________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એવી અનંતી અનંતી પર્યાયો થઈ ગઈ કેટલીક એની વર્તમાન અનંતી પર્યાય ને આ પર્યાય છેલ્લી છે એક બે ત્રણ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત એ હવે અનંતનો છેલ્લો અનંત આ છે, છેલ્લો અનંત એય નથી, છેલ્લો અનંતેય નથી અને છેલ્લા અનંતનો છેલ્લો ભાગ એ એમાં નથી. ( કહે છે ) એટલી તો આ પ્રગટ અવસ્થાઓ છે. ( એ પ્રગટ અવસ્થામાં જ્ઞાન અને શ્રદ્ધાની પર્યાય, સામાન્ય સ્વભાવ સન્મુખ દૃષ્ટિ થઈ છે, એમાં આ નિર્ણય થયો છે વર્તમાન પર્યાયમાં. કે પૂર્વની અને ભવિષ્યની પર્યાયો બધી અંતર્મગ્ન નહીં, નિમગ્ન, નિમગ્ન નામ એ તો પારિણામિકભાવે થઈ ગઈ બસ. આરે આરે આવી વાત છે. ગહન દ્રવ્યસ્વભાવ ભાઈ ! સ્વયંભૂ ભગવાન આત્મા, સ્વયંભૂ પોતાથી પોતે છે અને પોતાથી પોતે પ્રગટ થાય છે. એક એક આત્માની વાત હોં એવા તો અનંત આત્માઓ ( શ્રોતાઃ– પર્યાય ને ગુણમાં ફેર છે ? ) પર્યાય અવસ્થા છે, ગુણ ત્રિકાળી છે. ઝીણી વાત બહુ હોં. પર્યાય અવસ્થા વર્તમાન એક સમયની અને ગુણ છે ત્રિકાળ ધ્રુવ છે. ઝીણી વાત બાપુ ! એક એક વાત, હૈં ? ( શ્રોતાઃ– બહુ ગહન ) કેટલું સમાયું છે. આહાહાહા !
ચિત્સામાન્યમાં મારો પ્રભુ જે સામાન્યરૂપ છે જે ધ્રુવ. એ ધ્રુવમાં ભૂત અને ભવિષ્યની અનંતી અનંતી અનંતી અનંતી એક સમયની અનંતી, એવી એવી અનંત સમયની અનંતી, ભવિષ્યમાં પણ એક સમયની અનંતી એવી અનંતા સમયની અનંતી. હૈં ( શ્રોતાઃ- એ અંદરમાં જાણવાપણે જણાયને રહેલી છે. ) એ નહિ, એ જાણે ગુણ જાણે એને. પર્યાય તો ગુણ તરીકે જાણે. સર્વજ્ઞના જ્ઞાનમાં આવે, કે આ અંશ છે એ આમાં પરિણામીરૂપે થયો, અને આ અંશ છે એ આ પ્રગટશે, એ ભગવાનના જ્ઞાનમાં હોય છે. અહીંયા તો ગુણ ગુણરૂપે છે, સામાન્યરૂપે છે. અંતર્મગ્ર થઈ ગઈ છે. નિમગ્ન થઈ ગઈ છે, ભાષા જુઓને, નિમગ્ન છે. આહાહા !
નિમગ્ન. ઉન્મગ્ન અને નિમગ્ન નામની નદીઓ બે છે, વૈચાક પર્વતમાં આ સાધવા જાય છે ચક્રવર્તી તીર્થંકર પોતે ચક્રવર્તી સાધવા જાય છે, વચ્ચે બે નદીઓ આવે છે, એક નદી ઉન્મગ્ન છે, એક નિમગ્ન છે. તે એક નદીમાં જે કાંઈ પડે વસ્તુ એને બુડાડી દે અંદર નિમગ્ન અને એક નદીની અંદર વસ્તુ પડે એને બહાર કાઢી નાખે ઉન્મઙ્ગ, ઓલી નિમગ્ન છે ઓલી ઉન્મગ્ન છે, એમ આ ભગવાન આત્મામાં ભૂત અને ભવિષ્યની અનંતી અનંતી અનંતી અનંતી અનંતી એક સમયમાં અનંતી અનંતીનો પાર નહિ એવી અનંતી સમયની પર્યાયો અને ભવિષ્યની અનંતકાળની પર્યાયો. આહાહાહા ! કેવળજ્ઞાનની પર્યાય વ્યક્ત થશે ત્યારે તે અનંત અનંત થશે અને તે તે પર્યાયમાં અનંતા અનંતા કેવળીઓ જાણે એટલી એક સમયના અવિભાગ પ્રતિચ્છેદની તાકાત છે, એ બધી પર્યાયો, મારો સામાન્ય સ્વભાવ ધ્રુવ નિમગ્ન છે. છે ? એટલે અંતર્ભૂત છે, પણ અંતર્ભૂત છે એ પર્યાયરૂપે અંતર્ભૂત નથી. અંત૨માં ભૂત છે એ તો ગુણરૂપે પારિણામિકભાવરૂપે સહજ સહજ સહજાત્મ સ્વરૂપ એ રૂપે અંદર છે. અરે આવો ઉપદેશ ને આ ધર્મ છે. ( શ્રોતા:અલૌકિક ) હૈં ? ( શ્રોતાઃ– નવી વસ્તુ હોય તો નવો ધર્મ હોય ને ) નવું એટલે આવું. આહાહાહા ! હવે આખી જિંદગીમાં આજ અડધો કલાક ૧૦૦૮ નામનો સ્વાધ્યાય થયો અડધો કલાક તે સંતોના કરેલા. હૈં ? નામો, એવા બધા નામથી ભાવથી ભરેલો ભગવાન છે. એવા અનંત નામ છે એ દરેક નામનો ગુણ સ્વભાવ છે, ભાવ છે એ બધા ભાવથી ભરેલો ભગવાન છે.
૧૩૨