SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ કર્તુત્વગુણ છે અથવા ભાવકદ્રવ્ય અભેદથી કહેવામાં આવે છે. દ્રવ્ય જે ભાવક છે એ નિર્મળપર્યાય એનો ભાવ છે સમ્યગ્દર્શન જ્ઞાન – ચારિત્રની પર્યાયના ભાવનો ભાવક આ દ્રવ્ય છે. એટલે એમાં ગુણ છે. એમ લઈને... એ જે નિર્વિકારી પર્યાય થાય છે. સમ્યગ્દર્શન -જ્ઞાન – ચારિત્રની શુદ્ધિ, એ પૂર્વની પર્યાયથી નહીં, નિમિત્તથી નહીં, રાગનો અભાવ થયો માટે નહીં, એ કર્તુત્વ નામનો ભગવાનમાં (આત્મામાં) ગુણ અનાદિ – અનંત પડ્યો છે તો તેના કારણે એ ભાવક થઈને સમ્યગ્દર્શન આદિ પર્યાયના ભાવનો ભાવ એ છે. પૂર્વની પર્યાયનો ભાવ નહીં – ભાવકનો ભાવ નહીં. આહાહાહા ! જેમ કેવળજ્ઞાન થયું તો ય મોક્ષના માર્ગની પર્યાયથી એ ભાવ નહીં, એ કેવળજ્ઞાનની પર્યાય થઈ એ કર્તુત્વગુણના – ભાવકનો ભાવ છે, આમ સીધો. સમજાણું કાંઈ....? આ મારગ બહુ સૂક્ષ્મ ભાઈ ! અત્યારે તો લોકોને બહારમાં એક તો બાવીસ કલાક ધર્મ નહીં ને પાપ કરે આખો દિ' ધંધો ને વેપાર ને પા૫, બાયડી છોકરાને સાચવવા એમાં કલાક મળે તો આ બહારની પ્રવૃત્તિમાં રોકાય, આ કરો! આ કરો, આ કરો. સમજાણું? અહીં કહે છે કે કર્મ જે જડ છે, એ નિમિત્ત છે એને ભાવક કહ્યું અને ભાવ એનાં વિકાર પરિણામ - દયા, દાન, વ્રત, શુભ – અશુભ (ભાવ) વ્યવહાર રત્નત્રયનો ભાવ, એ ભાવકનાં ભાવ છે. ભગવાન આત્મામાં ભાવક જે ગુણ છે એનાં એ ભાવ નહીં, આવી વાત છે. આમાં પડયું છે કે નહીં આ બધું અંદર! એ છે ને! ભાવક એ-મય સિદ્ધરૂપ ભાવ કે સિદ્ધ એટલે સિદ્ધ એમ નહીં, એ વખતે થવાવાળી પર્યાય જે નિર્મળ છે. સિદ્ધ નામ એ સમયે થવાવાળી પ્રાપ્ય છે. ઓલો પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય વીતરાગી આત્માની પર્યાય - શુદ્ધની પર્યાય, જે ભાવ એ ભાવનો ભાવક એ સિદ્ધ છે. સિદ્ધ નામ એ સમયે થવાવાળી છે. ત્યાંય એ આવ્યું જન્માક્ષણ છે, એ ઉત્પત્તિની જન્મક્ષણ, ક્રમબદ્ધમાં એ છે. જન્મક્ષણમાં એ છે અને સિદ્ધ નામ તે સમયે થવાવાળી છે. એનો ભાવક, આત્મામાં કર્તુત્વ નામનો ઉપાદાન અંદર શક્તિ - ગુણ છે. એનાથી એ સમ્યગ્દર્શનની પર્યાય શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એ પણ ભાવકના ભાવના કારણે, પૂર્વની પર્યાયના કારણે નહીં. સમજાણું કાંઈ ? એ ભાવકભાવથી આ ભાવકભાવ જુદો – ભિન્ન છે. કષાયોના સમૂહુ ભાવકભાવ એ પુણ્ય – પાપના ભાવ વ્યક્ત છે એનાથી જીવ અન્ય છે. એ પુણ્ય – પાપના ભાવ, વ્યવહાર રત્નત્રયનો રાગ, જે ભાવકનો ભાવ છે એનાથી આત્મા ભિન્ન છે. એને અહીંયા આત્માને અવ્યક્ત નામ સમ્યગ્દર્શન – જ્ઞાનનો વિષય (- ધ્યેય ) કહેવામાં આવેલ છે. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૧૨૪ ગાથા - ૪૯ તા. ૧/૧૧/૭૮ બુધવાર કારતક સુદ-૧ શ્રી સમયસાર- ૪૯ ગાથાનો અવ્યક્ત બોલ છે. બહુ સરસ માંગલિકનું આ છે. પહેલો બોલ તો એમ કહ્યો કે છ દ્રવ્ય જે છે લોક એ તો શેય છે વ્યક્ત છે, છતાં તેનાથી જીવ અન્ય છે, એ કોણ નિર્ણય કરે છે? પર્યાય એમ નિર્ણય કરે છે. “હું” છ દ્રવ્ય શેય અને વ્યક્ત એનાથી હું
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy