________________
ગાથા – ૪૯
૧૨૯ (જુદો) જ્ઞાયક અને અવ્યક્ત એટલે વસ્તુ, તે જીવ છું. શબ્દ એમ છે ને? એક બોલ થઈ ગયો છે.
બીજો કષાયોનો સમૂહ જે ભાવકભાવ જે પર્યાયમાં ભાવક જે કર્મ એનાથી થતાં વિકલ્પો જે શુભ અશુભ એ વ્યક્તિ છે, પ્રગટ છે, હું તેનાથી અન્ય છું, પર્યાય એમ જાણે છે, કે આ કષાયનો સમૂહ જે ભાવકભાવ એનાથી હું ભિન્ન છું. બે ની વચ્ચે પડેલી પર્યાય. પર્યાય એમ જાણે છે, અનુભૂતિ. ભાષા તો શું કરે? કે હું એક જીવદ્રવ્ય છું અવ્યક્ત એટલે પર્યાયમાં આવ્યું નથી ને પરમાં આવ્યું નથી એ અપેક્ષાએ બાકી છે તો વ્યક્ત. એ અપેક્ષાએ હું આત્મા, જીવ કષાયના સમૂહ વિકલ્પોની જાત ગમે તે હો ગુણગુણીના ભેદનો વિકલ્પ હો રાગ, શાસ્ત્રને લખવાનો વિકલ્પ હો એ વિકલ્પના સમૂહથી એ ભાવકભાવ કર્મનો એ ભાવ છે, શાસ્ત્ર લખતા વખતે વિકલ્પ છે ને? કર્તા નથી. આ જે કર્તા થઈને લખે છે એ તો મિથ્યાષ્ટિ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
અહીંયા તો વિકલ્પ આવ્યો છે એ કષાયનો સમૂહ છે અને ભાવકનો ભાવ છે, મારા ભાવકનો ભાવ એ નહિ. મારો ભાવ તો એ વિકલ્પથી (જુદો છે) હું? લખવા વખતે પણ આચાર્ય એમ કહે છે કે એ વિકલ્પ જે છે એ તો કર્મના ભાવકનો ભાવ છે, મારા દ્રવ્યનો ભાવ એ નથી, મારી વસ્તુ છે એનો એ ભાવ નથી. હું? આવી વાત છે પ્રભુ! આહાહા ! ઓહોહો કષાયોનો સમૂહુ ભાવકભાવ પ્રગટ છે, પ્રભુ હું તો એનાથી ભિન્ન, આંહી અવ્યક્ત કહ્યો, અવ્યક્તનો અર્થ કે પર્યાયમાં આવતો નથી, દ્રવ્ય બહારમાં આવતું નથી એ અપેક્ષાએ, વસ્તુ તરીકે તો વ્યક્તિ પ્રગટ જ છે દ્રવ્ય. એ બે બોલ તો ચાલી ગયા છે.
હવે આ ત્રીજો “ચિત્સામાન્યમાં” બહુ અલૌકિક વાત છે બાપા, જ્ઞાયકભાવ ચિત્સામાન્ય એટલે દર્શનશાનરૂપી ચિત્ એવું જે સામાન્ય સ્વરૂપ, ચિત્સામાન્ય ચિત્ એટલે જ્ઞાન ને દર્શન એવું જે કાયમી સ્વભાવ સામાન્ય એમાં બીજા બધા ગુણો આવી જાય છે. હું કોણ છું એમ નિર્ણય સમ્યગ્દર્શનની પર્યાય અથવા જ્ઞાનની પર્યાય એમ નિર્ણય કરે છે, એ ચિત્સામાન્યમાં જ્ઞાયક દર્શન ને શાન એવું સામાન્ય નામ ધ્રુવ, એમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ, ચૈતન્યની સર્વ પ્રગટ અવસ્થાઓ ભૂતની અને ભવિષ્યની એમાં અંતર્મગ્ન છે, એટલે કે એ અંતર્મગ્ન છે એટલે કે એ ગુણરૂપ છે. આહાહા!
પૂર્વે અને પછી મતિશ્રુતજ્ઞાનની પર્યાય પ્રગટી છે વર્તમાન એ એમ કહે છે, વર્તમાન, બાહ્ય એ એમ કહે છે કે ભૂતકાળની મારી મતિશ્રુતજ્ઞાનની પર્યાયો અને ભવિષ્યમાં પણ અતિશ્રુત ને કેવળજ્ઞાનની પણ પર્યાય, આ તે એક જ્ઞાનથી વાત લીધી છે એવી અનંતગુણની. હું આત્મા કોણ છું? કે ચિત્સામાન્ય જે વસ્તુ છે તેમાં ચૈતન્યની સર્વ પ્રગટ દશાઓ પ્રગટ તો પર્યાય હતી ત્યારની અપેક્ષા છે. ભૂતકાળમાં હતી, ભવિષ્યમાં થશે એ અપેક્ષાએ પ્રગટ કીધું, પણ મારા સ્વરૂપમાં એ નથી અત્યારે, ભેદ એમાં નથી એકલો શાકભાવ જેને અહીંયા પર્યાય અને પરની અપેક્ષાએ અવ્યક્ત કહ્યો, પણ પર્યાયમાં તે વ્યક્ત થાય છે. આહાહા ! આવી વાત છે, પ્રવિણભાઈ ! આહાહાહા !
હું ચૈતન્ય જે સામાન્ય જે કાયમી ચીજ છું, એમાં જે એક આંહી તો મેં મશ્રિતની પર્યાય જ્ઞાનની લીધી, એમ શ્રદ્ધાની એમ ચારિત્ર એટલે શાંતિની થઈ ગઈ અને થશે એ બધી પર્યાયો વર્તમાન સિવાય, કેમકે વર્તમાન પર્યાયે તો એ નિર્ણય કર્યો કે હું આ છું. મારું સ્વરૂપ સામાન્ય