________________
ગાથા – ૫૦ થી ૧૫
૨૦૧ ભેદો, કયા સંયમની પર્યાયમાં આ જીવ છે એમ શોધવું, એ વસ્તુના સ્વરૂપમાં નથી. જીવનો સ્વભાવ પરિપૂર્ણ અભેદ, અખંડ “અ” આવે છે ને ઓલામાં “અ” પહેલો આવે છે. અ, આ, ઇ, ઉ, આમાં “ક” પહેલો આવે છે, આત્મા “અ”એટલે અખંડ “ક” અને “અ” એ સંયમના સ્થાનો પણ પુદ્ગલના પરિણામ સ્થાન ગણીને દ્રવ્યનો અભેદ અનુભવ થતાં, ભેદો એનામાં નથી માટે પુગલસ્થાન કહેવામાં આવે છે.
દર્શન” ચક્ષુ અચક્ષુ અવધિ કેવળ એ દર્શન લેવું, સમકિતની પછી વાત આવશે, સમજાણું કાંઈ? એ દર્શનના ભેદો પણ ભેદને પુગલ પરિણામ ગણીને, અભેદના અનુભવમાં એ આવતા નથી ભેદ, માટે તેને ભિન્ન ગણવામાં આવ્યા છે. આ ઝીણી વાતું. કષાયનો તો ઠીક પણ આ તો એના ભેદોય એમાં નથી, એમ કહે છે એવી વાત છે. ભગવાન અખંડ આનંદ અભેદ સ્વરૂપ એનો અનુભવ થતાં, એ આ દર્શનના ભેદો ચક્ષુ અચક્ષુ અવધિ કેવળ એ ભેદ એમાં આવતા નથી. આહાહા !
લેશ્યા” છ લેશ્યા, કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પદ્ર-શુક્લ એ લેશ્યા તો પ્રત્યક્ષ મલિન છે, એને પણ અહીં પુદ્ગલના પરિણામ ગણીને અલગ્ધી પ્રભુ આત્માનો સ્વભાવની અનુભૂતિ થતાં એ વેશ્યા એમાં આવતી નથી. તેજો, પદ્મ ને શુક્લ વેશ્યા પણ અનુભૂતિમાં આવતી નથી. એનાથી અનુભૂતિ થતી નથી. દ્રવ્યનો અખંડાનંદ પ્રભુ સ્વભાવ એની અનુભૂતિમાં આ વેશ્યાના પરિણામથી અનુભૂતિ નહિ, દ્રવ્યના આશ્રયથી અનુભૂતિ થઈ છે, વેશ્યાના આશ્રયે અનુભૂતિ થતી નથી, તેમ તે અનુભૂતિમાં તે વેશ્યા આવતી નથી. એનાથી થતી તો નથી પણ એના અનુભવમાં એ આવતી નથી. શુક્લ વેશ્યા, (શ્રોતા – એ તો વિકારી પર્યાય છે) એ વિકારી દશા છે વિકલ્પ છે વેશ્યા આત્મામાં આવતી નથી અનુભવમાં. અરે ભવ્ય અને અભવ્ય બે ભેદો પણ જીવના સ્વભાવમાં નથી. ઠીક પર્યાય છે. ભવ્યપણું અને અભવ્યપણું એ તો પર્યાય છે, એ દ્રવ્યના સ્વભાવમાં એ ભવ્યપણું અને અભવ્યપણે અહીં પુદ્ગલના પરિણામ ગણીને કાઢી નાખ્યાં છે. કેમકે સિદ્ધમાં હવે ભવ્યપણું રહેતું નથી, તો રહેતું નથી તો એનો સ્વભાવ હોય તો તો રહેવું જોઈએ. જે યોગ્યતા છે એ પ્રગટ થઈ ગઈ છે પૂરી. આહાહા!
સોગાનીમાંય આવે છે કે આત્મા ભવી છે કે અભવી? એ ભવી અભવી રહેવા દે છોડી દે. સોગાનીમાં આવે છે, દ્રવ્યદૃષ્ટિપ્રકાશ આપણે તો આત્મા જ્ઞાયક સ્વરૂપ છે એ ભવ્ય અભવ્ય નહીં. આહાહા!
સમકિતના પ્રકાર, ઉપશમ ને ક્ષાયિક ને ક્ષયોપશમ ને મિથ્યાત્વ ને સાસાદન અને એના બધાં ભેદો, એ ભેદો સ્વરૂપના અનુભવમાં નથી, જીવમાં નથી. જીવમાં નથી એટલે કે ક્યારે તેને નથી, કે એનો અનુભવ કરે ત્યારે એનામાં નથી જીવમાં એમ એને ખ્યાલ આવ્યો. સમકિત ક્ષાયિક સમક્તિની પર્યાય જીવમાં નથી, ઓલા સર્વ વિશુદ્ધમાં એમ કહે કે પુણ્ય ને પાપ જીવ છે આવે છે ને એ? સૂત્રજ્ઞાન તે જીવ છે, પ્રવજ્યા તે જીવ છે. એની પર્યાય છે, એનું જ્ઞાન કરાવ્યું છે, અહી તો એના જીવ સ્વભાવમાં એ ભેદ નથી, એ સમકિતના ભેદો જીવના સ્વભાવમાં અનુભૂતિ કરતા ભેદ અનુભવમાં આવતા નથી. આહાહાહા !
“સંજ્ઞા” સંજ્ઞી અસંજ્ઞી એ આત્મામાં નથી. “આહાર અણાહાર” જેમનાં લક્ષણ એવા