________________
૨૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ દ્રવ્યમાં નથી. કોને ? જીવમાં નથી એમ કોને ખ્યાલ આવે ? એ પોતાની અનુભૂતિ ભિન્ન છે, માટે તેને જુદા કહેવામાં આવે છે. ઓહોહોહો ! ભગવાન આત્મા ચૈતન્ય વસ્તુ જે જિનેશ્વર પરમેશ્વરે કહી એ વસ્તુ અભેદ છે એ અભેદનો અનુભવ કરતાં એ ભેદસ્થાન તેમાં આવતાં નથી. રાગ તો એમાં આવતો નથી, પણ સંયમની પર્યાયની લબ્ધિના ભેદો અભેદની દૃષ્ટિમાં પરમાર્થમાં એ ભેદ આવતા નથી, તેથી તેને પુદ્ગલદ્રવ્યના પરિણામ કહેવામાં (આવ્યા છે), પરમાત્મા એમ કહે છે.
(શ્રોતા- પ્રાથમિક શિષ્ય શું કરવું જોઈએ?) આ કહ્યું કે આ પ્રાથમિક શિષ્ય આ કરવું. એ જીવ અભેદ છે તેના ઉપર દૃષ્ટિ કરવી, એ પ્રથમમાં પ્રથમ જીવનું કર્તવ્ય છે. શું થાય પણ ભાઈ ! આ પ્રથમમાં પ્રથમ આત્માને કરવા લાયક હોય તો ભગવાન આત્મા અભેદ સ્વરૂપ સામાન્ય જે ધ્રુવ છે, તેની દૃષ્ટિ કરવી અને તેના ભેદના સ્થાન ને રાગ ને એમાં નિષેધ કરવો, નિષેધ થઈ જાય છે કરવો ય નથી ત્યાં. ઝીણી વાત ભાઈ! પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરનારને, પ્રથમ ધર્મની પહેલી સીઢી સમ્યગ્દર્શન, ઈ જેને પ્રાપ્ત કરવું હોય તો, જીવ છે તે એકરૂપ ત્રિકાળ જ્ઞાયકભાવ છે, તેની દૃષ્ટિ કરવી, એથી દૃષ્ટિના વિષયમાં અભેદમાં એ વ્યવહારના, દયા દાનના રાગ તો છે જ નહીં એની વસ્તુમાં, પણ આ ભેદસ્થાનેય એનામાં નથી. આવી વાતું છે. અરેરે!
ક્યાં જગત ધર્મને માની બેઠા અને ક્યાં ધર્મનું સ્વરૂપ છે. આહાહાહા ! સંપ્રદાયમાં તો આ કહે વ્રત પાળો, દયા પાળો, ભક્તિ કરો, પૂજા કરો, પંચમહાવ્રત પાળો એ તો બધો રાગ છે, એ તો જીવના સ્વરૂપમાં નથી. ભગવાન આત્મા, જેને પ્રથમ સમ્યગ્દર્શન કરવું હોય એને પહેલામાં પહેલું જીવદ્રવ્ય અભેદ છે તેની દૃષ્ટિ કરવી પડશે. એ વિના સમ્યગ્દર્શન ત્રણકાળ, ત્રણલોકમાં બીજી રીતે થશે નહીં. આવી વાત છે. શું થાય?
(શ્રોતા:- તીવ્ર પુરૂષાર્થ કર્યો પણ કાંઈ હાથમાં આવતું નથી?) નજર ક્યાં નાખી છે એણે બહારમાં નજરું પડી છે એની, વિકલ્પમાં અને ભેદમાં ગુંચાઈને પડ્યો છે એ. કાલે કહ્યું નહોતું બપોરે આવ્યું નહોતું? સુક્ષમ ઉપયોગમાં હાથ આવે, તો હાથ નથી આવતો ત્યાં સુક્ષમ ઉપયોગ કર્યો જ નથી. ઝીણી વાત છે બાપુ. વીતરાગ જિનેશ્વરદેવ એનો મારગ કોઈ જુદી જાત છે. આખી દુનિયાથી જુદો છે. અત્યારે તો સંપ્રદાયમાં ચાલે છે એનાથી તો જુદી વાત છે. વસ્તુ વીતરાગ ત્રિલોકનાથ સીમંધર ભગવાન બિરાજે છે, મહાવિદેહમાં એમણે આ કહ્યું છે એ સંતો (એ) ત્યાંથી લાવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. આહાહા !
ચારિત્રમોહના વિપાક, સંયમ છે ને? દર્શનમોહનો વિપાક એવો જે મિથ્યાત્વ એ તો જીવમાં નથી પણ ચારિત્રમોહના વિપાકની નિવૃત્તિ, પ્રવૃત્તિ ચારિત્રમોહની પ્રવૃત્તિ એ તો રાગાદિ એ તો પહેલું કહ્યું, એ રાગ એ સ્વરૂપમાં નથી, સમ્યગ્દષ્ટિનો વિષય જે આત્મા તેમાં એ નથી. પણ સંયમલબ્ધિસ્થાન એ પુદ્ગલના પરિણામ ગણ્યા છે. જુઓ આ સંતોની, દિગંબર સંતોની વાણી, એ પરિણામ પુદ્ગલના હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પોતાની અનુભૂતિ એટલે? આનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા એને અનુસરીને અનુભૂતિ થાય, સમ્યગ્દર્શન થાય, અનુભૂતિ જ્ઞાન થાય અને શાંતિનું વદન થાય એવી અનુભૂતિથી તે લબ્ધિના સ્થાન પણ એમાં અનુભૂતિમાં આવતા નથી. આવી વાતું. હવે લોકોને તો એવું લાગે બિચારાને આ બધું