SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ એની પોતાની ક્રિયાથી જાય છે. જીવ એમ માને કે હું આને આપું છું. બહુ ઝીણી વાત ભાઈ. એ પુદ્ગલનો સ્વામી થાય છે જડનો. એ જડનો સ્વામી છે એ જડ છે. નિર્જરા અધિકારમાં આવે છે ને એ જો રાગ મારો છે એમ માનું તો હું તો અજીવ થઈ જાઉં, એમ આ શરીરની ક્રિયા હું કરું છું, આ હાલવા ચાલવાની તો આત્મા જડ થઈ જાય એની માન્યતામાં ચૈતન્યને એ ભૂલી ગયો. પુદ્ગલનો સ્વામી ધણી થયો. આ તો માટી છે જગતની ધૂળ, એની ક્રિયા હાલવા ચાલવાની હું કરું છું, આ બોલવાની હું કરું છું, એ બધું મિથ્યાભ્રમ છે, અજ્ઞાન છે. આહાહાહા! અહીં તો આગળ લઈ ગયા એથી, અજીવ તો આત્મામાં નથી તેથી અજીવનો એ સ્વામી નથી. પણ રાગ એનામાં નથી માટે રાગનો એ સ્વામી નથી. એ તો ઠીક પણ ભેદસ્થાન એનામાં નથી માટે ભેદનો સ્વામી નથી, એ તો અભેદનો સ્વામી છે. એય ! આવી વાતું બાપા. વીતરાગ મારગ ક્યાંય છે નહીં વીતરાગ સિવાય, જિનેશ્વર સિવાય કોઈ ઠેકાણે આ મા૨ગ છે જ નહીં ક્યાંય. આહાહાહા! એ પ્રભુ પોતે આત્મા જેનું ધ્રુવ સામાન્ય સ્વરૂપ છે, જેની સદેશતા, અભેદતા જેનું સ્વરૂપ છે, એની દૃષ્ટિ કરતાં, અનુભૂતિ કરતાં એ ભેદસ્થાન એમાં આવતા નથી, માટે તે લબ્ધિના ભેદસ્થાનને પણ પુદ્ગલના પરિણામ કહેવામાં આવ્યા છે. અરેરે ! અરે પ્રભુ જન્મ મ૨ણ ક૨ી કરીને સોથા નીકળી ગયા પ્રભુ તારા. અનંત અનંત અવતાર નિગોદના એ કૂતરાના કાગડાના ભવ કરીને અનંતા અવતાર કર્યાં, આ મિથ્યાત્વને લઈને. એક જ વાત છે મિથ્યાત્વને લઈને, મિથ્યાત્વમાં અનંતા ભવ કરવાની એનામાં તાકાત છે. એ મિથ્યાત્વ શું છે એની ખબર નથી એને. આહાહા ! અહીં તો કહે છે કે લબ્ધિનાં સ્થાનભેદ એ મારું સ્વરૂપ છે અભેદનું એમ માને તો એ મિથ્યાત્વ છે. અને દયા, દાન ને વ્રત, તપ ને ભક્તિ ને જાત્રાના ભાવ થાય એ રાગ છે, ને એ મારું કર્તવ્ય છે, એમ માને એ મિથ્યાર્દષ્ટિ છે. આવું સ્વરૂપ છે. એ ૨૭ મો બોલ થયો. સત્યાવીસ. અઠયાવીસ, ઓગણત્રીસ બોલ છે. ઓગણત્રીસ બોલનો ઉકરડો એ આત્મામાં નથી. ભગવાન આત્મા આનંદઘન પ્રભુ, શુદ્ધ ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ એવો જે અભેદભાવ એમાં આ ભેદો અને રાગાદિ નથી, એવી દૃષ્ટિ થતાં તેને સમ્યગ્દર્શન થાય છે. ચારિત્ર તો ક્યાંય રહી ગયું હજી, એ તો બહુ આધી વાતું બાપા. આહાહા ! ,, અઠયાવીશ બોલ “પર્યાસ તેમજ અપર્યાસ એવા બાદર ને સૂક્ષમ એકેન્દ્રિય ” એકેન્દ્રિય જીવ છે ને ? આ લીમડો, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ બધા એકેન્દ્રિય જીવ, એના અપર્યાસ અને પર્યાસ, એમ બે ઇન્દ્રિયના પર્યાસ અને અપર્યાસ, પંચેન્દ્રિયમાં આહાર, શ૨ી૨, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા અને મન છ પર્યાસિ હોય છે. એકેન્દ્રિયને મનને ભાષા નથી ૪ હોય છે એમ એ બધી પર્યાય કે અપર્યાસ જે છે, બે ઇન્દ્રિય પર્યાસ, પછી ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિયના પર્યાપ્ત પછી સંજ્ઞીના અને અસંજ્ઞીના એ પંચેન્દ્રિય જેમના લક્ષણ છે, એવા જીવ સ્થાનો એ બધા જીવને નથી, એ જીવના સ્થાનો, પર્યાસ અપર્યાસ આદિ એ જીવદ્રવ્યમાં નથી. ૫૨માત્મા જિનેશ્વરદેવ ઇન્દ્રોની સમક્ષમાં, ગણધરોની સમક્ષમાં આમ ફરમાવતા હતા. એ આ વાત છે. પ્રભુ તારામાં, જીવનાં જે પર્યાસ અપર્યાપ્ત સ્થાન છે, ભેદ એ જીવના સ્થાન છે, એ જીવના સ્થાન જીવમાં નથી.
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy