________________
ગાથા ૫૦ થી ૫૫
૨૦૯
આત્મામાં નથી, દ્રવ્ય સ્વભાવમાં એ નથી. ચૌદ ગુણસ્થાન જીવમાં નથી, ત્યારે જડમાં હશે ? એક જણો એમ કહેતો હતો, અરે સાંભળને પ્રભુ, એની પર્યાય છે, એ દ્રવ્યમાં નથી. દૃષ્ટિનો વિષય જે અભેદ છે, એમાં નથી, પર્યાયમાં હો. આહાહા ! આવું છે.
નવમું ગુણસ્થાન અનિવૃત્તિ બાદર સાંપ૨ાય નવમું ગુણસ્થાન ઉપશમ અને ક્ષપક બે ભેદ છે ને એના, અને સૂક્ષ્મ સાંપ૨ાય એનાય ઉપશમ અને ક્ષપક બે ભેદ છે, અને ઉપશાંતકષાય ૧૧ મું, ૧૧મી ગુણસ્થાન દશા ઉપશાંતકષાય એ જીવમાં નથી, અભેદ છે એમાં ક્યાં છે એ ? પર્યાયમાં છે એ તો ક્ષીણ કષાય બા૨મું ગુણસ્થાન, કષાયનો નાશ થઈને ક્ષીણ દશા પ્રગટ થઈ અકષાયની, પણ એ તો પર્યાય છે વસ્તુમાં નથી. સમ્યગ્દર્શનનો વિષય જે દ્રવ્ય છે એમાં નથી. સમ્યગ્દર્શન સાથે જ્ઞાન થાય એ જ્ઞાન જાણે કે આ પર્યાયમાં આ છે આવી જાતનું. આમાં કરવું શું આમાં ? ભગવાનને અને આત્માને ઓળખી, રાગાદિ પર્યાયને ઓળખી અને અભેદમાં જવું, એ ક૨વાનું છે એને. એ વિના ધર્મની શરૂઆત પણ નહીં થાય. લાખ તારા જાત્રા કર ને લાખ ભક્તિ કર ભગવાનની કરોડો, અબજો રૂપિયા ખર્ચીને મંદિર બનાવને, એમાં કાંઈ ધર્મ નથી. આહાહા ! સયોગીકેવળી જીવદ્રવ્યમાં નથી. તેરમું ગુણસ્થાન કેવળીનું, સયોગકેવળી ૫રમાત્મા એ પર્યાય છે, એ દ્રવ્યમાં નથી. ઓહો ! આપણે ગાતા લાઠીવાળા તલકચંદભાઈ તે૨મું ગુણસ્થાન તારું નથી, જાડા હતા ને એ ગાતા ( હતા ) સયોગી કેવળી, યોગ સહિત જે કંપન સહિત કેવળી ૫૨માત્મા એ પર્યાય છે, એ દ્રવ્યમાં નથી, પર્યાય પર્યાયમાં છે તે દ્રવ્યમાં નથી અને તે પર્યાયદૃષ્ટિ છોડાવવા દ્રવ્યમાં નથી એ દ્રવ્યદૃષ્ટિ કરાવવા આ વાત છે. આહાહા ! અરે, અયોગીકેવળી ચૌદમું ગુણસ્થાન પાંચ અક્ષર રહે અ, આ, ઈ, ઉ, ઓ, એ પણ પર્યાય છે. આહાહા ! એ દ્રવ્યમાં નથી. જેમના લક્ષણ એવા ગુણસ્થાનો તે બધાય જીવને નથી. એટલે ? કે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. સ્વદ્રવ્યનો અનુભવ કરતાં તે ભેદો એમાં આવતા નથી. અરે આવી વાતું હવે. આ વીતરાગ જિનદેવ, જિનદેવ જિનેન્દ્ર પ્રભુ, એનો આ હુકમ છે. વાડામાં પચાસ પચાસ સાંઈઠ સીત્તેર સીત્તેર વર્ષ કાઢયા હોય એણે સાંભળ્યું ય ન હોય, સાચું સાંભળ્યું ન હોય એમ કીધું. સાચું છે તો નહીં. અરે રે જિંદગીયું અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં આવા અવતાર અનંત કર્યાં, એના આરા ન આવ્યા. એ જીવદ્રવ્યમાં નથી એવી દૃષ્ટિ થતાં ભવનો અંત આવી જાય છે. ભગવાન આત્મા અભેદ ચૈતન્યઘન, ધ્રુવ સામાન્ય સદેશ એકરૂપ તેની દૃષ્ટિ થતાં, સમ્યગ્દર્શન થતાં ભવનો ત્યાં છેડો આવી ગયો. એ વિના ભવનો અંત ક્યાંય આવતો નથી. આહાહા!
એ પુદ્ગલ પરિણામમય ભાવો હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. એ જીવદ્રવ્ય જે જ્ઞાયકભાવ એકલો જ્ઞાનસ્વભાવભાવ-સર્વજ્ઞ સ્વભાવભાવ તેની અનુભૂતિ થતાં તે અનુભૂતિ એ પર્યાય છે, છે એ પર્યાય પણ એ ત્રિકાળનો અનુભવ થતાં પર્યાયમાં તે ભેદો આવતા નથી. આવી વાતું છે. એટલે લોકો પછી એ ય સોનગઢનું નિશ્ચયાભાસ છે, બધી ખબર છે બાપા ! તમે બધા આખી દુનિયા શું કહો છો. એ વ્યવહા૨ને માનતા નથી ને વ્યવહારથી થાય. વ્યવહા૨ આવ્યો નહીં ? છે નહીં ? પણ છે એનાથી ધર્મ થાય અને એના આશ્રયે લાભ થાય એમ નથી. વ્યવહાર આવ્યો ત્યારે એનો નિષેધ થાય છે. દેવીલાલજી ! ચૌદગુણસ્થાન છે, છે એમ કીધું. એ શું થયું ? પર્યાય