________________
૨૧ ૨.
સમયસાર સિદ્ધિ ભાગ-૩ “એકં પર દેરું સ્વા” માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે. માત્ર એકં પર સ્યાત્ એક સર્વોપરી ભગવાન શાયક સ્વરૂપ ધ્રુવ તે જ પર્યાયમાં દેખાય છે, પર્યાયમાં દેખાય છે ને!
સર્વોપરી તત્ત્વ “જ', જોયું એકાંત કર્યું. સર્વોપરી તત્ત્વ જ દેખાય છે. એટલે? કેવળ એક ચૈતન્યભાવ સ્વરૂપ અભેદરૂપ ભાષા દેખો, કેવળ એક સર્વોપરી તત્ત્વનો અર્થ કર્યો એક કર્યો ને, એક કાર્યોને, એક સર્વોપરી તત્ત્વ એનો અર્થ કર્યો, કેવળ એક ચૈતન્યમાત્ર સ્વરૂપ અભેદ, કેવળ એક ચૈતન્યભાવ, ચૈતન્યભાવ, ચૈતન્યભાવ, એવો અભેદરૂપ આત્મા જ દેખાય છે. અભેદરૂપ ભગવાન અંદર આત્મા અભેદ આત્મા જ દેખાય છે. કેટલી મીઠી સરળ ભાષા અંતર દેખનારને, કાંઈ બીજું દેખાતું નથી. એક આત્મા અભેદ છે તે દેખાય છે. આહાહાહા !
ભાવાર્થ:- પરમાર્થનય અભેદ છે જોયું? પરમાર્થનય ત્રિકાળ અભેદને જોવે છે, એ પરમાર્થનય જ અભેદ છે એમ અહીં તો કીધું. અભેદને દેખે છે એમેય નહીં ભાઈ ! પરમાર્થનય અભેદ સ્વરૂપ છે. “ભૂયથ્થો દેશીયો શુદ્ધનયો” એ કહ્યું ને ૧૧મી ગાથા, ભૂતાર્થ તે શુદ્ધનય છે, શુદ્ધનયનો વિષય છે એમેય ન કહ્યું ત્યાં તો, અભેદ અભેદ વસ્તુ તે શુદ્ધનય છે, એમ અહીં કહે છે. પરમાર્થનય તે જ અભેદ છે, પરમાર્થનયનો વિષય અભેદ છે. એવા બે ભેદ ન પાડતાં તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો. તે નયની દૃષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર દેખાય છે. દષ્ટિમાં પુરુષ પુસ છે ને પુંસ લખ્યું છે ને પુંસ એટલે પુરુષ એટલે આત્મા ચૈતન્યમાત્ર માટે તે બધા વર્ણાદિક તથા રાગાદિભાવ એટલે પુરુષથી આ આત્માથી ભિન્ન છે, પણ ભિન્ન છે. પણ અભેદમાં ભેદ દેખાતા નથી, માટે તેને આત્મામાં નથી એમ કહેવામાં આવ્યા છે. વિશેષ કહેવાશે.
શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ..' એ એમ જરી ઝીણી વાત છે! જ્ઞાનની પર્યાયમાં અનંતગુણી પર્યાય ખીલે કે ઓછી ખીલે એ બધા પર્યાયના ભેદો છે. “અવિભાગ પ્રતિચ્છેદ' એટલે? ઝીણી વાત છે, જ્ઞાનની જે પર્યાય છે, એની એટલી તાકાત છે કે, એના અવિભાગ (એટલે) જેના ભાગ ન પડે એવા અંશ જો ગણો, તો એ જ્ઞાનની પર્યાયના અંશો અનંત છે. એ ઝીણી વાત છે! જ્ઞાનની એક સમયની પર્યાયમાં, એ પર્યાય અનંતને જાણે છે માટે તે પર્યાયમાં અવિભાગ નામ ભાગ ન પડે એવા પ્રતિચ્છેદ-અંશો જોવો, તો અનંત છે. પર્યાયષ્ટિથી જોવો તો એ અનંત અંશો છે. છે? “ એ વસ્તુનો સ્વભાવ છે તેથી તે નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી.” આહા..હા..! “એ વસ્તુનો સ્વભાવ છે' એમ કીધું! શું કીધું? પર્યાયમાં અનંત પ્રતિચ્છેદ અવિભાગ અંશો દેખાય છે એ વસ્તુનોપર્યાયનો સ્વભાવ છે, પર્યાયનો ! એનો કોઈ ખોટી રીતે નિષેધ કરે, એમ પણ નહિ. એ પર્યાયમાં એ ભાગ છે. છે” કીધું? “શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છે” પર્યાયમાં વધે અને ઘટે એવું થયા જ કરે છે. એ વસ્તુનો સ્વભાવ છે. . તેથી તે નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી.” (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના ગાથા ૧૪ના પ્રવચન પાના નં. ૧૩૮)