________________
ગાથા – ૫૦ થી ૧૫
૨૦૫ નિશ્ચય નિશ્ચય નિશ્ચય વાત સાચી છે એની. નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે અસત્ય અને ઉપચાર વાતું બધી છે. આંહી તો લબ્ધિના સ્થાન એ વ્યવહાર છે એનો પણ સ્વભાવમાં અભાવ છે, કેમ ગળે ઊતરે? એમને એમ જિંદગીયું કાઢી નાખી અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં અને હાલી જવાના. આહાહાહા !
આંહી પરમાત્મા જિનેશ્વરદેવ સર્વશપ્રભુ એમ કહે છે, તે સંતો એમ આડતિયા થઈને સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ તું આત્મા કોને કહીએ કહે છે, જીવ અજીવ અધિકાર છે ને! આ આત્મા કહીએ કોને? સામાન્ય અભેદ સ્વરૂપ છે આત્મા, જેમાં ગુણનો ભેદેય નથી પર્યાયનો ભેદેય નથી, જેમાં દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા ને નવતત્ત્વની શ્રદ્ધા એવો રાગ, એ તો રાગ છે, એ તો એના સ્વરૂપમાં નથી પણ અહીંયા લબ્ધિસ્થાન જે રાગની નિવૃત્તિથી થતાં લબ્ધિના ભેદો, એ પર્યાયના ભેદ છે, એ સમ્યગ્દષ્ટિને અનુભૂતિ દ્રવ્યની અભેદની થતાં તેમાં ભેદ આવતા નથી. કહો દેવીલાલજી! રાત્રે કોક આવ્યું'તું ને ઉદેપુરથી. (શ્રોતા- હીરાભાઈના મહેમાન હતા) હીરાભાઈ આવ્યા'તા એની હારે ઉદેપુરનું કોઈક આવ્યું હતું તમને યાદ કર્યા'તા પણ નહોતા. આવી વાત સાંભળવાય મુશ્કેલ પડે એવું છે. આહાહાહા !
અહીં પરમાત્મા અને સંતો દિગંબર મુનિઓ એમ જાહેર કરે છે જગતને કે પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એમ કહે છે, કે જેને આત્મા દૃષ્ટિમાં લેવો છે, એ આત્મા અભેદ છે તેને દૃષ્ટિમાં લેતાં, તેમાં લબ્ધિના સ્થાનો તે અનુભૂતિમાં ભેગા આવતા નથી. એને અનુભૂતિ અને સમ્યગ્દર્શન કહીએ. વાત હજી તો સાંભળવા મળે નહીં, અરરર! જગતમાં એવું ઉધું હાલે છે બધું, સંપ્રદાયમાં એકલું ઉંધું, બીજે તો છે નહીં ક્યાંય વીતરાગ સિવાય. આ વ્રત કરો ને અપવાસ કરો ને તપસ્યા કરી ને દાન કરો ને મંદિર બનાવો ને એ બધી રાગની ક્રિયા, એ બનાવી શકતો નથી, પણ એને ભાવ હોય છે તો એ શુભભાવ છે, રાગ છે. એ રાગ કંઈ ધર્મ નથી અને એ રાગ કાંઈ આત્માના સ્વરૂપમાં નથી. આહાહા!
(શ્રોતા – આપના નિમિતે તો ઘણા મંદિર બન્યા) કોણે બનાવ્યા? રામજીભાઈએ કર્યું આ બધું. પ્રમુખની હેઠે હતા ને? છવ્વીસ લાખનું આ મકાન, કોણ કરે પ્રભુ તને ખબર નથી, એ તો જડની પર્યાય તે કાળે થવાની તેનાથી તે થયા. રામજીભાઈએ કર્યા નથી, પ્રમુખ તો એ હતા. (શ્રોતા:- પણ મને ર૬ લાખ રૂપિયા આપે કોણ એક દોકડો આપે નહીં) કોણ આપે ને કોણ લે પ્રભુ? એ પૈસા માટી જડ એ કોઈને આપે આત્મા એ વસ્તુમાં છે નહીં. જડને હું આપું એ તો એનો સ્વામી થયો. એ નોટું પૈસા સોનામહોર આપે આ હું આવું છું તમને, એ તો જડ છે, જડને તું આપી શકે? અને જડને રાખી શકે? આકરી વાત ભાઈ. એ અજીવ તત્ત્વ છે પૈસો, નોટ અજીવ તત્ત્વ છે. એ જીવ તત્ત્વ એનો સ્વામી નથી. અજીવનો સ્વામી અજીવ છે. એને ઠેકાણે જીવ એમ માને કે આ પૈસા મારા છે ને હું આવું છું એ તો મિથ્યાષ્ટિ મૂંઢ છે. એ શાંતિભાઈ ! એને લાખ રૂપિયા આપ્યા'તાને એણે, ભાવનગર સસ્તુ સાહિત્યમાં એના ભાઈએ એક લાખ ને બીજા ત્રીસ હજાર અને બીજા ઘણાં કાઢયા છે, હીરાલાલે એંસી હજાર કાઢયા છે ને ? એંસી હજાર કાઢયા છે ને ? વીસ હજાર બીજા ને પચીસ હજાર બીજા ઘણાં કાઢયા છે. કાલે આવ્યા'તા ને રાત્રે ! એ કોણ આપે ને કોણ લે પૈસા? બાપુ તને ખબર નથી. એ અજીવના પરમાણુઓ એક સ્થાનથી બીજે સ્થાન જાય