________________
ગાથા – ૪૯
૧૩૩ આહાહાહા !
તે છે માટે અવ્યક્ત છે, શું કીધું? પ્રગટ અવસ્થાઓ ભૂતકાળની ને ભવિષ્યકાળની અંતર્નિમગ્ન છે માટે તેને અવ્યક્ત કહેવામાં આવે છે. કોને? ત્રિકાળી સામાન્યને, કેમ કે એ ત્રિકાળી અવ્યક્ત છે, એ પર્યાયમાં અનંતી પર્યાયોનો નિર્ણય કરે. શ્રદ્ધાની સાથે અનંતી પર્યાય ઢળી છે ને શ્રદ્ધા, પણ છતાં એ ભૂત ને ભવિષ્યની પર્યાય અંતર્નિમગ્ન છે છતાં તેને અવ્યક્ત કહેવામાં આવે છે. કોને? કાયમી ચીજને, કેમકે એ કાયમની ચીજ છે એ નિર્ણય કરે છે એ પર્યાયમાં પણ એ આવતી નથી ચીજ, પર્યાય તેને જાણે-પર્યાય તેને જાણે, કે આ પૂર્ણ આખો છે, છતાં પૂર્ણ સ્વરૂપ પર્યાયમાં આવે નહિ, એનું જ્ઞાન આવે. શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ જેટલું છે તેની પ્રતીતિ આવે પણ પ્રતીતિમાં એ વસ્તુ છે એ આવે નહિ. આહાહા! ઓહોહો આવી વાત આગળ ક્યાં બીજી વાતું. હું? સંસ્કૃત છે ને એ, જુઓ “ચિત્સામાન્ય નિમગ્ન, સમસ્ત વ્યક્તિત્ત્વા” સંસ્કૃત છે, એટલો શબ્દ છે, “ચિત્સામાન્ય, નિમગ્ન, સમસ્ત વ્યક્તિત્ત્વા, અવ્યક્ત.” અનંતી અવંતી પર્યાય પ્રગટ છે, વ્યક્ત છે અને અનંતી અનંતી પર્યાય એમાં ગઈ છે, માટે તે વસ્તુને અવ્યક્ત કહેવાય છે, વ્યક્તિ હતી તે ગઈ તેને અહીંયા અવ્યક્ત કહેવામાં આવે છે. આહાહાહા !
આમ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનની પર્યાય, આ વસ્તુ અવ્યક્ત છે, એટલે સામાન્ય છે, તેમ ત્યાં દઢપણે સ્થિર થાય છે, સ્થિર ચીજમાં દષ્ટિ સ્થિર થાય છે, એ સ્થિર છે, સ્થિર સામાન્ય અંદર અંતર નિમગ્ન થઈ ગઈ એ બધું સ્થિર છે ત્યાં, પર્યાયપણે હતું ત્યારે અસ્થિર હતું, કંપન હતું, સક્રિયપણું હતું પર્યાયપણે જ્યારે છે તે સક્રિયપણું હતું, ચાહે તો સમ્યગ્દર્શનની પર્યાય પણ એ સક્રિય છે, પર્યાય છે ને? એય! એમાં નિષ્ક્રિય ગુણ છે ને? ૪૭ માં એક નિષ્ક્રિય ગુણ છે. એ પર્યાયો સમ્યગ્દર્શન આદિની વર્તમાન સિવાયની વર્તમાન પર્યાય સક્રિય છે. સક્રિય છે એ નિષ્ક્રિયનો નિર્ણય કરે છે. આહાહા ! સમજાણું કાંઈ? એ અનંતી પર્યાયો જે પ્રગટરૂપે હતી, અત્યારે છે, થશે એ બધીને સક્રિય કહેવામાં આવે છે, પણ ભગવાન આત્મા એ સક્રિય પર્યાય અંદર ગઈ માટે તો પણ) એ ચીજને તો નિષ્ક્રિય કહેવામાં આવે છે. આવો દ્રવ્યસ્વભાવ છે. અને એની દૃષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. આહાહા! સમજાણું કાંઈ ? અને એનું જ્ઞાન કરવું એ સમ્યજ્ઞાન છે, અને એ ચિત્સામાન્ય જે અંતર્નિમગ્ન પૂર્વ ભવિષ્ય પર્યાયો, તેમાં લીનતા થવી તે ચારિત્ર છે. આ મોક્ષનો મારગ છે. એ ત્રીજો બોલ થયો.
ચોથો “ક્ષણિક વ્યક્તિમાત્ર નથી” (માટે અવ્યક્ત છે) એક સમયની અવસ્થા ક્ષણિક છે. કેવળજ્ઞાનની પર્યાય પણ ક્ષણિક છે એક સમયની છે. આ તો બહુ સાદી ભાષા, અને વસ્તુ અલૌકિક! વર્તમાનમાં પ્રગટરૂપ અનંતી પર્યાયો વ્યક્તરૂપ છે તે ક્ષણિક વ્યક્તિમાત્ર એ વસ્તુ નથી. એક સમયની અનંતી પર્યાયો વ્યક્ત છે, અનંતગુણની અપાર જેનો પાર નથી, એવી ક્ષણિક વ્યક્તિમાત્ર પ્રભુ નથી. એ દૃષ્ટિનો વિષય ભગવાન આત્મા એ ક્ષણિકમાત્ર વ્યક્તિરૂપે નથી. ક્ષણિક વ્યક્તિ એનો નિર્ણય કરે છે, પણ તે નિર્ણય, પર્યાય પૂરતો આત્મા નથી. ક્ષણિક વ્યક્તિમાત્ર નથી, ક્ષણિક વ્યક્તિ “માત્ર જોર આપ્યું છે, એક સમયની ભલે અનંતી પર્યાય છે, પણ ક્ષણિક છે. જેને શુદ્ધભાવ અધિકાર નિયમસારમાં, એ ક્ષણિક વ્યક્તિઓને પ્રગટ દશાઓને
- વવા.