________________
૧૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ નથી, માટે તેને જણાતા છતાં તેને જાણતો નથી. (શ્રોતા – જણાતા છતાં જાણતો નથી) જાણતો નથી. હું ?
અને આંહી તો બીજું સિદ્ધ કરવું છે, કે એની જે પર્યાય છે, એ વ્યક્ત ક્ષણિક છે અને ત્રિકાળ છે તે ધ્રુવ છે અવ્યક્ત છે, તેનું એક સાથે જ્ઞાન, એ પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન થયું તેને અહીં પર્યાય કહીએ, પર્યાય એને અહીં પર્યાય કહીએ, અને એ પર્યાયનું જ્ઞાન અને દ્રવ્યનું જ્ઞાન મિશ્રિત એક સમયમાં હોવા છતાં, તે દ્રવ્ય જે છે અવ્યક્ત એ પર્યાયમાં આવતું નથી એટલે પર્યાયને સ્પેશતું નથી. એને જાણનારી પર્યાયને જાણનારો સ્પર્શતો નથી. આહાહાહા ! સમજાણું કાંઈ?
જાણે તો છે એમ કીધું. ક્ષણિક વ્યક્તિમાત્ર વ્યક્તપણું, અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે એટલે સમજાવવું છે મિશ્રિતપણું. બાકી તો પર્યાયનો ધર્મ જ એવો છે, અને ય જાણે ને પર્યાયને ય જાણે પરને જાણે એ તો પર્યાયના જ્ઞાનમાં આવી ગઈ વાત એટલે પર્યાયને ય જાણે અને દ્રવ્યને જાણે, એ તો પર્યાયનો સ્વતઃ સ્વયં સિદ્ધ સ્વભાવ છે, છતાં એવડી જે પર્યાય કે જે સ્વને જાણે, પોતાને જાણે પરને જાણે એવી પર્યાયને દ્રવ્ય અડતું નથી. બહુ સારો અધિકાર આવી ગયો છે. હું? આહાહાહા !
જેની પર્યાય એક ગુણની એવી અનંતી ગુણની પર્યાયો, જેમ એક પર્યાયમાં લોકાલોકને એક પર્યાયમાં જાણવાની તાકાત એમ શ્રદ્ધાની પર્યાયમાં એ બધાને શ્રદ્ધવાની તાકાત, એવી અનંતી અવંતી પર્યાયમાં અનંતી અવંતી તાકાત છે એવી અનંતી અવંતી તાકાતવાળી પર્યાયને, પર્યાય જાણે, અને તે પર્યાય ત્રિકાળને જાણે, જાણવા છતાં તે જ્ઞાયકસ્વરૂપ પર્યાયને અડતું નથી. પર્યાય એને જાણે, પૂર્ણ જાણે છતાં, તે પૂર્ણ જાણનારો તે પર્યાયમાં આવતો નથી. શું આવી વ્યાખ્યા છે. આહાહાહા !
સાધારણ જાણપણું થાય ત્યાં આપણે જાણે કે જાણી ગયા હવે, બાપુ એ મારગડા કોઈ અલૌકિક છે. અંતરના પંથ, એના પથિકની પંથની દશા કોઈ અલૌકિક છે. અહીં એ કહ્યું પર્યાયમાં મિશ્રિત-મિશ્રિત છે એટલે? છે તો એક સમયની એટલી તાકાત શક્તિ પણ પર્યાયનું જ્ઞાન ને દ્રવ્યનું જ્ઞાન એમ “બ” નું કીધું ને એટલે મિશ્રિત કીધું, મિશ્રિત કાંઈ, એક પર્યાય છે ને જ્ઞાનની પર્યાય દ્રવ્યની છે ને પર્યાયની પર્યાય, એમ ત્યાં મિશ્રિત થઈ ગયું છે એમ નથી. પણ બેનું સાથે જ્ઞાન છે માટે મિશ્રિત કહેવામાં આવે છે. આહાહા! સમજાણું કાંઈ?
હવે આમાં વ્રત પાળવા ને અપવાસ કરવા ને એવાઓને તો મારગ બેસે નહિ કોઈ રીતે, ભગવાનની ભક્તિ કરો ગુરુની ભક્તિ કરો મળી જશે ધૂળેય નથી. સાંભળને. હેં?
(શ્રોતા:- નથી એ આપ કહો છો એ સહેલું લાગે છે પણ છે એ જરા કઠણ છે) છે, પણ વસ્તુ છે કે નહિ. જેના ઉપર ને જેની ભૂમિકા ઉપર પર્યાય થાય છે એ કોઈ ચીજ છે કે નહીં. જેના ઉપર પર્યાય થાય છે એ કોઈ ધ્રુવ ભુમિ છે કે નહીં. જેના ઉપર પર્યાય તરે છે, ઉપર તરે છે તો અંદર કોઈ ચીજ છે કે નહિ? અરે અંતરમાં માહાભ્ય આવવું. આહાહાહા ! જેની ધરતીમાં જે ખડ ઉગ્યું, તો ધરતી છે કે નહિ? એમ જેની ભૂમિકામાંથી પર્યાય ઉગી, થઈ એની કોઈ ભૂમિ નક્કોર ભૂમિ, ધ્રુવ છે કે નહિ? અંહી તો કહે છે કે એનું અને પર્યાયનું જ્ઞાન થવા છતાં “છતાં પણ” એમ કીધું ને?એમ કેમ કીધું, કે બેયનું જ્ઞાન હોવા છતાં પણ દ્રવ્ય તે પર્યાયને અડતું નથી.