વીતરાગી સંતોના કથનો ! કહે છે અને તારા ગુરુ છીએ એ વાત તું માન તો એ વાત જૂઠી છે, અમે તો પરશેય તરીકે તારા છીએ! (છપદના પાઠમાં શ્રીમદે એમ લખ્યું છે!) હા, એને ય પર છે ને! એમાં એમ કહ્યું છે કે એ પાંચે ઉત્તરથી થયું સમાધાન, સર્વાગનું થાશે, મોક્ષના ઉપાયની એ પ્રતીત – સહજ, સહજ પાંચે ઉત્તરથી થઈ સમાધાન, પ્રતીત થાશે મોક્ષ ઉપાયનો સહજ સહજ પ્રતીત એ રીત. ભગવાન આત્મા અંતર અતીન્દ્રિય આનંદનો (નાથ!) અતીન્દ્રિય જ્ઞાયકની મૂર્તિ પ્રભુ છે ને એ છ દ્રવ્ય જે શેય છે એ તો એનાં પરણેય છે. સ્વજોય નહીં. એ (પરણેય) વ્યક્ત છે એ બાહ્ય છે, અંતરમાં નહીં. આહાહાહા ! આહા! અરે, જીવ આદિ બહિતત્ત્વ કીધા – એ બહિર્તત્વ છે કહે છે. સંવર-નિર્જરા ને
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy