________________
ગાથા
૫૦ થી ૫૫
૨૦૩
શુભરાગ, વિશુદ્ધિસ્થાન કહ્યાં. એ રાગ આત્માના સ્વભાવમાં નથી. આત્મા જ્ઞાયક સ્વરૂપ પૂર્ણ અભેદ સ્વરૂપ તેમાં એ રાગ નથી. પણ અહીંયા તો હવે લબ્ધિસ્થાન પણ એમાં નથી એમ કહેવું છે. ઝીણી વાત છે ભાઈ. સમ્યગ્દર્શન જે ધર્મની પહેલી સીઢી એનો વિષય આત્મા અભેદ છે. સમ્યગ્દર્શન તે જીવમાં એનો વિષય અભેદ છે, અભેદની દૃષ્ટિ થતાં તેને સમ્યગ્દર્શન થાય છે. એથી એ રાગની ક્રિયા એ કોઈ સમ્યગ્દર્શનનો વિષય નથી, તેમ એ જીવમાં નથી. આહાહાહા !
આંહી તો વિશેષ કહે છે. ૨૭ મો બોલ. ચારિત્રમોહના વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવા જે સંયમલબ્ધિસ્થાનો સંયમ–સંયમ, જે આત્મામાં સમ્યગ્દર્શનજ્ઞાન સહિત સંયમ જે સ્થિરતા અંદર છે, એના લબ્ધિસ્થાન ભેદ સંયમના ભેદો, રાગ તો જીવમાં નથી પણ લબ્ધિસ્થાન છે સંયમનાં એ ભેદ છે, ભગવાન આત્મા અભેદમાં એ ભેદ નથી. સમ્યગ્દર્શન એ ત્રિકાળી અભેદને સ્વીકારે છે. એ સંયમલબ્ધિના સ્થાનને પણ એ દૃષ્ટિ સ્વીકારતી નથી. આવી વાતું છે. હજી તો અહીંયા દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિના પરિણામ એ ધર્મ છે એમ કહે છે અત્યારે તો, એ તો મહામિથ્યાત્વ છે. આંહી તો સંયમલબ્ધિના સ્થાન જે ભેદ, એ ભેદ પણ અભેદમાં નથી. આહાહાહા !ભગવાન આત્મા જીવ જેને કહીએ, એ અનંતા અનંતા અનંતગુણનો પિંડ અને તે અભેદ છે. અભેદ એટલે સામાન્ય છે. એમાં લબ્ધિના સ્થાન પણ જીવમાં નથી. આહાહા ! આવી વાત છે. ( શ્રોતાઃ– અપૂર્વ વાત ) છે ?
ચારિત્રમોહના વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ એવા જે સંયમલબ્ધિસ્થાનો, સંયમની પ્રાપ્તિના ભેદો, એ બધા જીવને નથી, જીવમાં નથી, અભેદમાં એ ભેદ નથી, એમ સિદ્ધ કરવું છે. ભગવાન આત્મા જે સમ્યગ્દર્શન એનો વિષય જે અભેદ, એમાં રાગ તો નથી, પણ લબ્ધિના સ્થાન એના અભેદમાં એ નથી, આવી વાતું. દુનિયા ક્યાં પડી ને ક્યાં માને અને ધર્મ ક્યાં રહી ગયો. એ સંયમની નિર્મળતાના ચારિત્રમોહના ક્રમશઃ નિવૃત્તિથી અંદરમાં લબ્ધિના સંયમલબ્ધિના સ્થાન ભેદ એ જીવને નથી, એટલે કે જીવની અનુભૂતિ કરતા સમ્યગ્દર્શન ને અનુભવ કરતા, દ્રવ્ય સ્વભાવના અભેદથી દૃષ્ટિ કરતા અનુભવ કરતા તેમાં એના ભેદો આવતા નથી. આવી વાત છે. વીતરાગ સર્વજ્ઞદેવ, જિનેશ્વરદેવ એનું આ ફરમાન છે. આહાહા !
દયા, દાન ને વ્રત તપ ને ભક્તિ પૂજાના ભાવ ને જાત્રાના ભાવ, એ તો રાગ છે, એ તો આત્મામાં નથી. પણ ચારિત્રમોહના ક્રમે ક્રમે નિવૃત્તિરૂપ લબ્ધિસ્થાન સંયમના પ્રગટે, ભેદ એ જીવદ્રવ્યમાં નથી. એ ભેદ છે એ જીવમાં નથી. કેમ કે, કારણકે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી ભેદ છે એના ૫૨ લક્ષ જતાં રાગ થાય છે, તેથી એને પુદ્ગલદ્રવ્યનાં પરિણામ કીધાં છે. આહાહા ! સંયમની ક્રમે ક્રમે રાગનો અભાવ થઈને સંયમની પ્રાપ્તિના ભેદ થાય એને અહીંયા પુદ્ગલદ્રવ્યના પરિણામ કહ્યાં છે. કેમકે એનું લક્ષ કરવા જાય તો વિકલ્પ રાગ ઉત્પન્ન થાય છે અને તેથી તેને પુદ્ગલદ્રવ્યના પરિણામ કહેવામાં આવે છે. આવી વાત છે. જિનવરદેવ ત્રિલોકનાથ ૫૨મેશ્વ૨ એમ કહે છે એ સંતો કુંદકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્ય કહે છે. આહાહા !
અહીંયા તો વ્રત ને તપનો, ભક્તિ ને પૂજા ને જાત્રાનો ભાવ એ તો રાગ છે, એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી ને આત્મામાં નથી, એ તો બંધના કારણ છે, પણ અહીંયા તો લબ્ધિના સ્થાન ભેદ છે, એના ઉ૫૨ દૃષ્ટિ કરવાથી તો વિકલ્પ થાય, એ માટે કહે છે કે લબ્ધિનાં સ્થાન જીવ