SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨OO સમયસાર સિદ્ધિ ભાગ-૩ આવ્યા છે. આટલું નવરાશ ક્યાં હવે? અરે આવો કાળ મનુષ્યપણાનો મળ્યો પ્રભુ, એમાં જૈનધર્મ વાડો મળ્યો. એમાં આ વાત સમજવાની ફુરસદ ન મળે તો કે દી” સમજશે? આહાહાહા ! કષાય” ક્રોધ, માન, માયા, લોભ એવા જે કષાયના ભાવ એને અહીંયા પુદ્ગલના પરિણામ કહ્યા. પુદ્ગલદ્રવ્યના પરિણામમય પાછા એમ અભેદ, કેમકે તે જીવની પોતાની અનુભૂતિ, પોતાનો ભગવાન આત્મા આનંદકંદ શુદ્ધચૈતન્ય એને અનુસરીને થતી અનુભૂતિ એમાં આ અનુસરણ આવતું નથી, કષાયનો ભાવ એમાં આવતો નથી માટે તે પુદ્ગલના પરિણામ કહ્યાં છે, ભિન્ન ગણવામાં આવ્યો છે. આ ટીકા અમૃતચંદ્રાચાર્યની ટીકા. આહાહા ! જ્ઞાન” એ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય આદિ ભેદો એ જીવના સ્વભાવમાં નથી. આહાહા! ભેદ છે તે અભેદ અનુભવ થતાં તેમાં આ ભેદ નથી આવતો. શું કહ્યું? એ ઝીણું છે. કે ભગવાન આત્મા અખંડ અભેદ ચૈતન્ય સ્વરૂપ, તેનો અનુભવ કરતા જ્ઞાનના પાંચ ભેદો તેમાં અનુભૂતિમાં આવતા નથી, અભેદમાં ભેદ આવતા નથી. માટે તે ભેદને ( પુગલનાં પરિણામ કીધા) કેમકે ભેદ ઉપર લક્ષ જતાં, રાગ થાય છે અને તેથી તે ભેદનો ભાવ પુદ્ગલના પરિણામમાં નાખી દઈને. આહાહા ! હવે આવું ક્યાં ? નવા માણસ તદ્ન અજાણ્યા હોય એને આ શું કહે છે આવી વાતું? એ જ્ઞાનના પાંચ પ્રકાર અને એમાં અજ્ઞાનના પણ પ્રકાર એ બધાય ભેદમાં જાય છે. અનુભૂતિના અભેદમાં એ ભેદો આવતા નથી. સામે છે ને પુસ્તક? આવી વાત છે. એને સમજવી પડશે બાપુ. મોંઘી પડે તોપણ એણે સમજવી પડશે ભાઈ ! અરે આવા ટાણાં ક્યારે મળશે? એને જાણવું પડશે, પહેલાં ખ્યાલમાં જ્ઞાનમાં તો નક્કી કરવું પડશે ને? અનુભૂતિ પછી. સમજાય છે? જ્ઞાનમાં, જ્ઞાનના એ ભેદો આત્મામાં નથી, અભેદની અનુભૂતિ થતાં પણ એમાં નથી, એથી એને પુદ્ગલના પરિણામ કહીને, અનુભૂતિથી ભિન્ન કહ્યાં છે. ગજબ વાત છે. માર્ગણાસ્થાન કહ્યાં ને? આ જીવ કયા સ્થાનમાં છે, કયા પ્રકારમાં છે. કહે છે કે એ કયા પ્રકારમાં છે ને કયા સ્થાનમાં છે, એ વસ્તુમાં નથી. માર્ગણા છે ને? માર્ગણા એટલે શોધવું. આ કઈ પર્યાયમાં છે, કયા વેદમાં છે, કઈ ગતિમાં છે, તેમ છતાંય એ બધા સ્થાનો જીવ સ્વભાવમાં નથી. આહાહા ! આવી વાતું છે. સંયમ” સંયમ અસંયમ એના બધા ભેદ લેવા. સંયમ, સંયમસંયમ, અસંયમ એટલા બધા ભેદ છે, એ સંયમસ્થાન પણ જીવમાં નથી, ભેદ છે તે નથી એટલે સિદ્ધ કરવું છે. છે તો ભેદ એની પર્યાયમાં પણ અહીંયા ચૈતન્ય સ્વભાવ એકરૂપ અખંડ, એનો અનુભવ થતાં તેની સન્મુખની દશા થતાં, આ બધી દશાઓ બધી બહાર રહી જાય છે. આહાહા ! સમજાણું કાંઈ? અનુભૂતિ છે તો પર્યાય પ્રગટ પણ તે અનુભૂતિની પર્યાયમાં સ્વ તરફના વલણવાળી દશા છે, તેથી તે ભેદવાળી દશા અનુભૂતિથી ભિન્ન છે, અનુભૂતિ છે તો પર્યાય, એ નિશ્ચયથી તો એ અનુભૂતિની પર્યાય દ્રવ્યમાં નથીસિદ્ધની પર્યાય પણ દ્રવ્યમાં નથી, પર્યાય દ્રવ્યમાં ક્યાં છે? પર્યાય પર્યાયમાં છે. (શ્રોતા:- દ્રવ્યનો પ્રતિભાસ તો ખરોને?) સાંભળો, સાંભળો પ્રશ્ન કરવા કરતા (પહેલા) સમજવું, જરી એમાં ધ્યાન રાખવું, એમાં બધા ઉત્તર આવી જાય છે, નહીંતર એમાં ફેરફાર થઈ જશે. સમજાણું કાંઈ ? આહાહા! આવી વાત છે. એ સંયમના સ્થાન એ બધા
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy