SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ વિષય અભેદ ચૈતન્યમૂર્તિ પ્રભુ! આહાહા ! એમાં મિથ્યાષ્ટિપણું નથી. એમાં સાસાદન સમકિત, સાસાદન બીજું ગુણસ્થાન એ એમાં નથી. છે ને? સાસાદન સમ્યગ્દષ્ટિ, સમ્યુગ્મિથ્યાષ્ટિ ત્રીજું ગુણસ્થાન એ જીવદ્રવ્યમાં નથી, એ તો એની પર્યાયમાં છે, વસ્તુમાં નથી. પછી અસંતસમ્યગ્દષ્ટિ ચોથું ગુણસ્થાન હજી અસંયત છે પણ સમ્યગ્દર્શન છે છતાંય અસંયત સમ્યગ્દષ્ટિ એ પર્યાય છે, એ દ્રવ્યમાં નથી. અસંયત સમ્યગ્દષ્ટિ એ પણ દૃષ્ટિનો વિષય નથી, દૃષ્ટિનો વિષય તો અભેદ ચિદાનંદ પ્રભુ છે. અરેરે! આવા ભેદ શું ને ક્યાંની વાતું આ તે? કેટલાકને તો એવું લાગે જૈનની વાતો હશે આવી ? પણ અમારે તો જૈનમાં એવું સાંભળ્યું'તું. વ્રત પાળો, દયા પાળો, ચોવીહાર કરો, છપરબી બ્રહ્મચર્ય પાળો, છ પરબી કંદમૂળ ન ખાવા ને ઢીકણું. હવે સાંભળને બધી વાતું તારી એ તો બધી રાગની ક્રિયાની વાત છે જડની ક્રિયા જડમાં, પણ અંદર રાગ મંદ હોય તો એ શુભભાવ છે. એ કંઈ ધર્મ નથી. અને એ ધર્મનું કારણેય નથી, ધર્મનું કારણ તો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તે ધર્મનું કારણ છે. આહાહાહા ! અસંયત સમ્યગ્દષ્ટિ પણ જીવ દ્રવ્યમાં નથી. સંયતાસંયત શ્રાવકપણું સાચા શ્રાવક હો, આ વાડાના શ્રાવક એ શ્રાવક નથી એ તો બધા છે. એનેય ખબરે ય કે દી” છે કે આ દયા શું વ્રત શું ને આત્મા શું? આ તો સાચા સંયત અસંયત જે સમ્યગ્દર્શન સહિત જેને અંશે સ્થિરતા પણ આવી હોય શાંતિની અને કાંઈક અસંયત, સંયતાસંયત એવું પંચમ ગુણસ્થાન એ પણ જીવ દ્રવ્યમાં નથી, એ તો પર્યાય છે, ત્રિકાળ દ્રવ્યમાં એ નથી. તેથી તે દર્શનનો વિષય નથી. આહાહા ! પ્રમત્તસંયત સાચા મુનિ, સાચા મુનિ આત્મઅનુભવ આનંદનો અનુભવ સહિત જેને સ્થિરતા શાંતિની ઘણી જામી ગઈ હોય, અતીન્દ્રિય આનંદનો જેને અનુભવ હોય ઘણો, પ્રચુર એવા પ્રમત્તસંયત એ પણ મુનિપણાની દશા જીવદ્રવ્યમાં નથી. કેમકે એ તો પર્યાય છે, ભેદ છે એ જીવદ્રવ્યના અભેદમાં એ નથી. અનુભૂતિ આત્માની કરતાં એમાં એ આવતા નથી. આ પંચમગુણસ્થાન કે છઠ્ઠ ગુણસ્થાન એ અનુભૂતિમાં આવતું નથી. આહાહા! આવી વાત. એકલો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એ આગળ કહેશે શ્લોકમાં, બીજું કાંઈ દેખાતું જ નથી, ત્યાં એક જ ચૈતન્ય સ્વભાવ અભેદ દેખાય છે. કળશમાં કહેશે. એકલો અભેદ ચૈતન્ય, ધર્મી જીવને અંતર અભેદ સ્વરૂપ એકલું દેખાય છે એમાં આ બધા ભેદ બેદ રાગાદિ દેખાતા નથી, એ અજીવ છે. આહાહા ! અપ્રમત્તસંયત સાતમું ગુણસ્થાન જેને આનંદમાં લીન હોય, જેને પંચમહાવ્રતના વિકલ્પ પણ છૂટી ગયા હોય, એવી અપ્રમત્ત દશા પણ જીવદ્રવ્યમાં નથી એ તો પર્યાય છે. એ અપ્રમત્ત દશા પણ સમ્યગ્દર્શનનો વિષય નથી. જ્ઞાન એને જાણે પણ દૃષ્ટિ છે એ અભેદ ઉપર છે એને (અભેદને) સ્વીકારે છે. એ ભેદને સ્વીકારતી નથી, આવી વાતું હવે. અજાણ્યા માણસને તો એવું લાગે આ તે પંથ નવો કાઢયો હશે? નવો નથી બાપુ. અનાદિનો માર્ગ આ જ છે. મહાવિદેહમાં એ જ ચાલે છે, પરમાત્મા બિરાજે છે ત્યાં, (શ્રોતા - ત્યાંથી આ માર્ગ આવ્યો છે, ત્યાંથી આ માર્ગ આવ્યો છે. આહાહાહા ! એ અપૂર્વકરણ આઠમું-આઠમું ગુણસ્થાન, અપૂર્વકરણ અથવા ઉપશમ અને ક્ષપક બેય ભેગાં અને ક્ષપક, અપૂર્વકરણમાં પણ ક્ષપક, એક ઉપશમ અને એક ક્ષપક બેય ભેગા, એ
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy