SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ નાશવાન કહી છે, કારણકે એક સમય પૂરતી છે ને? ભલે કેવળજ્ઞાન હોય પણ એક સમય પૂરતી છે, એ નાશવાન છે. અને ભગવાન આત્મા, એ ત્રિકાળ જે અવ્યક્ત જ્યાં કહ્યો અહીંયા, એ તો અવિનાશી છે. પલટનમાં આવતો નથી, બહારમાં આવતો નથી, પોતે પલટતો નથી. આહાહાહા ! ક્ષણિક વ્યક્તિમાત્ર, કુદરતે અવ્યક્તનો બોલ આવી ગયો આ દિવાળીને વર્ષ બેસતે “ક્ષણિક વ્યક્તિમાત્ર નથી” રાગ તો નથી, પર તો એમાં નથી પણ એની ક્ષણિક પર્યાય-મોક્ષ માર્ગની જે નિર્ણય કરે છે ક્ષણિક પર્યાય, એ નિર્ણય કરે છે. પર્યાય એટલો એ પોતે નથી. આવું સ્વરૂપ છે આ કઈ જાતનો ઉપદેશ હશે? ઓલું તો એવું અપવાસ કરો, વ્રત કરો. (શ્રોતા:વિચાર કરવાની વાત છે) આ તો વિચાર કરવાની વાત છે. “કર વિચાર તો પામ” એ વિચાર એ પર્યાય છે. શ્રીમમાં આવે છે ને. હેં? ( શ્રોતા – સવિકલ્પ કે નિર્વિકલ્પ) નિર્વિકલ્પ. જો કે રાજમલ ટીકામાં તો વિચારને વિકલ્પવાળો લીધો છે, ખબર છે? ટીકામાં. પણ આ વિચાર એમ નહિ, આ વિચાર એટલે જ્ઞાનની પર્યાય નિર્વિકલ્પ તેને આંહી વિચાર કહેવો. ને રાજમલ ટીકામાં વિચાર આ તે મંથન ફલાણું ફલાણું એ બધું વિકલ્પ છે, છે ને એ બધું કહ્યું છે, ખબર છે ને? આહાહાહા! અહીંયા તો એમ કહે છે, પ્રભુ તું રાગરૂપે તો નથી, પરરૂપે તો નથી, પણ ક્ષણિક વ્યક્તિમાત્ર પણ તું નથી. મોક્ષના માર્ગની પર્યાય છે, એ ક્ષણિક છે, કેવળજ્ઞાન પોતે ક્ષણિક છે પછી આની વાત શું કરવી. એ ક્ષણિક વ્યક્તિ પ્રગટ દશારૂપ અસ્તિપણે છે તેટલું તારું સ્વરૂપ નથી તેટલો તું અસ્તિ નથી. એક પર્યાયની અસ્તિપણે પ્રગટ છે, અસ્તિ છે, પણ તેટલુ તારું અસ્તિપણું નથી. (શ્રોતાઃ- થોડું અસ્તિત્વ પર્યાયનું ખરું કે નહીં.) જરીયે નહિ, અહીં નહિ. અતિ છે, પર્યાય તરીકે છે. પણ આ હું એ અસ્તિ તરીકે એટલો નથી, મારું અસ્તિત્વ તો તદ્દન ભિન્ન છે. આહાહા! સમજાણું કાંઈ? એ સત્તાનો સાહેબો પોતાની સત્તા, ક્ષણિક સત્તાથી ભિન્ન રાખે છે. એવી અંતર ક્ષણિક સત્તા વ્યક્તિમાત્ર નથી એવો નિર્ણય કોણ કરે છે? એ નિર્ણય તો ક્ષણિક વ્યક્તિ જ કરે છે. ચિવિલાસમાં આવ્યું છે, અનિત્ય નિર્ણય નિત્યનો કરે છે, નિત્યનો નિર્ણય નિત્ય કોણ કરે? ક્ષણિક વ્યક્તિ છે એ અનિત્ય છે, એ ત્રિકાળ હું છું આટલો નથી એમ નિર્ણય ક્ષણિક વ્યક્તિ કરે છે. એવો મારગ છે. એવો મારગ વીતરાગનો ભાખ્યો શ્રી વીતરાગ. ઇન્દ્રની સભામાં પરમાત્મા આમ વર્ણવતાં હતા. એ ચોથો બોલ થયો. ભલે, ક્ષણિક વ્યક્તિ અનંત છે વર્તમાન, અનંત છે ને? પણ એક સમયનું અસ્તિત્વ છે, એટલા અસ્તિત્વ પૂરતો હું નથી, મારું અસ્તિત્વ પૂર્ણાનંદનું પૂર્ણ પૂરું અસ્તિત્વ છે, એ પર્યાયમાં આવતું નથી માટે એને અવ્યક્ત કર્યું. વસ્તુ તરીકે તો વ્યક્ત પ્રગટ જ છે. એવો હું પર્યાયની વ્યક્તતાની અપેક્ષાએ અવ્યક્ત હું છું. આહાહાહા ! પાંચમો બોલ. વ્યક્તપણું પ્રગટ અવસ્થાઓ અનંતી અને અવ્યક્તપણે ત્રિકાળી ધ્રુવ જે છે. પર્યાયમાં આવતું નથી એ અપેક્ષાએ અવ્યક્તપણું વ્યક્તિમાં આવતું નથી માટે અવ્યક્તપણું. આહાહા ! “એક ક્ષણિક માત્ર વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવામાં
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy