________________
૨૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ માર્ગણસ્થાનો માર્ગણા એટલે શોધવું કઈ પર્યાયમાં છે, કઈ ગતિમાં છે, કઈ લેશ્યામાં છે, કયા જ્ઞાનની પર્યાયમાં છે, એમ શોધવું, એ બધા શોધકની જે અવસ્થા તે બધાય જીવને નથી, એવા જેમનાં લક્ષણ છે, એવા માર્ગણાસ્થાનો શોધવાના પ્રકાર, તે બધાય જીવને નથી. કા૨ણ કે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી, ભેદ ઉપર લક્ષ જતાં વિકલ્પ ઊઠે છે અને અભેદનો અનુભવ કરતાં ભેદ ભેગો આવતો નથી. આવી વાતું. અભેદનો અનુભવ છે તો પર્યાય, પણ એ અભેદનો અનુભવ એ પર્યાયમાં આ ભેદનો ભાવ આવતો નથી. ઝીણો વિષય છે. ૨૯ બોલનો ઉકરડો કીધો છે. આહાહા ! ત્રેવીસ થયા.
ચોવીસ. જુદી જુદી પ્રકૃત્તિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું એવું જેનું લક્ષણ છે એ સ્થિતિબંધસ્થાનો, સ્થિતિ, સ્થિતિ કર્મની સ્થિતિ છે ને ? એ સ્થિતિ આટલી મુદત ૨હે કર્મ આત્મામાં પણ તેનું નિમિત્તપણું છે. આટલી સ્થિતિ ત્યાં રહે એવી આંહી આત્મામાં પણ એવી યોગ્યતાની એક સ્થિતિ છે, યોગ્યતા છે. ઓલો છે એ જડમાં છે અને આ સ્થિતિને યોગ્ય ત્યાં રહ્યું છે. અહીં નિમિત્તપણું છે એની યોગ્યતા પોતામાં છે, પણ એ બેયને પુદ્ગલ પરિણામ ગણી નાખ્યા. નિમિત્તના સંબંધે થયેલો ભાવ પણ નિમિત્તના ગણીને પુદ્ગલ પરિણામ ગણી નાખ્યા અને આત્માના અભેદના સ્વભાવથી જે અનુભવ થયો તે પરિણામ જીવનાં છે એમ કીધું. અનુભવ છે તો અનુભવ પરિણામ, પણ એ અનુભૂતિના પરિણામ જીવનાં છે આમ કે અને આ પરિણામ છે એ પુદ્ગલના છે. એવા જે સ્થિતિબંધસ્થાનો તે બધાય જીવને નથી, કા૨ણ પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આહાહાહા !
પચ્ચીસ. હવે કષાયના વિપાકનું અતિશયપણું કર્મનો કષાય છે એનું ફળ વિપાક વિશેષપણું જેનું લક્ષણ સંકલેશ. વિશેષપણું કહેવું છે ને ? સંકલેશ પરિણામ સંકલેશ અશુભભાવ, અશુભના સ્થાન એ બધા પુદ્ગલદ્રવ્યના વિપાકના અતિશયપણાથી થતાં સ્થાન, તે બધાંય જીવને નથી. એ અશુભભાવો સ્થાન છે અનેક પ્રકા૨ના એ જીવના સ્વભાવમાં નથી તેથી તેના અનુભવમાં પણ તે નથી. આહાહા ! આવું છે. ત્યાં તો ઠીક હવે. ૨૬ મો આકરો
છવ્વીસ. કષાયના વિપાકનું મંદપણું, ઓલું અતિશય હતું ને ? અતિશય એટલે વિશેષ આકરો ઉદય હતો, અને આંહી અશુભભાવ થયો એ બેયમાં ભેગું નાખી દીધું. અને હવે કષાયના વિપાકનું મંદપણું, એ જેમનું લક્ષણ એવા જે વિશુદ્ધિસ્થાનો, એ શુભ પરિણામના પ્રકાર શુભજોગના પણ પ્રકાર, શુભજોગના પરિણામના પ્રકાર, કષાયના વિપાકનું મંદપણું એ બધોય જીવને નથી. પુદ્ગલ પરિણામ હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. વિશેષ કહેવાશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૩૧
ગાથા - ૫૦ થી ૫૫ તથા શ્લોક - ૩૭ તા. ૯/૧૧/૭૮ ગુરુવાર કારતક સુદ-૧૦
સમયસાર ૫૦ થી ૫૫ ગાથા. ૨૬ મો બોલ ચાલે છે. શું કહે છે. ૨૬ માં એમ કહ્યું કે આત્મામાં જે કાંઈ શુભભાવ થાય દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ એ બધું પુદ્ગલકર્મના મંદનો વિપાકનું ફળ છે. એ જીવના સ્વરૂપમાં નથી. કર્મના વિપાકનું મંદપણું એનું એ ફળ છે