________________
ગાથા ૪૯
૧૩૫
આવતાં છતાં” જ્ઞાનમાં તો વ્યક્તપણું અને અવ્યક્તપણું બેય જ્ઞાન થાય છે, ‘જ્ઞાન’, પ્રગટ દશાઓ અને દશામાં આવ્યું નથી એવું અવ્યક્ત પ્રગટ વસ્તુ, બેયનું એક સમયમાં વ્યક્ત પર્યાયમાં જ્ઞાન હોવા છતાં તે, છતાં પણ એટલે કેમ કહ્યું ? કે અવ્યક્ત ને વ્યક્તનું જ્ઞાન તો બેયનું એકહારે છે, “આવું હોવા છતાં પણ વ્યક્તને શતું નથી દ્રવ્ય ” હૈં ? ગજબ વાત છે. આહાહા !
ફરીને, વ્યક્ત પ્રગટ દશાઓ અને અવ્યક્ત પર્યાયમાં આવ્યું નથી એવું અવ્યક્ત દ્રવ્ય બેયનું એક સમયમાં મિશ્રિતપણે જોયું મિશ્રિતરૂપે જ્ઞાન છે, પર્યાયનું ય જ્ઞાન છે, દ્રવ્યનું ય જ્ઞાન છે. એને મિશ્રિત કીધું, એવું મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં, જ્ઞાનની પર્યાયમાં પર્યાયનું જ્ઞાન ને દ્રવ્યનું જ્ઞાન એમ મિશ્રિતરૂપે ભાસ પ્રતિભાસ, જ્ઞાનમાં પ્રતિભાસ, દ્રવ્યનો ને પર્યાયનો જ્ઞાનમાં પ્રતિભાસ. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પોતાની પર્યાયનો પ્રતિભાસ અને બીજી પર્યાયનો પ્રતિભાસ અને તે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનો પ્રતિભાસ. વસ્તુ છે એ તો વસ્તુમાં રહી, પણ જેમ બિંબ છે સામે તેમ અરિસામાં પ્રતિબિંબ એ પ્રતિબિંબપણે છે એ અરીસો છે, અહીં બિંબપણે એ નથી. એમ અંહી વ્યક્તપણે પર્યાય છે અને અવ્યક્તપણે વસ્તુ છે, એટલે કે આ પર્યાયમાં આવ્યું નથી માટે, એ બેનું એક ક્ષણે મિશ્રિત જ્ઞાન હોવા છતાં એ વ્યક્તને દ્રવ્ય સ્પેશતું નથી, આ તો હજી બીજાને અડવું ને સ્પર્શવાની વાતું વ્હાલે છે. હેં ? આહાહાહા !
ઓલુ છે ને ચુંબન ને આલિંગન કરવું. અરેરે ! પ્રભુ શું કરે છે તું આ ? શું કર્યું પ્રભુ ? તું કયાં ગયો. ( શ્રોતાઃ- એ રખડવા ગયો ) અરેરે ! આ શું કર્યું ભાઈ ? અંહી તો દ્રવ્યસ્વભાવ છે એ પર્યાયને સ્પેશતો નથી. અરેરે ! ત્રીજી ગાથામાં તો એમ કહ્યું કે જીવદ્રવ્ય છે એ પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણને સ્પર્શે છે, ઈ તો ૫૨ને ચુંબતું નથી એટલું બતાવવા, ૫રને અડતું નથી, સ્પર્શતું નથી એટલું બતાવવા, પોતાનો ભગવાન આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને સ્પર્શે છે, અહીંયા જરી ઝીણું છે પણ છે અલૌકિક વાત છે આ. માણસો ય આવ્યા છે. જુદા જુદા છે વધારે કંઈક આજ. ( શ્રોતાઃ- બધા બોણી લેવા આવ્યા છે ) બધાં બોણી લેવા આવ્યા છે, સાચી વાત ભાઈ વાત તો સાચી ભાઈ છે. આહાહાહાહા!
ભગવાન આત્મા તેની પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન થાય ને પોતાના દ્રવ્યનું પણ જ્ઞાન થાય. પણ એ વાત અહીં ન કરી ફક્ત પર્યાયનું ને દ્રવ્યનું જ્ઞાન તો પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન તો છે, એને પર્યાય કહીએ, જ્ઞાનની પર્યાયમાં, ભલે શ્રુતજ્ઞાનની પર્યાય હો પણ એ પર્યાયનો સ્વ૫૨પ્રકાશક સ્વભાવ હોવાથી તે પર્યાયમાં શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ ૫૨પ્રકાશકપણું આવી જાય છે, એવી જે એક સમયની પર્યાય જેનું જ્ઞાન સ્વપ૨પ્રકાશક સ્વભાવ છે, ૧૭ મી ગાથામાં એમ આવ્યું કે એ પર્યાય સ્વને જાણે જ છે પણ એની દૃષ્ટિ ત્યાં નથી. શું કહ્યું એ ? કે ક્ષણિક જે જ્ઞાનની પર્યાય છે એ પર્યાયનો સ્વભાવ જ સ્વપ૨પ્રકાશક છે, એથી એ પ૨ને પ્રકાશે છે એમ એને જણાય છે પણ તે સ્વને પ્રકાશે જ છે પર્યાય, કેમકે પર્યાયનો સ્વભાવ સ્વપ૨પ્રકાશક છે એકલો ૫૨ પ્રકાશક છે એમ નહિ, તેમ એકલો સ્વપ્રકાશક છે એમ નહિ. એ પર્યાયનું સામર્થ્ય જ એટલું છે, કે સ્વને ય પ્રકાશે ને ૫૨ને એટલે સ્વને પ્રકાશે જ છે, અજ્ઞાનીની પર્યાય પણ. પણ તેની નજરું ત્યાં નથી. વર્તમાન પર્યાય ત્રિકાળને પ્રકાશે છે, એવો પર્યાયનો સ્વભાવ હોવાથી તે સ્વદ્રવ્યને પર્યાય પ્રકાશે છે, પણ પર્યાયદૅષ્ટિવંતની દૃષ્ટિ પર્યાય ઉ૫૨ છે, અંતર્મુખદષ્ટિ ઉ૫૨