________________
૧૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩
મોક્ષની પર્યાય પણ બહિર્તત્ત્વ છે, અંતઃતત્ત્વ જે જ્ઞાયક ત્રિકાળ છે, તેનાથી એ ( પર્યાયમાત્ર ) બહિર છે. કેવળજ્ઞાનની પોતાની પર્યાય ને સંવર – નિર્જરાની પર્યાય પણ બિઠુર્તત્ત્વ છે. ભગવાન ( આત્માને ) એ ૫૨શેય તરીકે છે. સ્વજ્ઞેય ( એકજ્ઞાયકભાવ ) તો એનાથી ભિન્ન છે. આવી વાત છે.
અરે રે ! વાસ્તવિક તત્ત્વ શું ? ત્યાંયે કાંઈ સમજણમાં આવતું નથી –કથનમાં આવતું નથી અત્યારે તો.... ( અહા !) આ પ્રરૂપણા – આમ કરો, આમ આ કરો, આવું કરો !
ભગવાન ત્રણલોકના નાથ ( તીર્થંકરદેવ ) સર્વશદેવ કહે છે એ જ સંત કહે છે. સંતની ટીકા કરવાવાળા પણ સંત છે. દુરુઠુ નથી કર્યું સ્પષ્ટ કર્યું છે. જેમ ગાય અને ભેંસના આંચળમાં (આઉમાં ) દૂધ હોય છે ને આઉમાં રહેલ દૂધ બળૂકી બાઈ હોય છે તે એમાંથી કાઢે છે, એમ પાઠના ભાવમાં આ ભાવ છે. એને ( ટીકા કરીને ) કાઢે છે, પોતાની ( આચાર્યની ) ટીકા છે માટે એ ભિન્ન છે અને ભાવમાં અંદર નથી એવું છે નહીં. ઝીણી વાત છે ભાઈ !
અનંત કાળ ગયો પરિભ્રમણ કરતાં કરતાં. હજી આવ્યા નહીં હોય બાળીને ? આવી ગયા ! ૐ હૈં ક્યાં છે ? ઠીક ! આવી ગયા છે, બીજા બધા નહીં આવ્યા હોય, પોણા છ એ કહે છે કાઢયા ’તા. એ મુખ્ય, બીજાં તો ગયેલા આવી ગયાને ત્યાંથી રજા લઈને, બાળે ત્યાં સુધી ત્યાં (બધા તો ) ન રોકાય ! ગયા તે ૫૨ગતિએ ચાલ્યા ગયા. આંહી બેસતા'તા, આંહી સાંભળવા સવા૨માં નહોતા આવી શકતા બપોરે આવતા' તા.... આવી દેહની સ્થિતિ બાપા !
એ તો શાનનું શેય છે, જે જે સ્થિતિ થાય તે જ્ઞાનમાં ૫૨શેય તરીકે છે એમાં આત્માને કાંઈ આઘાતે ય નથી ને, આત્મામાં એને કા૨ણે કોઈ નુકસાનેય નથી. દેહ છૂટવાના પ્રસંગે જ્ઞાનીને તો તેનું શેય તરીકે જ્ઞાન થાય છે. છ દ્રવ્ય આવ્યા ને !(૫૨શેય તરીકે ) મારું મરણ થાય છે – હું દેહથી છુટું છું એમ નથી.
( શ્રોતા:- દેહથી છૂટો તો પડે છે ) છૂટે ? એ તો છૂટો જ છે હું તો ત્રિકાળ છું – છૂટો જ છું તો છૂટો થાઉં ક્યાંથી ? ( શ્રોતાઃ– સંયોગ છે તેનો વિયોગ થાય છે ) એ તો વ્યવહારનયની અપેક્ષાએ બાકી અંદરમાં તો ત્રિકાળી છૂટો જ છે. અરે ! રાગથી પણ એ તો ભિન્ન મુક્તસ્વરૂપ ભગવાન આત્મા છે. જેને ( ગાથા ) ચૌદ પંદરમીમાં કહ્યો અબĀસ્પષ્ટ !! ભગવાન કુંદકુંદાચાર્યે !
ભગવાન કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત! જે (મંગલાચરણમાં ત્રીજું સ્થાન છે) મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી, મંગલ કુંદકુંદાર્યો ( જૈન ધર્મોસ્તુ મંગલ ) પહેલાં ભગવાન પછી ગણધ૨ પછી ત્રીજા કુંદકુંદાચાર્ય, એ કુંદકુંદાચાર્ય કહે છે. સમજાણું કાંઈ... ?
( કહે છે કુંદકુંદાચાર્ય ) કે પર્યાયમાત્ર છે એ આત્માને ૫૨ – શાયકનું જ્ઞેય છે. વાત બેસવી કઠણ જગતને ! અંતઃ તત્ત્વ છે એ બાહ્ય તત્ત્વથી ભિન્ન છે. ઓહોહો ! બાહ્ય તત્ત્વ કહ્યુંને ભાઈ ? ઓલા નિયમસાર, શુદ્ધભાવ અધિકારમાં તો કેવળજ્ઞાન બાહ્ય તત્ત્વ ! અને મોક્ષનો માર્ગ જે પ્રગટયો છે અંતર્તત્ત્વના અવલંબે એ-પણ બાહ્ય તત્ત્વ છે. ભગવાન (આત્મા ) તો અંદર શાયક તત્ત્વ જે ચૈતન્યમૂર્તિ પ્રભુ! એ અંતઃ તત્ત્વ છે, બહિરતત્ત્વથી ભિન્ન છે. ઓહોહો ! અંતર્તત્ત્વથી બહિર્તત્ત્વ ભિન્ન છે કેવળજ્ઞાનની પર્યાય પણ અંતઃતત્ત્વથી ભિન્ન છે.
હજી શ૨ી૨થી ( આત્માને ) ભિન્ન માનવામાં ૫૨સેવા ઊતરે ! આ દેહ મારો, હું છું તો