________________
ગાથા – ૫૦ થી ૧૫
૨૦૭ કહો શાન્તિભાઈ ! ક્યાં કોઈ દિ' સાંભળવાની દરકારે ય કરી છે. એમ ને એમ જિંદગી મજૂરી કરી કરીને આ ધંધા ને વેપાર મજૂરી છે મોટી પાપની. અને નવરો થાય તો બાયડી, છોકરા હારે રમે એ ય મજૂરી પાપની. પુણ્યના ઠેકાણાં નથી ત્યાં ધર્મ તો ક્યાં રહ્યો ? આહાહા !
અહીં તો પરમાત્મા જિનેશ્વરદેવ અરિહંત પરમાત્માની વાણીમાં આમ આવ્યું. પ્રભુ! જીવના જેટલા ભેદો પર્યાય અને અપર્યાપ્ત કહેવામાં ચૌદ બોલ આવે છે, એ બધા તારા જીવ દ્રવ્યમાં નથી. જીવના ભેદો જીવ દ્રવ્યમાં નથી. પર્યાય છે ને એ તો! વસ્તુમાં નથી. એથી એને વસ્તુની દૃષ્ટિ કરે તો સમ્યક્ થાય, એ પર્યાપ્ત-અપર્યાપ્તની દૃષ્ટિ છે એ તો પર્યાય દષ્ટિ છે. એ પંચેન્દ્રિય જેમનાં લક્ષણ છે એવાં જીવસ્થાનો તે બધાય જીવને નથી, કેમ નથી ? કારણ, તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એ તો ભેદ છે, ભેદનું લક્ષ જતા રાગ થાય માટે પુગલના પરિણામ છે એમ કીધું. જીવ પર્યાપ્ત છે ને અપર્યાપ્ત છે, પંચેન્દ્રિય પર્યાપ્ત છે અને અપર્યાપ્ત છે એવો જે લક્ષ જાય ત્યાં એને રાગ થાય છે. તેથી તેને પુદ્ગલના પરિણામ કહીને જીવની અનુભૂતિથી તે ભિન્ન છે. ભગવાન આત્માને અનુસરીને અભેદની અનુભૂતિ થતાં, સમ્યગ્દર્શન થતાં ને સમ્યજ્ઞાન ને શાંતિનો અનુભવ થતાં, તે જીવનાં સ્થાનો જીવમાં નથી એમ અનુભૂતિમાં આવે છે. આવું છે. એક તો હજી પકડાવું કઠણ શું આ, વાતો એવી બાપુ ભવના અંત લાવવાની વાત છે પ્રભુ આ, પરિભ્રમણ કરી કરીને સૌથી નીકળી ગયા છે એના. | મુનિવ્રતધાર અનંત ઐર ગ્રેવૈયક ઉપજાયો. મુનિપણું લીધુ, પંચમહાવ્રત પાળ્યા, મુનિપણું એટલે બાહ્ય ક્રિયાકાંડ અઠયાવીસ મૂળગુણ પાળ્યા હજારો રાણીને છોડી પણ એ તો બધો રાગ હતો એ તો, શુક્લ લેશ્યા હતી બહુ તો, એનાથી સ્વર્ગ ગયો. “મુનિવ્રત ધાર અનંત ઐર ગ્રેવૈયક ઉપજાયો પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો” એ પંચમહાવ્રતના પરિણામ એ દુઃખ છે, આસવ છે, રાગ છે. આકરું કામ. આત્મજ્ઞાન વસ્તુ જે આ અભેદ કીધી તે એ ભગવાન આત્માનો સામાન્યનો અનુભવ થવો, અભેદનો અનુભવ થવો, એનું નામ આત્મજ્ઞાન અને આત્મદર્શન કહેવામાં આવે છે. આહાહા !
છેલ્લો બોલ હવે ૨૯ બોલમાં છેલ્લો બોલ. મિથ્યાદેષ્ટિપણું એ જીવદ્રવ્યમાં નથી. પર્યાયમાં છે. એ જીવદ્રવ્યમાં નથી, એ તો હજી સજોગીપણું જીવમાં નથી એમ કહેશે. આ તો વળી ઠીક, અલૌકિક માર્ગ છે પ્રભુનો. જિનેન્દ્રદેવ ઇન્દ્રો એકાવતારી જ્યાં સાંભળવા બેસતા હશે, એ વાત કેવી હશે? દયા પાળો ને વ્રત કરો એવી વાતો કુંભારેય કહે છે એવી તો.
(શ્રોતા-આ ઓગણત્રીસ બોલ ફરી એક વાર ટૂંકામાં કહી ધોને) એ ગયા, ફરીને ન આવે. અહીં આવતા આવતા પાંચમો મહિનો ચાલે છે આ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો છઠો મહીનો સાડા પાંચ મહીના થશે. પ૫ ગાથા, એવી તો ૪૧૫ ગાથા એ તો ૧૮ વાર વંચાઈ ગયું છે વ્યાખ્યાનમાં. એક એક શબ્દનું અઢાર વાર આ તો ઓગણીસમી વાર ચાલે છે. તમારે ત્યાં રહેવું રખડવું અને અહીં ગયું અને ફરી લેજો પાછું. દેવાનુપ્રિયા ! એવું છે. અને આમાં બધું આવી જાય છે. એક એક લીટી ને એક એક ગાથાનો ભાવ એકમાં બધાનો ભાવ ન્યાં આવી જાય છે. આહાહા !
વર્ણ, જેમાં નથી ગંધ નથી, રસ નથી સ્પર્શ નથી, જેમાં ત્યાંથી તો ઉપાડ્યું છે, હવે એ તો અહીં લેતા લેતા ચૌદ ગુણસ્થાનેય પણ એમાં નથી. ભગવાન આત્મા જે સમ્યગ્દર્શનનો