SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ શ્લોક – ૩૭ અંતરદષ્ટિ વડે જોનારને, અંતર ભગવાન જ્ઞાયક સ્વભાવ જે છે એ અંતતત્ત્વને જોનારને એ તો બાહ્યતત્ત્વ છે, બધા કહે છે, પર્યાય તત્ત્વો છે. અંતરદષ્ટિ વડે જોનારને સમ્યગ્દષ્ટિ ને સમ્યજ્ઞાનના અનુભવમાં અંતરદૃષ્ટિ વડે જોનારને “અમી નો દેખાઃ યુઃ” એ બધાં દેખાતા નથી. એ “અમી” આ “નો દેખા” “નો દેખા દેખાતા નથી. આહાહાહા ! શું કહ્યું એ? કે વર્ણાદિ ગુણસ્થાનાદિ એ બધાં જીવમાં નથી. કોને? ક્યાં? કે જે અંતરદૃષ્ટિથી આત્માને દેખે છે અંદરમાં એને એનામાં એ દેખાતા નથી. આહાહાહા ! આવું સ્વરૂપ છે, પરમેશ્વર જિનેશ્વર ત્રિલોકનાથ એમ પોકારે છે પ્રભુ, જે આત્મા અંતર વસ્તુ છે એને અંતર જોનારને એ રાગાદિ ને ભેદો તેમાં દેખાતા નથી માટે તેને અજીવ કહેવામાં આવ્યા છે. થોડું પણ એને સત્ય હોવું જોઈએ, મોટી લાંબી લાંબી વાતું કરે અને સત્યના ઠેકાણાં ન મળે. આહાહા! ઓહો... શું કહ્યું? અંતરદૃષ્ટિ વડે જોનારને “અંતઃ તત્ત્વતઃ પશ્યતઃ” અંતરનું તત્ત્વ જ્ઞાયકભાવ જે તત્ત્વ આત્મા, એને જોનારને, ઓલા અનુભૂતિથી ભિન્ન કીધું કે તે આ શબ્દ લીધો. “અંત: તત્ત્વતઃ પશ્યતઃ” ભગવાન પૂર્ણાનંદનો નાથ અનંતગુણનો બાદશાહ, એવો જે પ્રભુ આત્મા, આ આત્મા પ્રભુ હોં, એ “અંતઃ તત્ત્વતઃ દૃષ્ટિથી જોનારને એટલે સમ્યગ્દષ્ટિને અંતર જોનારને એવા ભેદ તેમાં દેખાતા નથી. અંતરના અનુભવમાં તે આવતા નથી, તેથી એ દેખાતા નથી. આહાહા! આવી વાતું છે. અંતરદષ્ટિ (વડ) જોનારને, એકદમ ટૂંકું મુકી દીધું, કે આ બધા ભેદો કેમ નથી, કે એ અંતરદૃષ્ટિથી ભગવાનને જ્યાં અનુભવે છે. તેમાં એ આવતા નથી માટે એ જુદા છે, એમાં એ દેખાતા નથી, અભેદમાં ભેદ દેખાતા નથી, એ સાતમી ગાથામાં આવી ગયું છે અભેદમાં ભેદ દેખાતા નથી, ભેદ છે ખરા. એ અંતરદૃષ્ટિ વડે “અંતઃ તત્ત્વતઃ પશ્યતઃ” અંદરમાં તત્ત્વને જોનારને, અંદરના તત્ત્વને જોનારને, જ્ઞાયકસ્વભાવ જે ભગવાન પરિપૂર્ણ પ્રભુ વર્તમાન પરિપૂર્ણ પ્રભુ આત્મા, એવા અંતતત્ત્વ નામ સ્વરૂપને જોનારને “અમી નો દેખાઃ મ્યુ:” એ બધા દેખાતા નથી. આહાહાહા ! વેદાંત એમ કહે છે કે આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં. “જગત મિથ્યા” એમ નથી. અંતર અનુભવમાં એ દેખાતાં નથી, માટે એ નથી, બાકી એનામાં છે. વેદાંત એમ કહે એક જ આત્મા, સર્વવ્યાપક બસ, પર્યાય ફર્યાય એવું કાંઈ નહીં, એ વાત તદ્દન મિથ્યા છે. આ તો સર્વજ્ઞપરમાત્મા, જિનેશ્વરદેવે કહેલો માર્ગ એ બીજે ક્યાંય નથી. એ વેદાંતે વાત કરી મોટી મોટી આત્માની એટલી બધી કરી એ તો. આવો છે ને આવો છે, બધુ એકાંત છે, પર્યાય ને માયા, અનુભૂતિ થવી એ તો પર્યાય છે અને પર્યાયમાં છે તો અંતરદૃષ્ટિ (વડ) જોનારને તેમાં એ નથી, એમાં છે. પર્યાયમાં. આહાહા! આવું ઝીણું બહુ દયા પાળવી હોય તો સમજાય, પૈસા દાન દેવું હોય તો સમજાય. પાંચ પચીસ હજાર એ ય લાખ બે લાખ આપી દઈ, એ ય કોક આપે, એ કાંઈ કરોડ હોય તો કાંઈ કરોડ આપી ન હૈ, અમુક આપે લાખ બે લાખ બહુ થયું હોય તો તો એમાં રાગની મંદતા હોય તો પુણ્ય છે એ આત્માનો સ્વભાવ નથી, એ આત્માનો ધર્મ નથી. આવી વાતું છે. અંતરદષ્ટિ વડે જોનારને “અમી” આ “નો દેખાઃ સ્યુ:” ન દેખાય છે, દેખાતા નથી “નો દેણા યુઃ” ત્યારે શું દેખાય છે? અંતરદૃષ્ટિ જોનારને અંત:તત્ત્વ ભગવાન આત્માને જોનારને
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy