________________
૧૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ જે છે, તેમાં બધી અવસ્થાઓ નિમગ્ન છે, અવસ્થારૂપે અવસ્થા અંદર નથી ભાઈ. શું કીધું ઈ ? કે મતિશ્રુતજ્ઞાનની મારી પર્યાય થઈ ગઈ એ તો ક્ષયોપશમભાવની હતી અને અમુક સુધી થશે તે ક્ષયોપશમની છે, અને પછી થશે એ ક્ષાયિકની છે. પણ મારો ભગવાન એ ભૂત અને ભવિષ્યની પર્યાય અંદ૨ નિમગ્ન એટલે પારિણામિકભાવે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
( શ્રોતાઃ- પારિણામિક ભાવે છે એટલે શું ? ) એટલે પ્રગટ પર્યાયનો જે ભાવ હતો, એ ભાવ અંદ૨માં નથી હવે, જે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે એમાં સામાન્ય સ્વભાવ એનું થઈ ગયું છે, પાણિામિક સ્વભાવ એટલે કે એકરૂપ સ્વભાવ, એ વ્યક્ત જે પર્યાય છે એ તો અનેક પ્રકારે ભિન્ન ભિન્ન કોઈ ક્ષયોપશમની, કોઈ ક્ષાયિકની, મતિશ્રુત ક્ષયોપશમની, સમકિત ક્ષાયિક હોય છે એની, ચારિત્રના સ્વરૂપના આચરણની પ્રગટ અવસ્થા છે તે, થઈ ગઈ તે, થશે તે. એવી એવી જ્ઞાનની દર્શનની ચારિત્રની આનંદની, આનંદની પર્યાય પણ હું સાધક છું, તો મારી જે આનંદની પર્યાય વીતી ગઈ એ અંત૨માં ગઈ, ભલે એ આનંદની પર્યાય ક્ષયોપશમભાવે હો પણ અંત૨ ગઈ ત્યાં પારિણામિકભાવે થઈ ગઈ. પારિણામિક એટલે સહજ જ્ઞાયકભાવ, ધ્રુવભાવમાં એ આવી ગઈ. ત્યાં આગળ એ પર્યાય ક્ષયોપશમભાવે રહે છે અંદર,( એમ નથી. ) આમ તો ભાષા એમ ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ, નિમજ્ઞ અંતર્ભૂત છે ત્યારે એ જે ક્ષયોપશમભાવ છે એ અંતર્ભૂત છે ? સમજાણું કાંઈ ? ચંદુભાઈ ! આવું ઝીણું છે.
હવે આવું વર્ષ બેસતું છે. ૨૦૩૫ ને થઈ. પાંચ ને ત્રણ આઠ ૨૦૦૦ આ તો આંકડો બીજો આવ્યો. આઠ તો બીજું રહ્યું આઠ કર્મથી અને એના ભેદોથી પણ ભિન્ન ભગવાન છે. એમ કહે છે, ચિત્સામાન્યમાં, એટલે કે જેટલી શક્તિઓ મલિનરૂપે થઈ ગઈ અને નિર્મળરૂપે પણ થઈ અને હજી પણ ભવિષ્યમાં થોડી કેટલીક મલિનરૂપે રહેશે અને કેટલીક વ્યક્ત નિર્મળ થશે એ બધી મારા સ્વરૂપમાં અંદ૨માં એકાકાર છે. એમ પ્રગટ જ્ઞાનની પર્યાય, પ્રગટ શ્રદ્ધાની પર્યાય, પ્રગટ આનંદની પર્યાય, પ્રગટ સ્વરૂપ આચરણની સ્થિરતાની પર્યાય, એવી અનંતી પર્યાયોનું એકરૂપ પ્રગટ તે આ જીવ છું એમ નક્કી કરે છે. ભાષા ( માં ) તો એક પર્યાયને લીધી પણ એની પર્યાયમાં અનંતી પર્યાય ભેગી છે ને ? એક સમયમાં અનંતી પર્યાયો પ્રગટ વ્યક્ત છે, એ અંતરમાં ગઈ નથી. આહાહા ! સમજાણું કાંઈ ? માળે કેવું સમાડયું છે જુઓ ને ટૂંકી ભાષામાં.
હું એક શાયક સામાન્ય સ્વભાવ, ધ્રુવસ્વભાવ, એકરૂપ સ્વભાવભાવ એમાં ભૂત અને ભવિષ્યની પર્યાયો કોઈ મલિન, મલિન ગઈ તે પણ અંતર્મગ્ન થઈ, ઉદયભાવની પર્યાય અંતર્મગ્ર થઈ, ત્યાં અંત૨માં ઉદયભાવે ન રહી ત્યાં તો પારિણામિક સ્વભાવ થઈ. આવો મારગ વીતરાગ સર્વજ્ઞનો ઓહોહો એમાં ય આદિ પુરાણ એમાં ૧૦૦૮ નામ આપ્યા છે. આજ અડધો કલાક સ્વાધ્યાય થઈ ગયો ૧૦૦૮ નો છ થી સાડા છ, ઓહોહોહો ! ગજબ કામ કર્યું, મુનિઓએ. એ વખતે જે વિકલ્પ આવ્યો છે શક્તિના વર્ણનનો, એ વિકલ્પ કષાયનો સમૂહ છે, એનાથી મારી ચીજ ભિન્ન છે અને પછી ભૂતકાળ અને ભવિષ્યમાં અનંતી પર્યાયો થઈ ગઈ એક એક ગુણની, એવા અનંતા ગુણની અનંતી પર્યાયો થઈ ગઈ, એમ ભવિષ્યમાં એક એક ગુણની એક પર્યાય એવા અનંતા ગુણની અનંત પર્યાય થશે એને આંઠી વ્યકિતઓ કીધી, સર્વ વ્યક્તિ કીધી ને ? આ વ્યકિત આ વ્યક્તિ નથી કહેતા લોકો, આ વ્યક્તિ એક આવી એમ આ પ્રગટ અવસ્થાઓ એ