________________
ગાથા – ૪૯
૧૩૧ ચિત્સામાન્યમાં નિમગ્ન છે, એકલી મગ્ન નથી કહ્યું, નિમગ્ન. સ્વભાવભાવરૂપ થઈ ગઈ છે, શું કીધું સમજાણું? અલૌકિક વાત છે બાપા! ત્રીજો બોલ આવ્યો છે. આહાહાહા !
વર્તમાનમાં અનંતગુણની પર્યાય વ્યક્ત છે, એ વ્યક્તિ પર્યાય એમ નિર્ણય કરે છે, કે મારું સ્વરૂપ જે જ્ઞાયકભાવ જે છે, એમાં સમજાવવામાં શું કહે, હું જ્ઞાયક છું ને આ અંતર્મગ્ન છે, એ પણ એ બધો વિકલ્પ છે. પણ સમજાવે, શું સમજાવે? વર્તમાનમાં જેટલા ગુણો છે, અનંત અનંત અનંત અનંત અનંત અનંત એ બધા ગુણોની વર્તમાન પર્યાય વ્યક્ત પ્રગટ છે મારે, એક જ પર્યાય છે એમ નહિ, અનંતી પર્યાય છે, તે અનંતી પર્યાય અંતરમાં ગઈ નથી. એકવાર ચંદુભાઈને પુછ્યું'તું ને કે એલા સામાન્યમાં અંતર્મગ્ર શું થઈ ગયું'તું વર્તમાન ગઈ કે નહિ અંતરમાં ? કહે કે “ના”. એ તો વ્યાખ્યા થઈ ગઈ ને. (શ્રોતા:- મારા ગુરુ તો વર્તમાન પર્યાયથી પણ અંતર્નિમગ્ન થઈ ગયા છે, પણ એ નિમગ્ન થયું છે, એ કોણે નિર્ણય કર્યો? ( શ્રોતા – નિમગ્ન થઈને નિર્ણય કર્યો/થઈ ગયો.) શું બોલ આવ્યો છે ને?
કે આત્મા એક વસ્તુ ને એમાં અનંત અનંત ગુણો, અનંત અનંત ગુણો એટલે? જેની સંખ્યાની કોઈ મર્યાદા હદ જ ન મળે. જેમ લોકનો અંત નહી કોઈ હદ છે? કે હવે આકાશ અહીં થઈ રહ્યું શું છે આ તે, આ ચૌદ બ્રહ્માંડનો અંત છે, અસંખ્ય જોજન બસ, પણ પછી ખાલી જગ્યાનો આમ ક્યાંય અંત (નથી). એવો જે અલોકનો આકાશ છે એનો ક્યાંય અંત નહિ. એના અંત વિનાના આકાશના અનંત અનંત પ્રદેશો, એથી પણ ભગવાન એક આત્મામાં અનંતા અનંતા અનંતા અનંતથી અનંતા અનંત ગુણોનો પિંડ શું કહે છે આ? એકવાર નાસ્તિક હોય તોપણ એને વિચારમાં આવી જાય કે આ શું છે. આ તે આ, અને તે અસ્તિરૂપે છે. વળી તેનો અંત નથી, છતાં તેને પ્રદેશત્વગુણને લઈને આકાર છે, આ શું? કોને? આકાશને. એવા આકાશના પ્રદેશનો આકાર છે તે અનંત અનંત પ્રદેશ છે, એથી અનંત અનંત ગુણા ભગવાન આત્મામાં વર્તમાનમાં ગુણ છે અને તેટલી જ અનંતાગુણની જેટલા અપાર અપાર ગુણ છે તેટલી જ વર્તમાન પર્યાયમાં અપાર અપાર પર્યાય પ્રગટ છે. જે પ્રગટ પર્યાય અનંત છે, એને આ આ આ આ આ આ આ આ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત તો એ પર્યાયની વર્તમાન પ્રગટનો કોઈ પર્યાયનો છેડો છે, એ વસ્તુ નથી. ચંદુભાઈ ! આહાહા !
પ્રગટ પર્યાય જે છે એટલી અનંતી છે, ક્ષેત્રથી આમ અંત આવી ગયો આમ એટલામાં. હું? પણ એની જે સંખ્યા પ્રગટ દશાઓ જે સામાન્યમાં વર્તમાન ભળી જ નથી. અનંતી અનંતી પર્યાય, અનંતી અનંતી અનંતી જેટલા ગુણો તેટલી પર્યાય એ અનંતી અવંતી પર્યાય એમાં પ્રધાનપણે જ્ઞાનની પર્યાય એમ નિર્ણય કરે છે, કે આ ચિત્સામાન્ય વસ્તુ જે છે વસ્તુ, એમાં એ બધી પર્યાયો ભલે મલિન, મલિન થઈ ગઈ, થોડો વખત મલિન રહેશે. પણ જ્યાં સુધી સાધક છે એટલે. આહાહાહા !
અમૃતચંદ્રાચાર્યે કહ્યું ને “કલ્માષિતાયા” મારી પર્યાયમાં કલુષિત ભાવ છે, મારી પર્યાયમાં દુઃખરૂપ ભાવ છે, હું એ નથી. હું તો ત્રિકાળી આનંદ સ્વરૂપ છું, પણ આની ટીકા કરતાં, એ વિકલ્પ છે, તેનો ય હું કર્તા નથી, એ તો ( વિકલ્પ) આવી ગયો અને અક્ષરો લખાઈ ગયા. એ તો જડને કારણે લખાઈ ગયા, મેં લખ્યા નથી, મારા અક્ષર નથી. આહાહાહા ! સમજાણું કાંઈ?