SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ વ્યવહાર છે પણ એનો આશ્રય કરવા જેવો નથી. આ પ્રમાણે એ બધાય પુદ્ગલદ્રવ્યના પરિણામમય ભાવો છે, પુદ્ગલ પરિણામમય ભાવો છે. જોયું ? એ બધા જીવના નથી જીવ તો ૫૨માર્થે ચૈતન્યશક્તિમાત્ર છે. આહાહાહા ! ચૈતન્ય સ્વભાવ, સ્વભાવ, સ્વભાવ, ચૈતન્યસ્વભાવ ધ્રુવસ્વભાવ, શાયકસ્વભાવ, ચૈતન્યસ્વભાવ, એ જીવ છે. એને એવા જીવને અંત૨માં માનવો, અનુભવવો એનું નામ સમ્યગ્દર્શન ને શાન છે. શ્લોક - ૩૭ હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ (શાલિની) वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंस: तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी નો દૃષ્ટા: સુર્દષ્ટમેń પર સ્યાત્।રૂ૭ ।। શ્લોકાર્થ:- [ વર્ણ-ઘા: ] જે વર્ણાદિક [વા] અથવા [ રાગ-મોહ-વય: વા] રાગમોહાદિક [ ભાવા: ] ભાવો કહ્યા [ સર્વે વ ] તે બધાય [ અસ્ય પુંત્ત: ] આ પુરુષથી ( આત્માથી )[ મિન્ના: ]ભિન્ન છે[ તેન વ ]તેથી [ અન્ત:તત્ત્વત: પશ્યત: ] અંતર્દષ્ટિ વડે જોના૨ને [ અમી નો દશા: સુ: ] એ બધા દેખાતા નથી, [પુ ં પત્તું દર્દ સ્યાદ્] માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે-કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે. ભાવાર્થ:-૫૨માર્થનય અભેદ જ છે તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો; તે નયની દૃષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર જ દેખાય છે. માટે તે બધાય વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી ભિન્ન જ છે. આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તેમનું સ્વરૂપ વિશેષતાથી જાણવું હોય તો ગોમ્મટસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું. ૩૭. શ્લોક - ૩૭ ઉપર પ્રવચન હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહેશે. જે વર્ણાદિક અથવા રાગમોહાદિક વર્ણ આવ્યા. એ દેવાનુપ્રિયા ! આ વર્ણ આવ્યું પહેલેથી આવ્યું. આ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંહનન અને સંસ્થાનથી માંડીને વર્ણ, ગંધ ને રાગદ્વેષ, મોહ. દયા, દાન, વ્રત આદિના પરિણામ એ ભાવો કહ્યા તે બધાય “અસ્ય પુંસઃ અસ્ય પુંસઃ” આ ૫૨માત્મા, પુંસ એટલે પુરુષ, અસ્ય પુંસઃ આ પુરુષથી, પુરુષ એટલે આત્મા ભગવાન, એનાથી ભિન્ન છે, ભિન્ન છે પણ વેદાંતની જેમ એ પર્યાય નથી જ એમ નથી, ભિન્ન છે, પણ જીવદ્રવ્યના અભેદમાં એ નથી. આહાહા ! સમજાણું કાંઈ ? આવી વાતું. લ્યો તેથી અંતઃ તત્ત્વતઃ પશ્યતઃ
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy