________________
૧૨૭
ગાથા
૪૯
ચાલે છે – બોલે છે. ( પણ ભાઈ ) એ તો જડની ક્રિયા, તારાથી થઈ શું ? આંહી તો ( કહે છે ) છ દ્રવ્યસ્વરૂપ (લોક ૫૨શેય છે.) ઘણું ગજબ કરી નાખ્યું છે.
એક કો૨ સત્યનું જ્ઞાયકસ્વરૂપ જ્યાં દૃષ્ટિ થઈ, પર્યાય જ્યાં અંત૨માં વળીને એ છદ્રવ્યનું જ્ઞાન સ્વદ્રવ્યનું જ્ઞાન થયું ત્યાં તો હું તો છ દ્રવ્યથી અને છ દ્રવ્યના ગુણોથી ને છ દ્રવ્યોની પર્યાયથી (ભિન્ન છું) અને છ દ્રવ્યનું જે જ્ઞાન થાય છે એ શાનથી પણ હું તો ભિન્ન છું. એય નવરંગભાઈ ! આવું છે. જીવ અન્ય છે એટલા માટે અવ્યક્ત છે. એક બોલ થયો, છ બોલ છે. આ દિવાળીને બેસતા વર્ષે બે મોટા (બોલ ) અવ્યક્તના બરાબર આવી ગયા છે.
બીજો બોલઃ– (કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે ) ( શું કહે છે ? ) જે કંઈ અંદરમાં પુણ્યને પાપ, દયા- દાન–વ્રત– ભક્તિ પૂજા – કામ – ક્રોધ – માન – માયા – લોભ ઉત્પન્ન થાય છે એ ભાવક નામ કર્મ જે ભાવક છે એનાં ભાવ છે. આત્મા ભાવક અને એનાં એ ભાવ નથી. કષાયોનો સમૂહ – ચાહે તો દયાના ભાવ, દાનના ભાવ, ભક્તિના ભાવ, પૂજાના ભાવ, જાત્રાના ભાવ, ભગવાનની ભક્તિમાં લાખો રૂપિયા દાનમાં ( આપવા ) એ બધો કષાયનો સમૂહ છે રાગ છે.
(જુઓ ! ) બત્રીસમી ગાથામાં કષાયનો સમૂહ ભાવકભાવ આવી ગયો છે. એક છત્રીસમી ગાથામાં ‘નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહઃ' – ભાવકભાવ આવી ગયો છે. આ ત્રીજો અહીં આવ્યો એ ત્રણ ભાવકભાવ, બીજો મેં પહેલાં કહ્યો' તો ૪૭ શક્તિમાંથી ત્યાંય ભાવકભાવ છે. ૪૭ શક્તિમાં કર્તૃત્વશક્તિ છે ને ! આમાં છે ને ! કર્તૃત્વશક્તિ બેંતાલીસમી શક્તિ – થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ.
પાપના
શું કહે છે? કે આ જે ભાવકભાવ આપણે ચાલે છે અત્યારે એ તો પુણ્ય વિકા૨ીભાવ, ભાવક કર્મનો ભાવ છે, પોતાનો ( આત્માનો ) નહીં. હવે પોતાનો ભાવકભાવ શું ? કે પોતાના આત્મામાં એક કર્તૃત્વ નામનો ત્રિકાળી ગુણ છે. આત્મા જે વસ્તુ છે એમાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ છે એમાં એક કર્તૃત્વ નામનો ગુણ છે. કર્તૃ હોં ? કર્તૃ એ શબ્દ એ ભાઈને પંડિતને કીધું આ કર્તૃ કેમ આવ્યું કર્તા કેમ ન આવ્યું ? કર્તૃ કેમ આવ્યું તો એ છે શબ્દ સંસ્કૃતની શૈલી છે કહે છે. એ પ્રશ્ન પૂછયો 'તો મેં ભાઈને, કર્તા ન આવ્યું ને કર્તૃ કેમ આવ્યું છે ? છે ને કર્તૃ છે ને ! જુઓને ! કર્તૃત્વ છે ને ? કર્તા ન આવ્યું કર્તૃત્વ આવ્યું એટલે કે એ આવે સંસ્કૃતની શૈલીમાં આવે !
-
૪૨, શું કહે છે ? કે આત્મામાં એક કર્તૃત્વ નામનો ગુણ છે અનાદિ-અનંત પડયો છે, એ કર્તૃત્વ ગુણનું કાર્ય શું કે જે નિર્મળ પર્યાયભાવ છે એનો ભાવક એ કર્તૃત્વ શક્તિ – ( ગુણ ) એ ભાવક છે ને એનું (કાર્ય–ભાવ ) નિર્મળ પર્યાય આદિ ભાવ છે. અને આ જે વિકા૨ી ભાવ અત્યારે ચાલે છે એ ભાવક, કર્મનો ભાવક એનો ભાવ છે. આ ગુણનો ભાવકનો ભાવ છે. વીતરાગ મારગ, ઝીણો બહુ બાપા! એમાં ય તે દિગમ્બર ધર્મ, એ જૈનધર્મ છે. બહુ સૂક્ષ્મ ! સમજાણું કાંઈ ?
અહીંયા કહ્યું, આત્મામાં કર્તૃત્વ નામનો ગુણ છે. તો એ ગુણનો ધરનારો ભગવાન આત્મા શાયક, એ જ્ઞાયકની દૃષ્ટિ કરવાથી જે નિર્મળ પર્યાય થાય છે, એનો ભાવક એ