________________
ગાથા
–
૫૬
L
ગાથા
-
પદ
ननु वर्णादयो यद्यमी न सन्ति जीवस्य तदा तन्त्रान्तरे कथं सन्तीति प्रज्ञाप्यन्ते इति चेत्
૨૧૩
ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया। गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ।। ५६ ।। व्यवहारेण त्वेते जीवस्य भवन्ति वर्णाद्याः । गुणस्थानान्ता भावा न तु केचिन्निश्चयनयस्य ।।५६।।
इह हि व्यवहारनयः किल पर्यायाश्रितत्वाज्जीवस्य पुद्गलसंयोगवशादनादिप्रसिद्धबन्धपर्यायस्य कुसुम्भरक्तस्य कार्पासिकवासस इवौपाधिकं भावमवलम्ब्योत्प्लवमानः परभावं परस्य विदधाति; निश्चयनयस्तु द्रव्याश्रितत्वात्केवलस्य जीवस्य स्वाभाविकं भावमकलम्ब्योत्प्लवमानः परभावं परस्य सर्वमेव प्रतिषेधयति। ततो व्यवहारेण वर्णादयो गुणस्थानान्ता भावा जीवस्य सन्ति, निश्चयेन तु न सन्तीति युक्ता प्रज्ञप्तिः।
હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંત ગ્રંથોમાં ‘તે જીવના છે’ એમ કેમ કહ્યું છે ? તેનો ઉત્તર ગાથામાં કહે છેઃ
વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહા૨થી,
પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬.
ભાવાર્થ:- [તે] આ [વર્ષાઘા: મુળસ્થાનાન્તા: ભાવા: ] વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યન્ત ભાવો કહેવામાં આવ્યા તે [વ્યવહારેળ તુ] વ્યવહારનયથી તો [નીવસ્ય ભવન્તિ ] જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે ), [ તુ] પરંતુ [ નિશ્વયનયસ્ય ] નિશ્ચયનયના મતમાં[òવિત્ī] તેમનામાંના કોઈ પણ જીવના નથી.
ટીકા:-અહીં, વ્યવહા૨નય પર્યાયાશ્રિત હોવાથી, સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ (-લાલ રંગ)ની જેમ, પુદ્ગલના સંયોગવશે અનાદિ કાળથી જેનો બંધપર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ (વર્ણાદિક ) ને અવલંબીને પ્રવર્તતો થકો, (તે વ્યવહા૨નય ) બીજાના ભાવને બીજાનો કહે છે; અને નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહા૨થી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી એવું ( ભગવાનનું સ્યાદ્વાદવાળું ) કથન યોગ્ય છે.